________________
ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણ પૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યયનને પરિણામે ભગવાન શ્રીહેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણમાં જે પ્રયોગો અને સૂત્રો નહતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં કયાંથી આવ્યાં? તેમજ એ ભાષા ઉપર, લેખકના લિપિદોષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેને વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો છે, તેને સાચો જવાબ જૈન આગમ અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથે આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણે ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સર્વાગપૂર્ણતા છે.
આ ઉપરાંત, જૈન આગમોના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે તેટલી જ જરૂરીઆત ઉત્તરોત્તર લેખકદેષાદિને કારણે અશુદ્ધિના ભંડારરૂપ બની ગએલ જૈન આગમ અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાશ્ચર્થોના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકેએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠ કે વિવિધ પ્રકારના લિપિના જ્ઞાનની પણ છે. આ લિપિની મૌલિક્તા અને લેખકે એ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાને નિર્દેશ કરવામાં આવતો કે ભાંગાઓ અથવા સંગાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકમાં દેખાડતા. એટલે એ અક્ષરકેનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે.
વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું-ઉપર જણાવેલા ભ્રામક પાઠે કે લિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠના પાઠભેદને મોટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠ કે જેની અર્થસંગતિ કઈ રીતે થઈ શકતી હોય તેવા પાઠો આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨. આ ઠેકાણે पक्कमट्टियं सं. पक्कमृत्तिकम् एक्कमट्टियं सं. एकमृत्तिकम् पक्कमिज्जयं सं. प्रकान्तव्यम् આ ત્રણ પાઠભેદે અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીકવાર પ્રાકૃત ભાષાભેદજનિત હજાર પ્રકારના પાઠો પૈકી કઈ કોઈ પાઠભેદ નોંધ્યા છે. બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉ. તરીકે-૩૬ ના णउति णतुर्ति, उउबद्धिता उडुबद्धिता, ओवद्धिता, पुणिमाते पुण्णिमाए पोणिमाते, लोक कोअ રોક સ્ટોન સ્ટોત, મોજ મા મોમ મા મોત ઈત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠો પૈકી ક્વચિત ક્વચિત પાઠભેદો આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠેને જતા કરવામાં આવ્યા છે.