________________
પવિત્ર કલ્પસૂત્ર ને છે. “શ્રી ઋષભ પંચાશિકા'ના ૧૦મા લેકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છેઃ ‘જેમણે (શબ્દ-વિદ્યા, લેખન, ગણિત, ગીત ઈત્યાદિ) વિદ્યાકળાઓ અને (કુંભારાદિકનાં) શિપ રેખાવ્યાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઈત્યાદિ)સમસ્ત (પ્રકારનો). લોકવ્યવહા૨ (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપજે પ્રજાઓના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'૧૦.
તેઓએ બતાવેલી પુરુષની બેતેર તથા સ્ત્રીઓની ચોસઠ કળાઓનું વિવેચન આપણે અગાઉ કરી ગયા છીએ. શિ૯૫ના મુખ્ય પાંચ ભેદ છે. “આવશ્યક.નિતિની ગાથા ૨૦૭માં તેનું નીચે પ્રમાણે વર્ણન છેઃ “કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત(જામ)ના એમ પાંચ શિપ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસવીસ અવાન્તર ભેદ છે.”
જગતને કુંભારની કળા પ્રથમ તીર્થંકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બતાવી હતી એમ કહેવામાં આવે છે.) પ્રસંગ એમ બન્યો હતો કે ક૯૫વૃક્ષોને વિછેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા અને ઘઉં, ચોખા ઈત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીઆમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપે. એમ કરવા છતાં પણ લોકેનું દુઃખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓઍપ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સૂચવ્યા મુજબ પૂર્વોક્ત , વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરો. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થયો. આના વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રત્ન જાણીને પકડવા ગયા; પરંતુ તેથી તે તેમના હાથ દાઝવા લાગ્યા. આંથી અગ્નિને કોઈ અદ્દભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લેકે પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળને દેષ થવાથી આ તે અગ્નિ ઉત્પન્ન થયે છે, માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરો અને ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલાં ઘઉં વગેરેને તેમાં નાંખી પકવ કરી તેને આહાર કરે તે મુગ્ધ લોકેએ તેમ કર્યું, એટલે ઘઉં વગેરેને તે અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યા. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિંડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી. આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિ૮૫મો વિધિ બતાવ્યો.
ચિત્રમાં સફેદ હાથી ઉપર ઋષભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે અને તે હાથ ઊંચા કરીને સામે ઊભા રહેલા યુગલિક પુરુષને તે આપવા માટે ઉત્સુકતા
१ दाविअविजासिप्पो, बजरिआसेसलो अववहारो।
जाओ सिं जाण सामिअ, याओ ताओ कयत्थाओ ॥१०॥ २ पंचेव य सिप्पाई, घड. १ लोहे २ वित्त ३ गत ४ कासमए ५।'
इतिकस्य य इतो, वीस वीसं भवे भेया ॥ २० ॥