________________
ચિત્રવિવરણ
૧
શિષ્યને કહ્યું કે: ‘હવે બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડવાના છે અને જે દિવસે લક્ષ મૂલ્યવાળા ચેાખામાંથી તને ભિક્ષા મળે તે દિવસે સુકાળ થવાના એમ જાણી લેજે.’ એટલું કહીને તેઓ પેાતાની સાથે રહેલા સાધુઓને લઇ ત્યાં રહ્યા અને વજ્રસેનમુનિ અન્યત્ર વિહાર કરી ગયા.
હવે વસ્વામીની સાથે રહેનારા સાધુએ અનેક ઘર ભમતા,પણ ભિક્ષા મેળવી શકતા નહેાતા. એટલે ભિક્ષા વિના ક્ષુધા સહન કરવામાં અશક્ત બનેલા અને અન્નની વૃત્તિરહિત તે નિરંતર ગુરુએ લાવી આપેલા વિદ્યાપિડના ઉપયાગ કરવા લાગ્યા. એકદા ગુરુમહારાજે કહ્યું કેઃ ‘બાર વર્ષ સુધી આ પ્રમાણે વિદ્યાપિંડના ઉપાગ કરવા પડશે. માટે જો તમારા સંયમને બાધા ન લાગતી હૈાય તેા હું તમને દરરાજ લાવી આપું, નહિ તેા આપણે અન્નની સાથે જ શરીરને પણ ત્યાગ કરી દઈએ.’ આ પ્રમાણેનું ગુરુમહારાજનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ એલ્યા કે: ‘આ પાષણરુપ વિદ્યાપિંડને અને પોષવા લાયક આ પિંડ (શરીર)ને પણ ધિક્કાર થા. હે ભગવાન! અમારા પર પ્રસાદ કરા, કે જેથી આ પિંડ (દેહ)ના પણ અમે ત્યાગ કરીએ !” પછી તે સર્વ મુનિઓને લઈને વસ્વામીજી રથાવત્તું પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલાક પામ્યા. સેપારાનગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષમૂલ્યવાળું અન્ન રાંધીને તેની ઈશ્વરા નામની સ્ત્રી તેમાં ઝેર ભેળવવાના વિચાર કરી રહી હતી, તેટલામાં વસ્વામીજીના મુખ્ય શિષ્ય શ્રીવસેન ત્યાં આવી પહોંચ્યા ને ગુરુનું વચન સંભળાવી તેને અટકાવી. બીજે દિવસે સવારમાં-પ્રભાતમાં જ સુકાળ થયે.
ચિત્રમાં ઉપર વચ્ચે અને નીચે એમ ત્રણ પ્રસંગેા છે; કથાના પરિચયની શરૂઆત વચ્ચેના વિદ્યાપિ’ડના ચિત્રથી થાય છે. ભદ્રાસન ઉપર વસ્વામી બેઠા છે. સામે પાત્રમાં વિદ્યાપિંડ હાય એમ લાગે છે. દરેક શિષ્યના હાથ મચ્ચેના એકેક પાત્રમાં તે વિદ્યાપિંડ આપતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના વસ્વામીજી તથા તેઓના શિષ્યાના અનશનના પ્રસંગ જોવાને છે, ત્યાર પછી સૌથી નીચેના ઈશ્વરી શ્રાવિકા વસેન મુનિને હર્ષિત થઈને લક્ષમૂલ્યના ચાખાભાત વહેારાવતી દેખાય છે. અગ્નિ ઉપર ભાતની હાંલ્લીએ ચડાવેલી છે. વજ્રસેન મુનિના પાત્ર નીચે આહારના છાંટા-બિંદુ જમીન ઉપર પડીને તેના અંગે જીવેાની વિરાધના થવા ન પામે તે માટે થાળ મૂકેલા છે. વજ્રસેન મુનિની પાછળ એક શિષ્ય જમણા હાથમાં પાત્ર રાખીને ઊભેલે છે.
ચિત્ર ૨૫૭ઃ સાધુ સામાચારીના એક પ્રસ’ગ. કાંતિવિ. ૧ ના પાના ૯૧ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. પ્રસંગના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ભીંતમાં પણ સ્ત્રીનું ચિત્ર ચીતરેલું હોય ત્યાં બ્રહ્મચારી એવા સાધુને રહેવું પે નહિ તે પ્રસગને અનુસરીને સ્ત્રીનું ચિત્ર ચીતરેલું છે. આ પછી ચિત્રના અનુસ'ધાને, નીચેના સાધુને વહેારાવવાના પ્રસ’ગ જોવાના છે. જમણા હાથમાં દાંડા તથા ડાબા હાથના પાત્રમાં સાધુ કાંઇક વહારતા જણાય છે અને સામે ઊભેલે ગૃહસ્થ તેમને વહેારાવતા હાય એમ લાગે છે. પાસે સળગતા અગ્નિવાળા ચૂલા ઉપર ત્રણ હાંલ્લીએ ચડાવેલી દેખાય છે. આ પ્રસગ ચીતરીને જૈન સાધું સળગતા અગ્નિ ઉપરના વાસણમાં રહેલા આહારને વહેારી શકે નહિ તેમ બતાવવાના ચિત્રકારના આશય હોય એમ લાગે છે.