________________
. . (કલ્પસૂત્રમાં આ સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાઠોને બેવડો ઉચ્ચાર કરવાનો હોય છે. આ સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટૂંકાવવાને કમ કઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારે નથી. જેમકે કામં જ , રામ વિના આ પાઠને કઈ પ્રતિમાં કામ નાનું એ કારત્તા આમ લખેલે હોય છે, તો કોઈ પ્રતિમાં કામ કાજુ ૨ ૨ ત્તા એમ લખેલો છે, જ્યારે કઈ પ્રતિમાં કામ કાજુ ગં, ૨ ચરિત્તા એમ લખેલું છે. મેં પ્રથમથી જ, જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યા છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનોના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદને મેં જતા કર્યા છે.
કપસૂત્ર શું છે? “પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કઈ સ્વતંત્ર સૂત્ર છે કે કઈ સૂત્રને અવાન્તર વિભાગ છે?? એ વિષે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં,–જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘને પણ સમાવેશ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક
શ્રીસંધ,–જેમાં દરેકે દરેક ગચ્છને સમાવેશ થાય છે,-એકી અવાજે એમ કહે છે • અને માને છે કે—કલ્પસૂત્ર એ, કેઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ
દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમને આઠમાં અધ્યયન તરીકે એક મૈલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે. જ્યારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘ, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કલ્પસૂત્રની અતિસંક્ષિપ્ત વાચનાને જોઈને એમ માની લે છે કે ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બન્ને ય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધસત્રની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ણિ કે જે નિયુકિતગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિયુક્તિ અને શૂણિ એ બન્ને ચકલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથે છે. નિયુક્તિ ગાથારૂપે-પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિયુક્તિ કે જે સ્થવિર આર્યભદ્રબાહુ સ્વામિ વિરચિત છે અને ચૂણિ કે જેના પ્રણેતા કોણ ? એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું તે છતાં આ બન્ને ય વ્યાખ્યાગ્રંથે ઓછામાં ઓછું ભેળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બન્ને ય વ્યાખ્યાગ્રંથ કે જે વ્યાખ્યાગ્રંથો મેં પ્રસ્તુત કલપસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિચૂણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાર્થોને પ્રસ્તુત કલ્પસૂત્રને કરિપત
* કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચાદમાં સૈકાના