________________
૫૪.
પવિત્ર કલ્પસૂત્ર જિનમંદિરની વિશાળતાનો આબે ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. બંને મૂર્તિઓની નીચેની પટ્ટીમાં હારબંધ હાથીઓ ચીતરેલા છે. પટ્ટીની નીચેના ભાગમાં પહાડની આકૃતિ છે. બંને મતિઓની નીચે ગોળાકૃતિમાં ધર્મચક્રની રચના બે હરણીઓના જોડલાં ચીતરીને રજૂ કરી છે.
આ ચિત્ર ૨૪૦: મહાતીર્થ શ્રી ગીરનાર. સેહન. પાના ૬૬ ઉપરથી. આ ચિત્રમાં વેતાંબર જેનોના બીજા મુખ્ય તીર્થ ગીરનારજીની રજૂઆત કરવાને ચિત્રકારને આશય હોય તેમ લાગે છે. ચિત્રની બરાબર મધ્યમાં શિખરબંધ જિનમંદિરમાં શંખના લંછન(
ચિન્હ)વાળી આભૂષણ સહિત ગીરનાર તીર્થના મુખ્ય દેરાસરના મૂળનાયક બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથજીની સુંદર મૂતિ ચિત્રકારે ચીતરેલી છેઃ ચિત્ર ૨૩૯ત્ની માફક આ ચિત્રમાં પણ શિખર ઉપર ધ્વજા ફરકી રહી છે. મૂળનાયકની જમણી બાજુએ એક પુરુષ અને એક સ્ત્રી બંને હાથની અંજલિ જેડીને સ્તુતિ કરતાં દેખાય છે. ઘણું કરીને તેઓ આ પ્રત ચીતરાવનાર પતિ-પત્ની હશે એમ લાગે છે. ડાબી બાજુએ કાઉસગ્નધ્યાને ઊભેલી એક સ્ત્રીની આકૃતિ છે, જે ઘણું કરીને “રાજિમતી'ની હોવી જોઈએ, કારણ કે ગીરનાર પર્વત પરના મુખ્ય મંદિરથી જરા દૂરની ટેકરી ઉપર રાજલની ગુફા' નામની એક ગુફામાં “જિમતીની મતિ આજે પણ ગીરનાર પર્વત પર વિઘમાન છે. રાજિમતીના મસ્તકના ઉપરના ભાગમાં એક ઉપર એક એમ બે પદ્માસનસ્થ જિન મૂર્તિઓ છે, જે ચીતરીને ગીરનાર ઉપરના બીજા જિનમંદિરની રજૂઆત કરવાને ચિત્રકારને આશય હોય એમ લાગે છે. તે મૂતિઓના ઉપરના ભાગમાં એક હંસયુગલ ચીતરેલું છે. ચિત્રની ડાબી બાજુના શિખર ઉપર પણ એક પક્ષી ચીતરેલું છે તથા ઉપરના ખૂણામાં પહાડની આકૃતિ રજૂ કરી શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા અંબિકાયક્ષિણી તથા યક્ષરાજની મૂતિઓ ચીતરેલી છે. ચિત્રના તળિયાના ભાગમાં બંને બાજુ એકેક ઝાડ અને એ કેક પુરુષયાત્રાળુ ડુંગર ઉપર ચડતું દેખાય છે. જમણી બાજુથી ચડતા યાત્રાળુના બંને હાથમાં ફૂલની માળા તથા ડાબી બાજુથી ચડતા યાત્રાળુના જમણા હાથમાં કાંઈક વાજિંત્ર જેવું અને ડાબે હાથ ઊંચે કરેલ છે. મધ્યમાં ધર્મચક્રના દ્યોતક બે હરણીઆં ચીતરેલાં છે, પરંતુ અજાયબીની વાત એ છે કે બીજા ચિત્રો તથા શિલપકામોની માફક આ ચિત્રનાં બંને હરણને એકબીજાની સન્મુખ રા નહિ કરતાં અત્રે એકબીજાની પાછળ બેઠેલાં ચીતરેલાં છે.
Plate LVII ચિત્રર૪૧ઃ સ્થૂલિભદ્ર,કેશા અને સાત બહેને કુસુમ. પાના ૧૦૧ઉપરથી.માસ્ટરગેત્રવાળા સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમ ગેત્રવાળા આર્ય સ્થલિભદ્રશિષ્ય હતા. તેઓ પાટલીપુત્રના મહામંત્રી શકટાલના પુત્ર હતા. પૂર્વાવસ્થામાં તેઓ બાર વર્ષ સુધી કેશા નામની ગણિકાને ત્યાં રહ્યા હતા. વરરુચિ નામના વિદ્વાન બ્રાહ્મણના પ્રપંચથી મહામંત્રી શકટાલ મૃત્યુ પામ્યા. નંદરાજાએ સ્થલિભદ્રને બોલાવી મંત્રીપદ સ્વીકારવાનું કહ્યું, પરંતુ પિતાના મૃત્યુને લીધે સંસારપર વૈરાગ્ય આવવાથી આર્ય સંભૂતિવિજયજી પાસે જનધર્મની સાધુદીક્ષા અંગિકાર કરી.
દીક્ષા અંગિકાર કરી, ગુરુની આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કેશા ગણિકાને ત્યાં ચિત્રશાળામાં