________________
ચિત્રવિવરણ ના ભાગમાં ભગવાન મહાવીરની આભૂષણે સહિતની પદ્માસનસ્થ જિનપ્રતિમાજી શિખરની નીચેના ભાગના દેરામાં ગભારામાં બેઠેલા છે અને તેમની પાસે ગભારાની બહાર, ઘુમટેની નીચેના રંગમંડપમાં બે હાથ જોડીને સ્તુતિ કરતા બે સાધુઓ ઊભેલા છે. આ પ્રસંગની નીચે, ચિત્રના મધ્ય ભાગમાં ચાર શ્રાવકો બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા બેઠેલા છે અને સૌથી નીચેના ત્રીજા પ્રસંગમાં બે સાધ્વીઓ અને બે શ્રાવિકાઓ બંને હાથની અંજલિ જોડીને
સ્તુતિ કરતી બેઠેલી છે. આ ચિત્ર ભગવાન મહાવીર ચતુર્વિધ સંઘ સમક્ષ ગુણશીલ ચૈત્યમાં બેસીને પર્યુષણા કપની પ્રરૂપણ કરે છે તેને લગતું છે.
લખાણની આઠ લીટીઓ પૈકી સાતમી અને આઠમી લીટીમાં આ પ્રતિ લખાયાને આ પ્રમાણે ઉલ્લેખ છે. સંવત ૧૬૨૪ રામાપ રિ ૨ સને 1 કત્રિ જેવા ઢિલિત અર્થા-સંવત ૧૫૧૪ના માહ સુદિ ૨ ને સેમવારના દિવસે (આ કલ્પસૂત્રની હસ્તપ્રત) મંત્રિ દેવાએ લખી છે.
Plate XLVII ચિત્ર ૧૯૩ઃ પાર્શ્વનાથ પંચમુષ્ટિ લેચ અને કમઠોપસર્ગ–નિવારણ. લીંબડીની પ્રતના પાન ૪૪ ઉપરથી. ચિત્રમાં અનામે બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત પંચમૃષ્ટિ લેચના પ્રસંગથી થાય છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
આ પછી ચિત્રના અનુસંધાને, અનકમે કમઠોપસર્ગ-નિવારણને પ્રસંગ જેવાને છે. ચિત્રની મયમાં પદ્માસનની બેઠકે આભૂષણે સહિત પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. તેઓશ્રીના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે. જમણી બાજુએ ચાર હાથવાળો ધરણેન્દ્ર બે હાથની અંજલિ જોડીને તથા ડાબી બાજુએ ચાર હાથવાળી તેની પટરાણે બે હાથની અંજલિ જેડીને કમઠોપસર્ગનું નિવારણ કર્યા પછી પ્રભુની સ્તુતિ કરતાં દેખાય છે. ધરણેન્દ્ર અને તેની પટરાણીના બાકીના બે હાથ પૈકી એક હાથમાં અંકુશ છે અને બીજો હાથ વરદ મુદ્રાએ રાખેલો છે. ધરણેન્દ્ર તથા પટરાણીના મસ્તક ઉપર નાગરાજની ફણાઓ છે. વળી ધરણેન્દ્રના મસ્તકની ઉપરના ભાગમાં ચાર હાથવાળી દેવી વરેટયા) દેખાય છે. તેણીના બે હાથમાં સર્ષ છે અને પટરાણીના મસ્તક ઉપર ચાર હાથવાળે દેવ (ક્ષેત્રપાલ દેખાય છે; કારણ કે તેની આગળ તેનું વાહન કતા ઊભેલો છે. આ ચિત્રમાં જે જોળી પટીઓ થીગડાં જેવી દેખાય છે, તેથી આ સુવર્ણાક્ષરી પ્રતના પાછળના અક્ષરે બચાવવા માટે કોઈ કલાથી અનભિજ્ઞ વ્યક્તિએ આ ચિત્રને બેડોળ બનાવી દીધું છે.
Plate XLVIII . ચિત્ર ૧૯૪ થી ૨૦૫ અને ૨૦૬ થી ૨૧૭ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન. હંસ વિ૦ રની પ્રત ઉપરથી.
Plate IL-L ચિત્ર ૨૧૮-૨૧૯ પ્રશસ્તિ. ડહેલા ૧ની પ્રતના પાના ૧૨૧ની બંને બાજુ. આ પ્રતના પાના ૧૨૦ની પાછળની બાજુ અને ૧૨૧ની બંને બાજુ થઈને આ પ્રત લખાવનારની ૯શ્લોકની પ્રશસ્તિ છે, જે પૈકી ૧૨૦મા પાનામાં પ ક છે અને બાકીના ૪ કલેક પાના ૧૨૧ની એક