________________
પવિત્ર કલ્પસૂત્ર નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા નામની આઠ દિકુમારીએ પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આવી, પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંજણા લઈને ઊભી રહી.
(૪૧) અલંબુસા (૪૨) મિનકેશી (૪૩) પુંડરીકા (૪) વારુણી (૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ દિગકુમારીએ ઉત્તરદિશાના રૂચક પર્વતથી આવી, ચામર વીંઝવા લાગી.
(૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શહેરા અને (૫૨) વસુદામિની નામની ચાર દિગકુમારીકાઓ રૂક પર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વગેરે વિદિશાએમાં ઊભી રહી.
(૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) ગુરૂપ અને (૫૬) રૂપકાવતી નામની ચાર દિકુમારીએ રૂચક દ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર અંગૂલથી છેટે છેદી, ખોદેલા ખાડામાં નાખી, ખાડો વૈર્યરત્નથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું, તથા તેને દૂર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસારી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું.
ચિત્રમાં જુદી જુદી દિશા, વિદિશાઓની એકેક દિકુમારી રજુ કરી છે; કારણ કે આટલી જગ્યામાં ૫૬ દિગકુમારીઓ ચીતરી શકાય નહિ. ચિત્રમાં કેળના ત્રણ ઘર તથા બે સિંહાસન પણ ચીતરેલાં છે. કલપસૂત્રની બીજી હસ્તપ્રતોમાં આવી રીતનો ચિત્રપ્રસંગ ચીતરેલો જોવામાં આવતો નથી.
ચિત્ર ૧૯૧ઃ જન્માભિષેક અને ઇંદ્રનું પંચરૂપે પ્રભુને લઈને મેરુ ઉપર જવું. ચિત્ર ૧૯૦ ના જ પાના ઉપરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઈંદ્ર પચરૂપે પ્રભુને મેં ઉપર લઈ જાય છે, તે પ્રસંગથી થાય છે. ઇંદ્ર પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ લેવા માટે પિતાનાં પાંચ રૂપ બનાવ્યાં.. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બંને બાજુએ રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યું. પછી ચિત્રના અનુસંધાને, જન્માભિષેકને ઉપરને પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રની મધ્યમાં બે હાથમાં પ્રભુને પકડીને એકરૂપે ઈન્દ્ર વેગથી જ દેખાય છે, બીજા રૂપે સૌથી આગળ વજ ધારણ કર્યું છે, તેની પાછળ ત્રીજા રૂપે ચામર વીંઝતો અને ચોથા રૂપે પ્રભુના મસ્તકે છત્ર ધારણ કરતે તથા પાંચમા રૂપે ચામર વીંઝતો દેખાય છે. ઇંદ્ર આકાશમાં ઉતાવળથી જતે હવાથી ચામર ધરતાં બંને રૂપિ તથા છત્રવાળું રૂપ આગળ પાછળ થઈ ગયાં છે. ચિત્રનાં પાત્રો વેગવાન છે, જે ચિત્રકારને પછી ઉપરને અદ્દભુત કાબૂ દર્શાવે છે. ભાગ્યે આ ચિત્રના ચિત્રકારનું નામ પણ મલી આવ્યું છે. જુઓ ચિત્ર ૨૧નું વર્ણન.
Plate XLVI ચિત્ર ૧૨. ચતુર્વિધ સંઘ. લીંબડીની પ્રતના પાના ૯૬ ઉપરથી. ચિત્રમાં સૌથી ઉપર