________________
ચિત્રવિવરણ
30
ચિત્ર ૧૦૯: ચતુર્વિધ સંઘ. જીરાની પ્રતના પાના ૧૧૦ની ખીજી બાજુ પ૨થી. વર્ણન માટે જીએ ચિત્ર ૧૦૬નું આ પ્રસંગને લગભગ મળતા ચિત્રનું વર્ણન.
ચિત્ર ૧૧૦ઃશક્રસ્તવ. જયસ્॰ ની વિ. સં. ૧૪૮ની પ્રતના પાના ૬૯ની ૨૧ ચિત્રાવાળી પ્રતમાંથી. આ ચિત્રના વર્ણન માટે જીએ ચિત્ર ર૮નું વર્ણન. આ ચિત્ર મધ્યેનું સિંહાસન બહુ જ સુંદર રીતે લાકડામાં કારી કાઢેલું હાય એમ લાગે છે. પંદરમા સૈકામાં જૈનાચાર્યાં સુંદર કેાંતરકામવાળા સિંહાસન ઉપર બેસીને ઉપદેશ આપતા હતા, તેના પુરાવા રૂપેજ આવી જાતના સિંહાસનની ચિત્રમાં રજૂઆત કરવામાં આવેલી છે; કારણકે પ્રાચીન પ્રતામાં જ્યાંજ્યાં ગુરુ મહારાજનાં ચિત્ર જોવામાં આવે છે, ત્યાંત્યાં દરેક પ્રસંગમાં સિંહાસન ઉપર જ તે બેઠેલા હોય છે. ઇંદ્રના મસ્તક ઉપરનું છત્ર સુંદર કોતરકામવાળું છે; તેના પગ નીચે તેના વાહન હાથીનું ચિત્ર પણ ચીતરેલું છે.
ચિત્ર ૧૧૧ઃ વર્ષીદાન. જયસૂ॰ની ઉપરાત પ્રત ઉપરથી જ આ ચિત્ર પણ રજૂ કરવામાં આવેલું છે. વન માટે જુએ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વધુન.
Plate XXIX
ચિત્ર૧૧૨ઃ મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના અંતિમ પત્ર ઉપરથી. વન માટે જુઓ ચિત્ર૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણુન.
ચિત્ર ૧૧૩: ચતુર્વિધ સંઘ, ચિત્રમાં ઉપરના પ્રસંગમાં સિંહાસન ઉપર બેઠેલા ગુરુ મહારાજ, સામે બેઠેલા શિષ્યરૂપી સાધુ, મધ્ય પ્રસંગમાં બે હાથ જોડીને બેઠેલા ચાર ગૃહસ્થ શ્રાવકા તથા નીચેના પ્રસંગમાં બે સાધ્વીએ અને એ શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘને ધર્મો
પદેશ આપી રહ્યા છે.
લખાણની ત્રીજી લીટીમાં આ પ્રત સંવત ૧૪૭૩ના, ચેાથી લીટી અને પાંચમી લીટીમાં પાષ સુદિ પૂર્ણિમા ને રવિવારના દિવસે શ્રી ખરતર ગચ્છ સંધને માટે અણહિલપુર પત્તનમાં, છઠ્ઠી લીટીમાં શ્રી કલ્પ પુસ્તક (લખ્યું), એમ લખેલું છે. અર્થાત્ આ કલ્પસૂત્ર (ગુજરાતની પ્રાચીન રાજધાની) શ્રી અણહિલપુર પાટણમાં શ્રી ખરતર ગચ્છ સંઘના માટે સંવત ૧૪૭૩ના પાષ સુદ્ધિ પૂર્ણિમા ને રવિવારના દિવસે લખ્યું.
Plate XXX
ચિત્ર ૧૧૪ઃ શટ્ઠાણા, પાટણ ૩ની પ્રતના પાના ૮ ઉપરથી. વર્ણન માટે જીમે ચિત્ર રત્નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં સુવર્ણના સિંહાસન ઉપર ચાર હાથવાળા શક્રેન્દ્ર બેઠેલા છે. શક્રેન્દ્રના ચાર હાથેા પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ છે તથા નીચેના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ફુલ છે. ઇન્દ્રના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર છત્ર લટકે છે. વળી ઇન્દ્રના મસ્તકના પાછળના ભાગમાં રત્નજડિત સુવર્ણનું સુંદર ડિઝાઇનેાવાળું ભામંડલ છે. ઇન્દ્ર આખા શરીરે વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત થઈને બેઠેલા છે. ઇન્દ્રના ઉત્તરાસંગના બે છેડા પવનમાં ઊડતા દેખાય છે અને કમ્મર નીચેના વાદળી રંગના રેશમી ઉત્તરીય વજ્રમાં હઁસપક્ષીની સુંદર ડિઝાઈન ચીતરેલી છે. વળી સિંહાસનના ચારે પાયાની નીચે એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે. ઇન્દ્રની સામે બે હાથ જોડીને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણુ