________________
પવિત્ર કલ્પસૂત્ર
૩૪
ત્યાંસુધી તેમની પર સ્નેહ ધરાવનાર શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થયું; પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમના રાગ ગુરૂભક્તિમાં પરિણમ્યા અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલા ખેદ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયા.
ચિત્રની મધ્યમાં સાત પાંખડીવાળા વિકસિત સુવર્ણ કમલ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી બંને હાથ અભય મુદ્રાએ રાખીને બંને બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને ધર્માંપદેશ આપતાં દેખાય છે. ગૌતમસ્વામીના મસ્તકની પાછળ ભામંડલ છે અને મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચંદરયા બાંધેલા છે. તેએ શ્રીની જમણી બાજુએ ઉપરથી અનુક્રમે બે સાધુ અને એક સાધ્વી, તથા ડાબી બાજુએ ઉપરથી અનુક્રમે એ શ્રાવક અને એક શ્રાવિકારૂપ ચતુ વિધ સંઘ ધર્મોપદેશ સાંભળતા એઠલેા છે.
ચિત્ર ૯૩: પ્રભુ પાર્શ્વનાથના જન્મ, જીરાની પ્રતના પાના ૫૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ચિત્રમાં સિંહાસન ઉપર જમણા હાથે તલવાર પકડી રાખીને ઊંચા કરેલા ડાબા હાથમાં રેશમી રૂમાલ પકડી રાખીને અશ્વસેન રાજા સામે બેઠેલી વામાદેવીની સાથે વાતચીત કરતા હોય એમ દેખાય છે. સામે બેઠેલી વામાદેવી પેાતાના જમણા હાથમાં કમલનું ફૂલ પકડી રાખીને અશ્વસેન રાજાને પેાતાને આવેલા 'સ્વને વૃતાંત કહેતી હાય એમ લાગે છે. વામાદેવીના માથા ઉપર તથા અશ્વસેન તથા તેમની બંનેની વચ્ચે ઉપરની છતમાં ચંદરવા આંધેલા છે.
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલા પ્રભુ શ્રી પાર્શ્વનાથના જન્મપ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુએ ચિત્ર ૩૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં વામાદેવીના પગ પાસે સ્ત્રી-પરિચારિકા નથી. બાકીના બધા પ્રસંગ-ચિત્ર ૩૮ને મળતા છે.
Plate XXIV
ચિત્ર ૯૪: પાર્શ્વનાથ દીક્ષા, જીરાની પ્રતના પાના ૬૨ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ચિત્રથી થાય છે.
પાર્શ્વનાથ પ્રભુ વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ મુખ રાખીને દીક્ષા લેવા નિકળ્યા. ચિત્રમાં લખીની મધ્યમાં પ્રભુ બેઠેલા છે. પાલખીની આગળ એક નગારું વગાડનારા અને શરણાઈ વગાડનારા ચાલ્યા જાય છે. તેવી જ રીતે પાછળ પણ એ જણા વાદ્ય વગાડનારા છે અને નીચેથી ચાર જણાએએ પાલખી ઊંચકેલી છે.
આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં ચીતરેલા પ્રભુ પાર્શ્વનાથના પંચમુષ્ટિ લાચના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુએ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
ચિત્ર ૫ઃ પાર્શ્વનાથ નિર્વાણ. જીરાની પ્રતના પાના ૬૫ઉપરથી. વર્ષાકાળના પહેલા મહિનાના બીજા પખવાડિયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમ્મેતશિખર પર્વત ઉપર, જલરહિત માસક્ષમણુ એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા—માક્ષે ગયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર વસ્ત્રાભૂષણેા સહિત પદ્માસનની એકે નીલ વર્ણવાળા પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે અને સાત