________________
પવિત્ર કલ્પસૂત્ર ચિત્ર ૮૭: પ્રભુ-જન્મની વધામણી. છરાની પ્રતના પાના ૪૧ ઉપરથી.પ્રભુ મહાવીરને જન્મ થયાનું જાણુતાં જ પ્રિયંવદા નામની દાસી દેડતી દોડતી સિદ્ધાર્થ રાજા પાસે આવી પહોંચી અને પુત્રજન્મ થયાની વધામણી આપી. આ વધામણી સાંભળીને રાજાને અનહદ આનંદ ઉત્પન્ન થાય એમાં તે પૂછવાનું જ શું? હર્ષના અતિરેકથી તેની વાણી ગદગદ શબ્દોવાળી થઈ ગઈ અને તેના શરીરના રોમાંચ વિકસ્વર થઈ ગયાં. આ વધામણી આપનાર દાસી પર રાજા ઘણો પ્રસન્ન થયે; પિતાનાં મુગટ સિવાયનાં સઘળાં આભૂષણે તેને બક્ષીસ આપી દીધાં અને દાસીપણાથી તેને મુક્ત કરી દીધી.
સવાર થતાં જ, સિદ્ધાર્થ રાજાએ નગરના કોટવાળાને બોલાવીને કહ્યું કે –“હે દેવાનુપ્રિયે! તમે જલદી ક્ષત્રિયકુંડગ્રામ નગરના કેદખાનામાંથી તમામ કેદીઓને છોડી મૂકો અને આખા નગરને શણગાર.'
ઉપરાંત નાચ કરનારા, મલયુદ્ધ કરનારા, હાસ્ય-કુતૂહલ કરનારા વિદૂષક, ભાંડ-ભવૈયા, હાથી, ઊંટ કે ઊંચા રાખેલા વાંસને કુદી જનારા, રસિક કથાઓ કહેનારા, રાસ રમનાર, વાંસ ઉપર ચઢી તેના અગ્રભાગ ઉપર ખેલ કરનારા, ચામડાની મશકમાં વાયુ ભરી શરણાઈબજાવનારા, વીણા વગાડનારા, તાળી વગાડી નાચ કરનારા, આવી આવી જાતના કુતૂહલ–ખેલ-રમતગમત • કરનારા અનેક લેકેને લોકોના મનોરંજન માટે ક્ષત્રિયકુંડગ્રામ નગરને વિષે બોલાવો.
આ મહોત્સવના દિવસોમાં કોઈ આરંભ-સમારંભ ન કરે અને દળવા-ખાંડવાનું બંધ રાખે, એ બંદોબસ્ત તમે પિતે કરે અને બીજા પાસે કરાવે, તથા મારી આજ્ઞા મુજબ દરેક કાર્ય કરીને મને નિવેદન કરે. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. સિંહાસન ઉપર જમણા હાથથી તલવાર પકડીને વસ્ત્રાભૂષણથી સજજ થઈને સિદ્ધાર્થ બેઠેલા છે અને પોતાના ડાબા હાથમાંને કિંમતી હાર સામે ઊભેલી પુત્રજન્મની વધામણી લાવનાર પ્રિયંવદા દાસીને આપતા દેખાય છે, અને તે હાર ગ્રહણ કરવા માટે બે હાથ ધરીને દાસી ઊભેલી છે. દાસીના માથાના ઉપરના ભાગમાં એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં તલવાર પકડીને બેઠેલે ગામને કેટવાળ સિદ્ધાર્થની આજ્ઞા સાંભળતું હોય તેવી રીતે બેઠેલે છે. સિદ્ધાર્થની પાછળ ચામર ઉડાડતી એક સ્ત્રી-પરિચરિકા ઊભેલી છે.
- આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલે મહાવીર પ્રભુને જન્મ થયાના આનંદમાં જુદી જુદી જાતનાં વાદ્યો લઈને નાચ-ગાન કરતાં સ્ત્રી-પુરુષને પ્રસંગ જેવાને છે. ચિત્રની મધ્યમાં એક સ્ત્રી નાચતી દેખાય છે. નાચતી સ્ત્રીની જમણી બાજુ એક પુરુષ શરણાઈ વગાડે છે અને બીજો પુરુષ નગારું વગાડતો ઊભેલ છે. ડાબી બાજુ ઊભેલા બે પુરુષ પૈકી એકના બંને હાથમાં મંજીરા છે અને બીજો પુરુષ બંને હાથથી પકડેલી વાંસળી વગાડે છે. આ પ્રમાણે કુલ પાંચ સ્ત્રી-પુરુષે નાચગાન કરતાં દેખાય છે.
' ચિત્ર ૮૮ઃ કાંતિક દેવની પ્રાર્થના અને વર્ષીદાન. જીરાની પ્રતના પાના ૪૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી