________________
૧૬
પવિત્ર કલ્પસૂત્ર બહુ જ આનંદ થયે; તેથી ઈન્ડે પ્રભુને વિનંતી કરી કે, “હે સ્વામિનું! કૃપા કરી હવે એટલા કેશ રહેવા દો તે સારું.” ઇન્દ્રના આગ્રહથી પ્રભુએ બાકીના કેશ રહેવા દીધા. આ રીતે ચાર મુષ્ટિ કેચ કરીને, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈને અનગારપણાને પામ્યા. તે વખતે પ્રભુએ નિર્જળ ને તપ કરેલો હર્તા અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થએલો હતે.
ચિત્ર ૭૨: પ્રભુ મહાવીર, જીરા(પંજાબ)ની પ્રતના પાના ૧ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ૪ ચિત્ર ૭૩: અષ્ટમાંગલિક. જીરાની પ્રતના પાના ૨ ઉપરથી.
અષ્ટમાંગલિકની માન્યતા જેમાં બહ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાષાણુના પ્રાચીન આયાગપટે પુષ્ટિ આપે છે. પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહસ્થ અષ્ટમાંગલિકને અક્ષતથી આલેખતા હતા. હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યો છે, તે પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મેટા મહોત્સવ સમયે લાકડામાં કોતરેલા અષ્ટમાંગલિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં અષ્ટમાંગલિકની ધાતુની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન-કેસર વગેરેથી કરવામાં આવે છે. તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અંખમાંગલિકનાં પૂરેપૂરાં નામ જાણનાર વર્ગ પણ સેંકડે એક ટકો ભાગ્યે જ હશે, તે પછી તે આલેખવાના હેતુઓ-ઉદેશને દયાનમાં રાખીને તેને ઉપયોગ કરનારની તે વાત જ શી? કેઈવિરલ વ્યક્તિઓ હશે પણ ખરી, છતાં પણ આ અષ્ટમાંગલિકને આલેખવાના ઉદેશને લગતી ક૯૫ના “શ્રી આચાર દિનકર નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે, તે અતિ મહત્વની હોઈ તેના ભાવાર્થ સાથે ટૂંકમાં અત્રે આપવી યોગ્ય ધારી છે.' - आत्मालोकविधौ जनोऽपि सकलस्तीनं तपो दुश्चरं
दान ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै तीर्थाधिपस्याप्रतो ।
निर्भयः परमार्थवृत्तिविदुरैः सज्जानिभिर्दर्पणम् ॥१॥ ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાંને કરતો શોભે છે, તે મનુષ્ય જ્યાં સુખપૂર્વક શોભે–પિતાનું દર્શન કરી શકે-એવું દર્પણ પરમાર્થને સમજનાર સદૃજ્ઞાનીઓએ તીર્થકર દેવના આગળ આલેખવું.
जिनेन्द्रपादैः परिपूज्यपृष्ठेरतिप्रभावैरपि संनिकृष्टम् ।
भद्रासनं भद्रकरं जिनेन्द्र पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥ २॥ ભાવાર્થઃ અત્યંત પ્રભાવશાળી, પૂજનીય છે તળિયાં જેમનાં, એવા જિનેશ્વરનાં ચરણે વડે સન્નિકૃષ્ટ-યુક્ત અને કલ્યાણકારી તેમ જ મંગળના શ્રેષ્ઠ પ્રયાગરૂપ એવું ભદ્રાસન જિનેશ્વર ભગવાનના આગળ આલેખવું.
12 gThe Jain Stupa and other Antiquities of Mathura' Plate No.VII & IX by V. A. Smith. ૧૨ જાવાનિt' is-૧૧૮.