________________
મુંબઈ
તેમાં લખેલી બીના ખરી છે. અને શોધખોળ પછી જૈન અને જૈનેત્તર વિદ્વા ના વિદ્વતાભર્યા પુરાવાઓ લઈને જ તે બીના લખવામાં આવી છે. તે વખતે દેશની શું સ્થિતિ હતી, તે આ પુરતક વાંચતાં આંખ આગળ તરી આવતી હોય એમ વાંચકોને થાય છે.
આ પુસ્તક એક અપૂર્વ અતિહાસીક પુસ્તક છે. કિંમત તે પુસ્તકમાં આપેલી બીનાઓ, ઈતિહાસ, ચિત્ર, શિલાલેખો વગેરેની વિગતે મેળવવાની મહેનત અને પ્રયાસ જોતાં મોટી નથી. જૈન અને જૈનેત્તર ઈતિહાસ રસિકોએ તે પિતાની લાઈબ્રેરીમાં અવશ્ય રાખવું જોઈએ.
મુંબઈ સમાચાર (દૈનિક પત્ર)
(૧૨) આજે જ્યારે દેશને સાચે ઈતિહાસ પણ દેશજને માટે દુર્લભ થઈ પડે છે, હિંદના જવાજલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પાઁ પાડી, રાષ્ટનાં સંતાને સમક્ષ હીંદની પરાધીનતાના અને પામરતાના દીવસોનો જ ઉલ્લેખ કરનાર વિદેશીઓએ લખેલો કે પ્રેરેલો ઈતિહાસ ધરવામાં આવેલ છે, તે વખતે પચીસ પચીસ વર્ષના તપને પરીણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનને બની શકે તેટલે અભ્યાસ કરીને, ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીને હજાર વર્ષને ઇતિહાસ આપવાને કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દીશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપગી ગ્રંથને ઈતિહાસના અભ્યાસીઓજ નહિ, પણ તમામ ગુજરાતીઓ વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ. અને એક ગુજરાતી સંશાધક વિદ્વાનની કદર કરી પિતાને શીરેથી બેકદર પણને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ. મુંબઈ
હિંદુસ્તાન અને પ્રજામિત્ર (દૈનિક પત્ર)
(૧૩) ડૉકટર શાહે જે રીતે વસ્તુની રજુઆત કરી છે તે અવશ્ય વિચારણીય અને ચર્ચાસ્પદ છે. તેમણે ન જ દષ્ટિકોણ રજુ કર્યો છે. ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં તે આ પ્રકારનું પુસ્તક પહેલું જ છે અને આવડું મોટું સાહસ ખેડવા માટે લેખક અને પ્રકાશકને અભિનંદન આપીએ છીએ, ગ્રંથ દરેક પુસ્તકાલયમાં શણગારરૂપ થાય એમ છે. અને રાજા રજવાડાઓથી ઉત્તેજન પાત્ર છે. પરિશ્રમ જોતાં આ ગ્રંથની કરાવાયલી કિંમત વધુ કહી શકાય નહીં. અને તેમજ બીજાએ આ ગ્રંથને ઉત્તેજન આપવા નહી ચૂકે એવી આશા છે મુંબઈ
ગુજરાતી (સાપ્તાહિક)
(૧૪) દાકટર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસ પર જે નો પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે, એ ભારતવષય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંદવા છે પિતે લખેલા ઈતિહાસનાં પ્રકરણની ટૂંક પછાન પત્રિકા રૂપે આપીને તેમણે આપણને ખૂબ ઉત્કંઠીત