SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સુધાર થયા પૂર્વે મરણ પામ્યો હોય એમ તો અલ્હાબાદના સ્તંભલેખ ઉપરથી સમજાય છેઃ નહીં તે તે લેખમાંજ તેવા શબ્દ તેના નામની સાથે લખવામાં આવત. તેમ વળી તે સ્તંભલેખ ઉભો કરવામાં આવ્યો હોય (રાજ્યાભિષેક બાદ ૨૬ વર્ષે ઈ. સ. ૫. ૨૬૪) તે પૂર્વેજ મરણ પામ્ય દેખાય છે. સમ્રાટ અશોકનું મરણ ઇ. સ. પુ. ૨૭૧ માં છે. એટલે કે અલ્હાબાદનો સ્તંભલેખ ઉભો કરાવાય તેની આગળ સાત વર્ષે થયું છે. અહીં બે સ્થિતિની સરમાણી કરવી પડે છે. સ્તંભલેખ માં રાણી, કુમાર અને કુંવરીનાં નામ સ્પષ્ટ પણે લખ્યાં છે, જ્યારે મસ્કિના લેખમાં શબ્દ લખીને કેટલીક જગ્યા ખાલી રહેવા દીધી છેઃ તેમ જ બન્નેની કોતરાવનાર તે એકજ વ્યકિત છે. તે પછી આવો ભેદ રાખવાનું કારણ શું? કારણું વિચારતાં એમ અનુમાન કરવું પડે છે કે, અશકની હયાતિમાં જ મસ્કિને લેખ ઉભે કરાવા હશે અને પિતાનો પુત્ર ત્યાં મરણ પામ્યો છે એમ લખવાને બદલે પોતાના દાદાનું જ નામ લખી, પાછળ ના ( તેના પ્રપૌત્ર ) શબ્દ લખાય તેટલી જગ્યા ખાલી રાખી, પ્રિયદર્શિને પિતાનું શરમાળપણું અને પિતામહ પ્રત્યે પોતાની પૂજ્યભુતિ દર્શાવ્યાં છે. જ્યારે અહાબાદ સ્તંભ ઉભો કરવાના સમયે, સમ્રાટ અશોક મરણ પામેલ હોવાથી, પિતાના ઘરાણુનાં નામ ઠામ પણ લખાવ્યાં છે. ( સરખાવે ઉપરમાં સુદર્શન તળાવના પરિશિષ્ટમાં આપેલી નં. ૧ ની દલીલને છેવટને ભાગ) આ સ્થિતિ વ્યાજબી હોય તે કુમારનું મરણ ઈ. સ. પૂ. ૨૭૦ આસપાસ કે. તે પહેલાં નીપજ્યું હોવાનું લેખાય. પછી સવાલ એ થાય છે કે, ત્યાં તે કેમ ગયો હશે? લડાઈ કરવા, કેઈ બળવો સમાવવા કે સગુંવહાલું હોય અને ત્યાં સ્વભાવિક આનંદ ખાતરજ ગયો હશે. મરણ સમયે તેની ઉંમર નાનો હતો એટલે કે બીજી કલ્પના કરતાં તે. ત્યાં સગાં વહાલાને મળવા નિમિત્તે જવું પડ્યું હેય તેજ હજુ યુકિતસરનું ગણાય. તે વળી પ્રશ્ન ઉઠે છે કે, ત્યાં શું સગું હોય! ઉપર નં. ૨ માં તેનું મોસાળ તે સ્થાને હોવાનું અશકય બતાવ્યું છે. એટલે એક સ્થિતિજ ક૫વી રહે છે કે, ત્યાં તેનું મોસાળ તે હશેજ, પણ રાણી ચારૂવાકીનું (કુમાર તિવરની જનેતાનુ) લગ્ન પ્રિયદર્શિન વેરે કલિંગ દેશની છત ઈ. સ. પૂ. ૨૮૧ માં થઈ તે પૂવે થઈ ગયું છે. જ્યારે કલિંગ દેશની છત બાદ જે અંધ્રપતિની કુંવરી પ્રિયદર્શિન વેરે દેવાઈ હેય તે વળી બીજી જ કુંવરી હોવી જોઈએ. એટલે કે ચારૂવાકી તે પણ અંધ્રપતિની દીકરી તે ખરીજ; પણ છઠ્ઠા અંધ્રપતિની બહેન હોય, જ્યારે કલિંગની છત પછી જે કુંવરીને પ્રિયદર્શિન પરણ્યો છે તે સાતમા અંધ્રપતિની બહેન હોય. આ સર્વ કલ્પના છે; સાચું શું હશે તે તે અન્ય ઘટનાઓ મળી આવતાં નિર્ણય બંધાય ત્યારે ખરૂં. બાકી પ્રિયદર્શિને જીતેલા મુલકના રાજકર્તાએની અનેક પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તે હકીકત ધ્યાનમાં લેતાં, ઉપર અનુમાન દેરેલી સ્થિતિ કાંઇ સત્યથી વેગળી હોવાનું બનવા જોગ નથી, કુમાર તિવરનું મરણ કુદરતી સંજોગમાં અને નાની ઉમરમાંજ થયું છે (જુએ ઉપરની નં ૩ દલીલ) એટલે બળવો સમાવવા જતાં કે કોઈ લડાઈ પ્રસંગમાં તેનું મરણ થયું હોય, તે કહપનાજ કાઢી નાંખવી પડે છે. એટલે પૃ. ૩૧૧ માં વર્ણવેલ પ્રિયદર્શિન રાજ્ય બળવો થયાનું લખાણ તથા તેને લગતી ટી. નં. ૧૧૨ માં લખ્યા પ્રમાણે તે આખે પારા રદ થયેલોજ ગણ રહે છે. પૂ. ર૯૯ ઉપર જણાવાયું છે કે, પ્રિયદર્શિ. ની જનેતા, તેના નાના સહેદરના જન્મ પછી સુરતમાંજ મરણ પામી હતી, જ્યારે પૂ. ૩૨૯
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy