________________
પરિચ્છેદ ]
ની દીશા કઈ ?
૩૭e
જે પાછળથી અસ્તિત્વમાં આવે તેને નકલ કહે- વાય. અને તેમાં અસલ તથા નકલની સરખામણી કરીએ ત્યારે અલવાળીનો દરજજે ઉંચે જ ગણો રહે.
ઘણા વિદ્વાનોનું એમ માનવું થઈ રહ્યું છે કે હિંદમાં એટલે આર્યાવર્તામાં જે સંસ્કૃતિ તથા સ્થાપત્ય, શિલ્પ વિગેરે કળાઓ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પ્રસરેલી હતી તે સર્વ મુખ્ય ભાગે ગ્રીસ દેશમાંથી ( Hellenic ) અથવા ઈટલી કે મિસરમાંથી ઉતરી આવેલી હતી. આ મત કેટલે દરજે માનનીય કહી શકાય તેની કેટલીક ચર્ચા ઉપરમાં પૃ. ૩૭૪-૭૬ કરી છે; વળી નીચે ની હકીકત વાંચવાથી તે સમજી શકાશે.
સમ્રાટ પ્રિયદર્શિનના સમય પહેલા ત્રીસ ઇટલી, મિસર કે કઈ પાશ્ચાત્ય દેશ૭૪ જે આર્યાવર્તની સાથે સંસર્ગમાં આવ્યું હોય તે આ પુસ્તકમાં આલેખાયેલ હકીકત પ્રમાણે પ્રથમમાં પ્રથમ સમ્રાટ અશોકના સમયથી જ છે.
જ્યારે વિદ્વાનોની માન્યતા પ્રમાણે અશોકના દાદા સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી છે. પણ એકમાં જેને અશોક કહ્યો છે તેને યે સેંડે કેટસના નામથી સંબોળે છે અને બીજીમાં જેને ચંદ્રગુપ્ત કહ્યો છે તેને પણ સેંડ્રેકેટસના નામથી જ ઓળ• ખાવ્યો છે. એટલે સરવાળે તે બને માન્યતાને આરંભ સમય અને અંતરાળ સમય લગભગ એકજ આવી રહે છે. અને તેવો કાળ બહુ બહુ તે ૭૫ વર્ષને જ ગણી શકાશે. તેમાં ય અલેકઝાંડર-સિકંદરના સમયને સર્વ સત્તાધીશપણાને કાળ ઉપરમાં સાબિત કરી ગયા છીએ
તે પ્રમાણે તે વીસ વર્ષને જ છે૭૫ અને અશોકના સમયે પણ તેટલો જ કાળ છે; જો કે તે તે માત્ર પદવીધારી અમલદારીપણાનો જ કાળ હતે. એટલે કે, આગળ પાછળના વીસ વીસ વર્ષ સત્તાના અને વચ્ચેનાં ત્રીસ વર્ષ લુણાવસ્થાના ગણાય. આવી સ્થિતિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ શું હિંદમાં પોતાની જડ મજબૂત પણ નાંખી શકે ખરી ! આ હકીકત સમય પરત્વે થઈ. હવે સ્થાન પરત્વે વિચારીએ. અલેકઝાંડરના સમયે ગ્રીક સત્તા હિંદના દરેકે દરેક ભાગમાં વ્યાપ્ત બની ગઈ હતી તેમ કહેવું તે વંધ્યાને સંતતિની પ્રાપ્તિ થઈ હતી એમ કહેવા જેવું ગણાય. તેમ અશોકના સમયે અમલદારે ભલે હિંદના ગમે તે ભાગમાં ફરતા રહ્યા હશે, છતાં તે પ્રકારની સંકુચિત સત્તાને લીધે સંસ્કૃતિના પ્રસારમાં તેઓ બહુ કારગર થઈ શકે જ નહીં.
આ પ્રમાણે ગ્રીક સંસ્કૃતિની છાયા આર્યોવત ઉપર કેટલી પડી શકે, તેને સમય અને સ્થાન પર વિચાર કરતાં, તેની તરફેણમાં મજબૂત આધાર માલૂમ પડતું નથી. હવે આપણે તેજ રીતિએ આર્ય સંસ્કૃતિની છાયા, તે દેશો ઉપર કેવી હોઈ શકે તેની તપાસ લઈએ. એટલું તે પુરવાર થયેલ છે કે,9૧ આયોવના શાહ સેદાગરે કરિયાણાનાં વહાણો ભરીને, દૂર દૂરને દેશોમાં વ્યાપારાર્થે જતા; વળી ત્યાં લાંબો વખત રહેતા અને વ્યાપાર ખેડી ત્યાંની કાચી વસ્તુઓ વહાણમાં ભરી ભરીને પાછી સ્વદેશે આવતા. આ પ્રમાણે વેપારીઓ ઉપરા ઉપરી અનેક સંખ્યામાં જતા તેમજ ઘણા કાળથી ૭૭ જતા એટલે
( ૭૪ ) ઇરાન છે કે હિંદની પશ્ચિમ દિશાએ આવેલો છે, છતાં તેને આ કક્ષામાં ગણ્યો નથી; કેમકે એક રીતે ઈરાનની સંસ્કૃતિ હિંદની જ ગણાય છે. એટલે કે પ્રાચીન સમયે ઈરાનની ભૂમિ આર્ય પ્રજાથી વસાયલી હતી: વળી બીજી રીતે, ઇરાન તે એશિયાખંડને ભાગે છે, એટલે તેના રીત રિવાજે યુરેપના કરતાં એશિયાનાને
મળતાં ગણાય, તેથી તેને સમાવેશ પાશ્ચાત્ય દેશમાં લેખાવ્યો નથી.
( ૭૫ ) જુઓ પૃ. ૨૨૭ થી ૨૪૩ની હકીકત.
(૭૬ ) જુઓ પુ. ૧ પૃ. ૨૦ તથા તેની ટીકાએનાં લખાણ.
(૭૭) મિસર દેશમાં આર્ય સંસ્કૃતિને મળતી