________________
પ્રથમ પરિચ્છેદ
ધમાં પ્રવતકાએ કુદરતને સમજી લઈ, માનવતાની કરેલી દારવણી
ટૂંકસાર-કુદરતના ચમત્કાર-મહાપુરૂષોનાં એકથી વધારે સંખ્યામાં થયેલ નિષ્ક્રમણેાના ઇતિહાસ-ખૌદ્ધધર્મના સ્થાપક શ્રી ગૌતમ બુદ્ધના જીવનખનાવના સમયના કરી આપેલ પા નિ ય-જૈનધમ ના ચરમતીથ કર શ્રી મહાવીરના તે તે બનાવના સમયની આપેલી સરખામણી-તે બન્ને મહાપુરૂષોને લગતી અન્ય ઉપયાગી હકીકતાની કોઠારૂપે કરેલી રજુઆત અને તે સંબધી દર્શાવેલા વિચારો-તેમાંથી તારવેલુ પૃથ્થકરણ અને ઉદ્ભવતા પ્રશ્નનોની હારમાળા– ભરતખંડમાં તેમજ તેની બહાર બૌદ્ધધર્મના થયેલ વિસ્તાર અને તેમાં નિમિત્તભૂત કારણેાની તપાસ–મહાપુરૂષોનાં ચ્યવન સમયે તેમની માતાને આવતાં સ્વપ્નાની સમજૂતિવન્ત માન સમયના સર્વાં વ્યવહારિક બંધારણનું ઘડતર-ગણતંત્રની વિશિષ્ટતા અને તે સમયના સિકકાઓ લેખનકળા અને વ્યાકરણના પ્રારંભ-કુદરત અને ૦ચવહારના સબંધ-બ્રાહ્મણ ધમ: વૈદિક ધર્મનુ સાખિત થયેલુ સનાતનપણું—માનવીની ઉત્તમતા તેના જન્મ અને વય કરતાં, તેની સંસ્કૃતિ અને વિદ્યા ઉપર વધારે અવલખાયમાન ગણાય છે, તેનુ પ્રરૂપણ-નજરે પડતા ઘણાં શિલ્પ અને તેનાં દક્ષ્ચા, સિકકાઓ, શિલાલેખા, વર્ણના વિગેરે જે બૌદ્ધધર્મી મનાયા છે તેને લગતા થાકખ ધ મુદ્દાઓની વિચારણા—