________________
૩૦
પ્રિયદર્શિનની
[ ચતુર્થ
પ્રકાશ આ કૃતિઓએ, પ્રાચીન ઇતિહાસના અંધકાર વિદારણમાં ફેંકયો છે તેનું મૂલ્ય પણ ઇતિ- હાસકારોએ ચૂકવવું જ રહે છે એટલે કે તેમાં ઉતારેલ વસ્તુરહસ્યને સંપૂર્ણ ખ્યાલ આપવો જ ઘટે; તે આપણે અત્ર તો સાધનની સંકુચિતતાને અંગે અદા નહીં કરી શકીએ, છતાં તેનું રેખાચિત્ર જે રજુ કરીએ તે પણ ગનીમત લેખાશે.
જે કૃતિઓએ તેની કીતિ જગશકારબનાવી છે તેને ખડકલેખ, શિલાલેખે ( જેને કેટલાક ગ્રંથકારે પર્વતલેખ પણ કહે છે) અને સ્તંભલેખોનું નામ અપાયું છે, તેમાં ખડકલેખના પાછી બે વિભાગ પાડયા છે. જે મેટા ખડકો ઉપર કોતરાયા છે તેને મોટા ખડકલેખો Rock Edicts ( R. E. ) કહ્યા છે અને નાના ખડકે ઉપર લખાયા છે તેને Minor Rock Edicts ( M. R. E. ) કહ્યા છે. અને જેને સ્તંભરૂપે કરવામાં આવ્યા છે તેને સ્તંભલેખ ( Piller Edeits=P. E. ) કહ્યા છે. કઈ પણ ગ્રંથકારે આટલી કૃતિ સિવાય અન્ય કોઈને ઉલ્લેખ કર્યો જ નથી. કારણ એમ સમજાય છે કે, અત્યાર સુધી જે ભૂલ Sandrocottus એટલે ચંદ્રગુપ્ત માની લઈને, ઉપરની સર્વે કતિઓ બૌદ્ધધર્મની અને તેથી સમ્રાટ અશોકની ધારી લેવામાં આવી છે, તે જ ભૂલનું પરિણામ મહારાજા પ્રિયદર્શિનની આ અન્ય કૃતિઓની અવગણના થવાનું અથવા તે તરફ જોઈએ તેટલું લક્ષ ન દેવાયાનું પણ આવ્યું છે, કારણ કે, તેની કઈ કૃતિઓમાં તેના કર્તા તરીકે પિતાનું નામ તે જણાવતાં જ નથી એવું તેનું નિરભિમાન પણું હતું. હજુ લેખમાં તે “ પ્રિયદર્શિન રાજ ” એટલું પણ જણાવ્યું છે જ્યારે તેણે જે પ્રતિમાઓ કે જૈનમંદિર વિગેરે અસંખ્ય પ્રમાણમાં બનાવરાવ્યાં હતાં, છતાં જેમ કોઈ ઠેકાણે એક અક્ષર પણ તેની પ્રશસ્તિરૂપે કયાંય પણ કોતરાવ્યા નથી, તેમજ અન્ય કૃતિઓ જે
આપણે જણાવવાની છે તેમાં પણ તેણે એકે અક્ષર કતરાજ નથી; અને તેથી જગતભરને તે બાબતમાં ગાઢ અંધકાર જ હજુ સુધી દેખાયો છે. બાકી જે કાર્યો આ મહાન સમ્રાટ આપણું ઉપકાર માટે વાસામાં મૂકી ગયો છે તેને વિચાર કરવા બેસીએ છીએ, ત્યારે તે તેનાં આવાં આવાં અનુપમ, અમૂલ્ય તથા અજોડ કૃત્યો માટે મેઢામાંથી “આફરીન-આફરીનનાજ” શબ્દો નીકળી પડ્યા વિના રહેતા નથી.
તે બધી કૃતિઓની કળા વિશે તે આપણે આગળ વિચારવાના છીએ. પણ અત્રે તે તે સર્વેને એક પછી એક અનુક્રમે તપાસીએ કે તેને ઉભી કરવામાં, તેમજ કોતરવામાં, તે સ્થાન, તે વસ્તુ વિગેરે તેણે શા માટે પસંદ કર્યા છે.
સ્થાન વિશે વિચાર કરતાં સૌથી પ્રથમ તે એજ વિચાર ઉદ્ભવે છે કે, શું તેણે પિતાના રાજ્યની હદ બતાવવા પૂર્વક તે ખડક લેખે ઉભા કર્યા હશે? જો કે લગભગ સર્વે વિચાર, શોધકે અત્યાર સુધી તે તેજ અનુમાન ઉપર આવ્યા છે. પણ જે તે અનુમાન નિર્ણય રૂપેજ
સ્વીકારીએ તે પ્રશ્ન એ થાય છે કે, મહિસુર રાજ્યમાં આવેલ સિદ્ધાગિરિ, અને બ્રહ્મગિરિના શિલાલેખેની પણ દક્ષિણે ઠેઠ કન્યાકુમારી સુધી તેના રાજ્યની હદ લંબાઈ હતી, તેમજ પંજાબમાં આવેલ શાહબાદગ્રહી અને અંશેરાના શિલાલેખોની પણ પેલી પાર, ઠેઠ સિરિયાના કિનારા સુધી લંબાયાનું આપણે જોઈએ છીએ, તે પછી ઉપરના અનુમાનને અર્થ શો ? કદાચ દલીલની ખાતર એમ માની લ્યો કે, ઉપર જણાવેલ શિલાલેખોજ તેના રાજ્યની સીમતિ ઉભા કરાવ્યા હતા, અને તેની પેલી પાર તેનું રાજ્યજ નહતું. તે ૫ણુ સહસ્ત્રામ, રૂ૫નાથ અને ભાબા-વિરાટ જેવાં સ્થળે કે જે તેના રાજ્યની હદની અંતર્ગત આવેલાં દેખાય છે, ત્યાં જે શિલાલેખો ઉભા કરવાયા છે તેને બચાવ શી રીતે કરી શકાય તેમ છે. મતલબ કે શિલાલેખ સીમતિ ઉભા