________________
૩૫૦
લોકકલ્યાણના માર્ગે
[ તુતીય
સંપ્રતિની સત્તા-હાક-કબૂલાઈ હતી એમ નિર્વિવાદ ઠરાવી શકાય.
જેમ દેશની ભીતરના જળમાગોને વ્યાપારિક હિત વધારવા માટે ઉપયોગમાં લીધા હતા, તેમ બહારના સમુદ્રમાર્ગો સુધારવા માટે તેમજ મુસાફરી ખેડી અન્ય પ્રદેશ સાથે વેપારી સંબંધ ખીલવી શકાય તે માટે ઉત્તેજન આપ્યું હશેજ. જો કે તેને ઉલેખ કેઈપણ શિલાલેખમાં કે અન્ય પુસ્તકમાંથી મળી આવતા તે નથી જ, છતાં એમ જે હકીકત નીકળે છે કે તે સમયે સ્થળ માગે તે પશ્ચિમ તરફ ઠેઠ ગ્રીસ અને મિસર સાથે અને પૂર્વે–ઉત્તરમાં ચીન સાથે ભારતના વેપારીઓ ઘણી લેવડદેવડ કરતા હતા, તે પ્રકારની બધી પ્રવૃત્તિઓ તે આવા મુકત વ્યાપારને ઉત્તેજન દેવાની વૃત્તિ ધરાવનાર સમ્રાટ ના રાજ્ય અમલના પ્રતાપેજ વિશેષપણે આરંભાઈ
હોય એમ અનુમાન દોરી શકાય.
(૪) રાજકીય સુધારા વિશે તેમજ પ્રજાને અદલ ઇન્સાક મળી રહે તે માટેની તેની કાળજી વિશે અત્રે તે એટલું જ જણાવવું ઠીક પડશે કે આ વિષયમાં પણ તે સદા સાવચેત હતા. એટલું જ નહિ પણ પિતાના અંતઃપુરના અને ખુદ પોતાના સુખચેન કરતાં પણ પ્રજાકલ્યાણને સર્વોપરી અગત્યતા આપતે હતો.૯૦ અને તે માટે પોતે ગમે તે સ્થિતિમાં હોય, અંતઃપુરમાં ખાનગી કામે રોકાયો હોય કે, ભોજન શાળામાં ભેજન લેતે હોય, તો એ પ્રજાની દાદ કે ફરીયાદ તુરતા તુરત પિતાને કાને પહોંચાડવાની ખાસ તકેદારી બધાને આપી દીધી હતી. આ તેની રાજનીતિને એક નાદરમાં નાદર નમુનેજ કહી શકાય. આટલું જણાવી, વિશેષ વિવેચન આપણે રાજ્યવ્યવસ્થાના શિર્ષક નીચે કરીશું.
અરબસ્તાન કે એશિઆઈ માઈનવાળા ભાગમાંથી તેના સિકકા મળી આવ્યા છે કે કેમ તે મારે વિષય નથી. એટલે તપાસ કરી નથી. પણું તે ખાતામાં રસ ધરાવતા વિદ્વાને પ્રકાશ પાડશે એમ
વિનંતિ છે,
(૧૦) આ સાથે હિંદના કેટલાક દેશી રાજાઓનાં જીવન સરખા.
(૧) જીઓ સ્તંભ લેખ,