SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ તેણે લીધેલા [ તૃતીય અગ્નિસ્કંધ, આદિ ચૌદ સ્વખાંનાં દ ઈત્યાદિ જુઓ ખ લે. ૧૪: ૧) એટલે ગમત સાથે જ્ઞાન મળે તેવાં સાધને ઉભાં કરાવ્યાં હતાં. શરીર સુખાકારી સાચવતાં છતાં પણ કદાચ તંદુરસ્તી બગડી જાય છે તેના ઉપચાર માટે, મનુષ્ય અને પશુઓ માટે દવા શાળાઓ, તેમજ લુલાં લંગડાં અને વૃદ્ધ થઈ ગયેલ પશુઓ માટે પાંજરાપિળા સ્થાપી દીધી. તથા ઔષધો પુરતાં મળી શકે તે માટે દેશ પરદેશથી તેવાં ઝાડ, મૂળ, જડીબુટી મંગાવી મંગાવીને સર્વત્ર પાવી દીધી. સ્ત્રીઓ માટે પ્રસુતિગૃહો સ્થાપી, તેમની તથા નાનાં નાનાં . બાળકોની સાર સંભાળ લેવા માટે સ્ત્રી અમલદારે નીમી દીધા. વૃદ્ધ મનુષ્ય જે કંઈ કામકાજ કરી શકે તેમ નહોતા, તેમના ઉદર નિર્વાહ માટે પણ જુદી વ્યવસ્થા કરાવી દીધી. તેવી રીતે જ્યાં જ્યાં આવશ્યકતા લાગી અને તેની ચકર બુદ્ધિએ માર્ગ કરી આપ્યો, ત્યાં ત્યાં પિતાથી બન્યા તેટલા દરેક પ્રકારે પિતાના પ્રજાના સામાજીક કલ્યાણના માર્ગો રાજ્યના પાદરે પૂરા પાડી દીધા, એટલે પ્રજા હરહંમેશ આનંદ અને સંતોષમાંજ રહ્યા કરતી. (૩) આર્થિક-વ્યાપારિક : વ્યાપાર છે તેજ સર્વ સમૃદ્ધિનો જન્મદાતા છે, તે નિયમ તેણે ખૂબ ખૂબ મનમાં ગોખી રાખ્યો હતે. જેથી જુદા જુદા પ્રદેશના ૮૪ વ્યાપારિક સ્થળે, મેટા રસ્તાથી અને રાજમાર્ગોથી જડાવી દીધા. પાકી સડકે બંધાવી દીધી, જેથી ભારબરદારીનાં પ્રાણીઓને પણ વહન કરતાં સૂતર થઈ પડે. વળી તેમને તડકે બહુ ન લાગે તે માટે અમુક અમુક અંતરે મેટાં છાયાવૃક્ષો રોપાવી દીધાં. રસ્તામાં તૃષા લાગે તે તેની છીપ્તિ માટે વાવ કુવા પણ બંધાવી દીધા; વટેમાર્ગને કે વેપારી કાફલાને રાત્રીવાસ કરવાની જરૂર પડે તે તેમની સગવડ માટે પણ વિશ્રામ સ્થાને તેમજ ધર્મશાળાઓ બનાવી દીધાં; અમુક અમુક અંતરે માપદર્શક ખુટા ખેડાવી દીધા; જીર્ણ થઈ ગયેલા રસ્તાઓની મરામત કરાવી દીધી; ઈત્યાદિ ઇત્યાદિ. વળી વેપારની વસ્તુઓ ઉપરની જકાતનાં ધોરણોમાં તથા રૈયત ઉપરના અન્ય કરવેરામાં, જ્યાં જ્યાં સુધારો કરવા ગ્ય લાગ્યો, ત્યાં ત્યાં તે તે પ્રમાણમાં સુધારા પણ કરાવ્યા. આવી રીતે વ્યાપાર વૃદ્ધિનાં સ્થળ માર્ગેજ તરફ જે લક્ષ રાખી, જળમાર્ગો તરફ દુર્લક્ષ રાખે તે તે ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી ન શકાય. માટે મેટી મોટી નદીઓ જે સારાય વર્ષ દરમ્યાન અખૂટ નીરથી વહ્યા કરતી હતી તેમાંથી નાનીમેટી-નહેર-બંધાવી વ્યાપારી પ્રવહણ તથા નાના મોટા મછવાઓને આવજાવના માર્ગ મોકળા કરી આપ્યા તેમજ આવી નહેરોમાંથી, ક્ષેત્રાદિકના પાકને પણ પાણી મળતું રહે તેમ ગોઠવણ કરી આપી. જે લેકે શસક્ત નહોતા તેમનાં ભોજન માટે ભોજન શાળાઓ, મેટા મેટા શહેરમાં ચારે દિશામાં સ્થાપી દીધી. તેમ જ ધર્મોપદેશક કે અન્ય રીતે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરનારાઓ માટે દાનશાળાઓ સ્થાપી દીધી, દાનશાળા અને ભોજનશાળા માટે તે તેને પક્ષપાત પણ હતે. અને પિતાની સીધી દેખરેખ પણ રાખતે. તેમજ અમલદારે ઉપર તે સંબંધમાં ખાસ ફરમાન પણ છેડ્યા હતા. આટલો બધો પક્ષપાત રાખવાનું ( ૮૪ ) દેશ પરદેશના એલચીઓને પણ પિતાના દરબારે નીમવાને આમંત્રણ તેણે કર્યા હતાં. તેમાં વ્યાપારીક તેમજ રાજદ્વારી એમ બંને હેતુ હશે. (૮૫) રાજા અથવા તેના જેવા જવાબદાર પુરૂષના ખરચથી તૈયાર થયેલ જે અહાર તે રાજપીંડ કહેવાય, (૮૬) આર્ય મહાગિરિજીએ તે મ. સં. ૨૪ . સ. ૫. ૨૮૧ માં સ્વર્ગગમન કર્યું છે. જ્યારે આવી સાર્વજનીક દાનશાળાઓ તો મ. સં. ર૪૩ અને ૫૧ વચ્ચે-ઈ. સ. પૂ. ૮૦ થી ૨૭૬ વચ્ચે જ ખૂબખૂબ બંધાવવામાં આવી હતી. એટલે માનવું રહે છે કે, સાર્વજનિક સંસ્થાના પ્રચાર પહેલાં પણ તેણે એવી
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy