SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] જીવન ઉપર અસર ૩૩૭ છે. આમ દરેક સદ્દગુણેમાં તેમજ રાજ્યનીતિમાં તે અદ્વિતીય અને અજોડ જ પૂરવાર થયેલ તથા હમેશાં અમર કીર્તિવંતે ઝળકયાં કરે છે અને ઝળકયાં કરશે. સમ્રાટ અશોકના મરણબાદ (પિતાના રાજ્યા ભિષેકના ૧૯ વર્ષ વીતતાં) ઉતરાવસ્થામાં સુરતમાં જ તેને ફરીને જીવન બીજી વાર નેપાળ જવાની જરૂરત પડી હતી. તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ત્યાંથી પાછા આવીને ઠરી ઠામ બેસી, અત્યાર સુધીમાં સતત ગાળેલી પ્રવૃત છંદગીને થાક ઉતારવામાં શેષ જીવન ગાળ્યું. જો કે, મુસાફરી ઉપર જવાનું તેણે છોડી દીધું હતું, કારણ કે રાજ્યકારભાર તે પરિષદ અને સલાહકાર મંત્રિઓ દ્વારા તેમજ ધારાધોરણ અને કાયદાઓને અનુસરીને શાસનપત્રિકાઓ કાઢી, પ્રાંતિક સૂબા-વહીવટદાર મારફત બધો ચલાવાતું હતું અને તેમના તરફથી વળતે ઇન્તખાબ પણ ઠરાવેલ ઘારણે સમયસર અને પદ્ધતિ પૂર્વક શહેનશાહની નિગાહમાં રહેવા પેશ થયા જ કરતા હતા, એટલે પિતાને ખુદને આગળની માફક ત્યાં સુધી પ્રયાણ કરવાની જરૂર રહેતી નહોતી. છતાં, અવંતિમાં બેઠા બેઠા રાજ્યકારભાર ચલાવવા ઉપરાંત, ધર્મ પ્રચારક પ્રવૃત્તિનું કામ પણ તેટલાજ જોરથી–વેગથી ચલાવ્યા કરતે હતો. (૫૪) રાજકીય કારણસર કયાંય નીકળતે નહિ છતાં પિતાના ધર્મ પ્રચાર માટે તે તે એટલો બધે ફના થઈ જતો હતો કે ગમે તે જોખમે ગમે ત્યાં અને ગમે તે વખતે જવા તે તૈયાર જ હતે. ( કારણ કે તે આ જીવનમાં ઋદ્ધિ, સિદ્ધિ કે વૃદ્ધિ જે પામ્યો હતો તે સર્વ પિતે ગત જીવનના અંતમાં વળ ત્રણ દિવસની ધર્મ આરાધના કરવાના ફળરૂપે જ છે, એમ પિતાને જાતિ સ્મરણ જ્ઞાનથી તેમજ સ્વગુરૂ વચનથી ખાત્રી થઈ ગઈ હતી ) એટલે કલિંગની જીત મેળવ્યા બાદ જ્યાં જ્યાં તે ચડાઈ લઈ ગયા છે તે સર્વ ધર્મ પ્રચારાર્થે જ છે એમ સમજવાનું રહે છે. ૪૩ તેમ મહામાત્રાઓ પણ બીજી બાજુથી ધર્મોપદેશકનું કાર્ય પોતપોતાના નિયત કરેલા ક્ષેત્રમાં કયાંજ કરતા હતા. એટલે મહારાજાએ પોતે વિચાર કર્યો કે, આ બધે ઉપદેશ તે મુખદ્વારા અપાયા કરે છે અને તેને લાભ તો માત્ર તેના શ્રવણ કરનારાઓને જ મળે છે. માટે મારે કે એવો ઉપાય કરો કે જેથી ઉપર જણાવ્યા પ્રમાણે જેઓને લાભ અપાયા કરે છે તેથી પણ વિશેષ સંખ્યાને લાભ મળે. એટલે તેણે ખડક અને શિલાલેખો ઊભા કરીને તે ઉપર ધર્મોપદેશ કોતરાવવાની યોજના ઘડી કાઢી હોય એમ દેખાય છે, તેમાં શું હેતુ હતો, તથા કયાં સ્થળા, અને શા માટે તે પસંદ કરવામાં આવ્યાં તેની સમજાતિ માટે ખડક અને શિલાલેખ શબ્દ આગળ જુઓ. આ કામ તેણે પોતાના રાજયાભિષેક બાદ લગભગ છવીસ વર્ષ વીતી ગયે૫૫ શરૂ કર્યું હોય એમ સમજાય છે. ( મ.સં. ૨૬૩=ઈ. સ. પૂ. ૨૬૪.) આવા ખડક અને શિલાલેખો કોતરાવ્યા ઉપરાંત તેણે પિતાના પૂજ્ય પૂર્વજોની પ્રચંડ પાષાણુ પ્રતિમાઓ, શિલ્પ કળાની દૃષ્ટિને જરા પણ અલગ કર્યા સિવાય ઘડાવરાવી હતી. (જુઓ પ્રચંડ પ્રતિમા શબ્દ) તેમને ધમ પ્રચારના કાર્યમાં પણ ઉપયોગી થાય તે લક્ષ્ય ધ્યાનમાં રાખીને યથાસ્થાને ઉભી કરાવરાવી દીધી હોય એમ સમજાય છે. આમ કરતાં કરતાં વળી બીજાં બેથી ત્રણ વર્ષને ( ૫૫ ) એટલે કે સમ્રાટ અશોકનું મરણ પિતાના રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષે થયું છે. તે પછી પાંચેક વર્ષ સુધી મહામાત્રાએ નીમીને પ્રચાર કાર્યમાં પ્રથમ હપતે પૂરો કર્યો. અને હવે છવીસમે વર્ષે આ શિલાલેખ વડે પ્રચાર કાર્ય હાથ ધર્યું” ( પાંચ પાંચ વર્ષે જે મુસાફરી કરવાનું ધમ્મ મહામાત્રાઓને જણવાયું છે તે સમય નિર્માણનું કારણ પણ, કદાચ આ પ્રમાણે પોતે ધર્મ પ્રવૃત્તિ આદરી હતી તેને અનુકુળ કરવા પૂરતું હોય એમ સમજાય છે.) સરખાવો નીચેની ટી. ૮૧. (૫૬) જુઓ આગળના પરિચ્છેદે પ્રચંડકાય મૂતિઓના પારાગાફે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy