________________
ચતુર્થ પરિચ્છેદ–પશ્ચાતાપનાં આંસુથી ઘવાએલું હૃદય પ્રિયદર્શિનને ઘણાં રૂડાં કાર્યો કરવા પ્રેરે છે. તેનાં સ્મરણ રૂપ કંઈક સ્તૂપ, મંડપ, મંદિરે, ધર્મશાળાઓ, કુવા, વા, શિલાલેખે, રસ્તાઓ, દેવળે આજે ય તેના સાક્ષી બની ઉભાં હેય તેમ લાગે છે.
પંચમ પરિચ્છેદ–ગુરૂ ઉપદેશથી ભિંજાયેલે રાજા ચંદ્રગુપ્ત ગિરનારજીની યાત્રાએ ગયા છે. અને પિતાની ઉપસ્થિતિમાંજ, તે પર્વતની તળેટીમાં સુદર્શન તળાવ બંધાવતે નજરે પડે છે. મજુરો બંદ બાધતાં અને જળતરંગ હિલેાળા ખાતાં દેખાય છે.
નકશા
દરેક વંશનું વૃત્તાંત પૂર્ણ થતાં, તેના પ્રત્યેક રાજવીને રાજ્ય વિસ્તાર દર્શાવતે નકશો આપી, દિગ્દર્શન કરાવવાની પ્રથા દાખલ કરી છે. તે આ પુસ્તકે કયાંય નજરે પડતી નથી કેમકે હજુ મૌર્યવંશનું વૃત્તાંત ચાલે છે. ત્રીજા પુસ્તકના પ્રથમના બે પરિચછે તેને લગતા થશે એમ ધરાય છે. એટલે બીજા પરિચ્છેદમાં નકશા આપવામાં આવશે.