SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પરિસ્થિતિના [ દ્વિતીય પાંચ છ વર્ષને સમય વ્યતીત થઈ ગયો છે. તેમ ત્યાંની બધી સ્થિતિ દેવપાળના કાબૂમાં પણ આવી ગઈ હતી તેમ કલ્પી શકાય. વળી તિબેટના ઇતિહાસથી એમ પણ જણાયું છે કે, ત્યાંની રાજધાનીનું દેવપટ્ટણ વસાવવું પડયું હતું. અને તે સમ્રાટ પ્રિયદર્શિને બીજી મુલાકાત વેળાએ કર્યું દેખાય છે. એટલે રાજનગર જેવું નગર વસાવતી વખતે, જેમ તે પ્રદેશને રાજા દેવપાળ હાજર રહે, તેમ રાજરાણી એટલે ચારમતી પણુ, નગરના ખાત મૂહૂર્ત સમયે હાજર હોય તે વધારે શેભાગદ લેખાય તે સમજી શકાય તેવું છે. તેમ પરણાવેલ પુત્રીને લાંબા વખત સુધી પિયરમાં–એટલે પ્રિયદર્શિનના ઘર આગળરાખવા કરતાં-દેવપાળના ઘરેજ મોકલી દેવાનું શાસ્ત્રાનુગ કહેવાય. આવા આવા વિચારથી પ્રિયદશિને પિતાની પુત્રીને પિતાની સાથે લીધી હતી. તેમ પિતાની સાથે લઈ જવી તેના કરતાં તેવડે દૂર મોકલાવવામાં બીજો વધારે સારે સાથ કયો ગણાય? મતલબ કે આપણે જે સ્થિતિ કલ્પી છે તે સર્વને બરોબર સુમેળ જામે છે. અનેક દેવાલયો. મઠ વિગેરે ધાર્મિક સંસ્થાઓ તેમણે બનાવ્યાનું નજરે પડે છે. તે હકીકત જ પુરવાર કરે છે કે, દેવપાળ અને ચારૂમતીને રાજ્યકાળ ત્યાં લાંબો સમય ચાલ્યો હોવા જોઈએ. આ સંજોગોમાં બળ જગ્યાની અને દેવપાળ મરણ પામ્યો હોવાની કલ્પના જતી કરવી જ રહે છે. બાકી ચારૂતીએ પિતાના ધર્મની દીક્ષા લીધાનું જણાવાયું છે કે, પોતાના રાજ્ય વહીવટના સમય દરમ્યાન સધવા અવસ્થામાં પણ બની શકે તેમ છે, તેમ દેવપાળના સદગત થયા પછી વિધવા અવસ્થામાં પણ બની શકે તેમ છે. આ બેમાંથી કેવા સંજોગોમાં તેણીએ દીક્ષા લીધી હતી તે હાલ તે મજબૂત પુરાવાના અભાવે આપણે નિશ્ચયપૂર્વક ઉચારી શકીએ તેમ નથી. હવે પાછા વળતાં પોતાને જે એકાકી પાછા ફરવું પડયું છે. તેનાં કારણની કલ્પના બેસારતાં, ત્યાં નેપાળમાં હુલડ કે બળવો થયાની કલ્પના કરી છે અને તે બળવામાં ત્યાં દેવપાળ કુમાર મરણ પામ્યો હોય કે જેથી વિધવા બનેલી ચારૂમતીએ દીક્ષા લીધી હોય એટલે પ્રિયદર્શિનને એકાકી જ આવવું પડયું હોય. એક આ કપના ને બીજી કહપના એમ કરી છે કે, દેવપાળ સાથે ચારૂમતી તે ત્યાં લાબો કાળજ રહી છે. પણ સાથે પુત્રી લઈને પાછા આવવાનું કારણ નહેતું કેમકે તેણીને તેણીના પતિની પાસે જ રહેવાનું હતું. તેમ વળી હવે તે, તે એક મોટા પ્રદેશની રાણી બની હતી કે જેથી મુખ્યતાએ તેના મુલકમાંજ તે રહે તે પ્રજાને પણ મન ગમતું તત્ત્વ કહી શકાય. તેમ નગર વસાવ્યા બાદ પણ જ્યારે સમ્રાટ અશોકનું મરણ ઇ. સ. પૂ. ૨૭૦-૧ માં ( જુઓ તેના ચરિત્રે ) નેધાયાનું જણાયું છે તેમ સમ્રાટ પ્રિયદર્શિને ખડક લેખો ઉભા કરાવ્યાનાં સ્થાન પરત્વે અમુક દષ્ટિબિંદુ રાખીને જ કામ લીધું છે એવું આપણને માલૂમ પડે છે ( જુઓ આગળના પરિચ્છેદે ), તેમ સહસ્ત્રામના લેખમાં આ ઇ. સ. ૫. ૨૭૦-૧=મ, સં. ૨૫૬ ને જે આંક મળતો આવે છે, તેવી આંક સંખ્યાને ઉલ્લેખ પણ છેઃ એમ બધી વસ્તુ સ્થિતિ એકદમ મળતી થઈ જાય છે. તેમ વળી શિલાલેખી પુરાવામાં ૨૦માં વર્ષે નેપાળની બીજી વખતની મુલાકાત થયાનું નીકળે છે અને ત્યાંથી પાછા ફર્યાનું જણાયું છે. વળી તે વીસમું વર્ષ એટલે ઈ. સ. પૂ. ૨૭૦ ની સાલ પાછી આવીને ઉભી રહે છે. તેમ સમ્રાટ અશેક ઉપર ગાઢ પ્રેમ હોય તે પણ સ્વભાવિક જ છે. એટલે કાં અશોકના ભર મંદવાડના કે તેના મરણના સમાચાર સાંભળીને તેને એકદમ પાછું વળવું પડયું હોય તેમ જણાય છે. વધારે સંભવ મરણ પામવા તરફ ઢળે છે, કેમકે નેપાળની હદના શિલાલેખમાંની એક હકીકતને આધારે
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy