SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રિયદર્શિનનો [દ્વિતીય . વિક રીતે એમ જ અનુમાન કરી શકાય છે કે, યુવરાજની માતા વળી જુદી જ હોવી જોઈએ. આ પ્રમાણે ઇતિહાસની સામગ્રીનું તારવણ કરતાં યે પાંચ રાણીની સંખ્યા તે સહે જ સાબિતી કરી શકાય છે જ. એટલે બધા સંજોગો જતાં તેને ઘણી રાણીઓ૮ હતી એટલું જ હાલ તે જણાવીને આપણે આ વિષય અહીં છોડી દઈશું. - પુત્રપુત્રીઓ –જે કલ્પના રાણીઓની સંખ્યા માટે ઘટાવવી પડે છે તેજ પુત્ર પુત્રીઓની સંખ્યા માટે પણ લાગુ પડે છે. છતાં જે બે ચાર નામને સ્પષ્ટ પણે ઉલ્લેખ મળી આવે છે તેને જ માત્ર નિર્દેશ અને કરીશું. યુવરાજનું નામ વૃષસન હતું. તે પટરાણીના પેટે જન્મે નહેત એમ અનુમાન કરવું પડે છે. તિબેટ ગ્રંથના આધારે જણાય છે કે, કમાર વૃષસેનને સિંધની૫૦ પેલી પારના પ્રદેશ ઉપર સૂબા તરીકે નિયત કરવામાં આવ્યો હતે. અને પુરાણ ગ્રંથમાં જે મૌર્યવંશી રાજકર્તાઓની વંશાવળી અપાયેલી છે તેમાં પણ આ નામને સમાવેશ થતો જણાય છે. એટલે એમ પણ ધારવું રહે છે કે, રાજા પ્રિયદર્શિનની પછી તેના ઉત્તરાધિકારી તરીકે કુમાર વૃષસેન જ૫૧ ઉર્જન પતિ તરીકે વિરાછત થયો હતો. બીજા એક કુમારનું નામ તિવર નજરે પડે છે. તે અને કુંવરી ચારૂમતી અને સગાં ભાઈ બહેન હોય અને રાણી ચારૂવાકીના પેટે જન્મેલાં સંતાને હેય એમ સ્તંભલેખ ઉપરથી નિશંકપણે સમજાય છે. આ કુંવરી ચારૂમતીને અન્ય ક્ષત્રિય કુળદીપક કુમાર દેવપાળ વેરે પરણાવી હતી. જે આપણે આગળના પૃષ્ઠ જોઈ શકીશું. આ ઉપરાંત ખડક લેખે ઉપરથી માલૂમ પડે છે કે, તેણે પોતાના રાજ્યના અતિ વિસ્તારને લીધે સુવ્યવસ્થિત રાજકારેબાર ચલાવી શકાય તે નિમતે, નાના મોટા પ્રાંતમાં વહેંચણી કરી નાંખી હતી. અને આવા પ્રાંતના સૂબા તરીકે, પોતાના રાજકુટુંબી સગાંઓ તેમજ નબીરાઓને તેમાંના કેટલાક જોખમદાર ગણાતા વિભાગે ઉપર નિયત કર્યા હતા; કે જેઓને તેણે શિલાલેખમાં, દેવકુમાર તરીકે સંબોધ્યા છે. આ દેવકુમારમાંના સર્વે કે તેમને મેટો ભાગ સમ્રાટના પુત્રો કે ભત્રીજાઓ જ હશે એમ તે આપણે કહી શકીએ તેમ નથી જ; પણ એકદમ બહુ નજીકના સગપણની ગાંઠથી રાજકુટુંબ સાથે જોડાયેલા હશે તેટલું તે એકકસ જ છે. તેથી હાલ તે આપણે પુત્રોની સંખ્યાનું વિવેચન કરતાં તેમની માત્ર ઉડતી નોંધ જ લેવી રહે છે. આવા દેવકુમારોમાં જેઓ પ્રાંતિના સૂબાપદે નીમાયા હતા૫ક તે પ્રતિમાંના કેટલાકનાં ૫૪ (૪૮ ) ઉપરમાં પૃ. ૨૧૬ તથા તેની ટી. નં. ૪૮ સરખા. (૪૯) જન્મથી યુવરાજ મહેતા ( સરખા ઉપરની ટી. ૪૧માં તિબલની હકીકત) પણ યુવરાજનું મરણ થતાં તે યુવરાજપદે આવ્યો લાગે છે. ( જુઓ ખડક્લેખમાં; કુમાર સુમનના મરણ વિશે આગળ ઉપર શાહબાઝગહી અને મશેરાની હકીકતમાં). (૫૦ ) સિંધ નહી પણ સિંધુ (અથવા કહે કે, બંનેને અર્થ લગભગ એકજ થાય છે.) નદીની પેલી પારનો પ્રદેશ એમ જોઈએ, કારણ કે અફગાનિસ્તાનવાળા પ્રદેશના સૂબાપદે તે હતો એમ પણ હકીકત ઉપરથી તારવી શકાય છે; ( ૫ ) જુઓ પૃ. ૨૧૨ ઉપરની વંશાવળી. ( ૧૨ ) તવરનું ખરૂં નામ શું હશે તે આપને ખબર નથી એટલે તે વિશે વિશેષ કહી શકતા નથી: કદાચ બીજું નામ ધારણ કરીને ઉજૈનપતિ પણ થયે હેય: બાકી તેને કૌશંબી-અલ્હાબાદના સ્તંભલેખ વાળા પ્રદેશમાં, સૂબાપદે નીમ્યો હશે એમ તે વધારે સંભવિત છેજ. (સરખાવો ટીક નં. ૪૧) - (૫૩) ભાં. અશેકપૃ. ૪૯, ૫૦–પ્રાંતના સૂબા તરીકે કુમારને નીમવામાં આવ્યા હતા-- “ Kumaras appointed as governors of the provinces ” ( ૫૪ ) જુઓ આગળના ચતુર્થ પરિ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy