________________
ર૭૦.
અશોકવન
[ પ્રથમ
કર્યો હતે.૮૭ પણ તેમાં પ્રથમ બહુ શ્રદ્ધાવાન હોય તેમ જણાયું નથી; ઉલટું, જેમ જેમ રાણી તિષ્યરક્ષિતાની સાથેની પરણેતર જીંદગીને પરિચય વધતો ગયો, તેમ તેમ તેની આંખ ઉઘડતી ગઈ અને જ્યારે તે રાણીને તેના દુષ્પરિત્રને લીધે જીવતી બાળી નાંખી ત્યારે તે તેને તે ધર્મ ઉપરથી ( કદાચ તેના ધર્મ ગુરૂએ ઉપરથી પણ હશે) આસ્તા કાંઈક ડગમગુ થઈ જવા | પામી હતી. તેવામાં તેના સહોદર અને પ્રિય બાંધવ તિસ્સાનું મરણ થતાં, તે સંસારથી પણ વિહલ બની ગયો. આ પ્રમાણે તેના મનની ઢચુપચુ
અને વ્યગ્ર સ્થિતિમાં, બૌદ્ધધર્મ ઉપર વેર વાળવા જેવી મનોદશાથી તેણે નરકાલય ઉભું કર્યું. છતાં તેની દારૂણ યાતનાઓથી પણ જ્યારે તેના મનને શાંતિ ન વળી, ત્યારે તે તેના ક્રોધે ઉલટી માજા મૂકવા માંડી હતી. (આ વખતેજ તેણે સિકદરના સરદારની પણ કલ કરી નાંખી હોય એમ સંભવે છે.૮૮ અને ખરેખર તેમજ હતું. જુઓ પૃ. ૨૪૧ ઉપર ઈ. સ. પૂ. ૩૧૭ના બળવાવાળી હકીકત) અને બૌદ્ધ ધર્મ ઉપર કાંઈક તિરસ્કાર પણ પેદા થયો હશે. એટલે સંભવ છે કે તેણે, તિષ્યરક્ષિતાના પેટે જન્મેલ પોતાની પુત્રી સંધ
તરીકે ઓળખાતો કેમકે તેના કૃત્ય કૃર હતાં; પણ પાછળથી તેનાં કૃત્યો શુભવૃત્તિવાળાં હોઇને તે ધર્માશોક =ધમ અશોક તરીકે ઓળખાવા લાગ્યો હત; આ વાકય ઉપર કનિંગહામ સાહેબ ટીકા કરતાં પોતાના જિલ્લા ટપ્સનામના પુસ્તકમાં જણાવે છે કે – Mahawamsha places this change of name and character in the 7th year of Asoka's reign ( coronation Gar) and his conversion already in the 4th year ( 2461* reign જોઈએ): these dates can not be. reconciled with the epigraphical ones & must be erroneous=અશોકના નામમાં અને ચારિત્ર ત્રમાં ચંડાશક તરીકેના નામમાં ફેરફાર સમજ, નહી કે ધમશાકના નામમાં; જે આ ફેરફાર થયા છે તે મહા વંશની કથા પ્રમાણે તેના રાજયના ( રાજયાભિષેક બાદ જોઈએ ) સાતમા વર્ષે ( જુઓ ઉપરની ટીકા ૫૭) અને તેના ધર્મ પલટાની હકીકત તેના રાજયના ( ગાદી બેઠા પછી ) ચેથા વર્ષે બનવા પામ્યાં છે. આ તારીખે શિલાલેખમાં દર્શાવેલ સમય સાથે બંધબેસતી નથી. અને તેથી તે ભૂલભરેલી હશે એમ સમજાય છે તમારી તરફની ટીકા: કયાંથી મળે, કારણ કે મહાવંશની હકીકત સમ્રાટ અશોકને લગતી છે, જયારે શિલાલેખની હકીકત સમ્રાટ પ્રિયદર્શિનને લગતી છે. અને બન્ને વ્યકિતઓજ ભિન્ન છે. એટલે એકની હકીકત બીજાને બંધબેસ્તી આવેજ શી રીતે ? બન્ને વ્યકિતઓ ભિન્ન છે, તે માટેના કારણેમાં આ
હકીકત પણ એક સબળ પુરાવારૂપ ગણાવી શકાશે. આ હકીકત આગળ ઉપર આ પરિચ્છેદના અંતે વર્ણવવામાં આવનાર “પ્રિયદર્શિન અને અશોક ભિન્ન ભિન્ન છે” વાળા પારિગ્રાફમાં જોડીને વાંચવી.
( ૮૭) -ધર્મ બદલ્યો ” તે શબ્દજ એમ સૂચન કરે છે કે, અગાઉ તે બૌદ્ધ ધમ સિવાયને ધર્મ પાળનાર હતા. એટલે વૈદિક હોય કે જૈન ધર્માનુયાયી. પણ આપણે જોઈ ગયા છીએ કે, તેને પિતામહ સમ્રાટ ચંદ્રઢપ્ત અને પિતા બિંદુસાર બને જૈન ધમી હતા. એટલે સમ્રાટ અશોક પણ પ્રથમ તે જૈનધર્માનુયાયી જ હશે (ઉપરની ટી. નં. ૮૫ ની પેટા ટીક નં. ૩ તથા ૪ જુએ: તથા સરખા તે જ ટીકાની પેટા ટીકા નં. ૧, ૨ અને ૫: એટલે તુરત તેના સમયને પાકે ખ્યાલ આવી જશે.
અહીં જૈનધર્મના આચાર્યોની ક્રિયાત્મક નગૃતિ વિશે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, આ સમયે ઈ. સ, પૂ. ૩૨૭=મ. સ. ૨૦૦ ( જ્યારે અશોકે ધમ પરિવર્તન કર્યું છે ત્યારે ) આચાર્ય શ્રી સ્થૂલભદ્રની શાસન સત્તા હતી, તે અશોક જેવો સમર્થ પુરૂષ જૈન ધર્મને ત્યાગ કરે તે સમયે શું સ્થૂલભદ્રજીએ તેને સમજાવવા પ્રયત્ન નહીં કર્યો હોય ! અનુમાન કરાય છે કે કર્યો પણ હશે જ અને કરે પણ ખરા જ. છતાં બે સ્થિતિ વિચારવા રૂપ છે. (૧) સ્થૂલભદ્રજીની ઉપસ્થિતિ આ સમયે બિહાર એટકે મગધ દેશ તરફ હતી જ્યારે અશોકે ધર્મ પલટ અવંતિમાં કરેલ છે એટલે કદાચ સ્થૂલભદ્રજી લાચાર બન્યા હોય અથવા તો પિતાને