SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. પહેલા ચાર વર્ષ ૨૫૩ થઈ ગયો, અને સિકંદરશાહની દરખાસ્તને જ રાએ મચક આપી નહીં. એટલે સકંદરશાહ પોતે અત્યારે તે યજમાન છે, અને અશોકને પોતે જ તેડાવ્યો છે માટે પિતા તરફથી કાંઈ પણ ઉદ્ધત પગલું ભરવું ન જોઈએ, તે સ્થિતિનું ભાન ભૂલી ગયો અને તુમાખીમાં ને તુમાખીમાં પિતાના માણસને હુકમ૧૯ ફરમાવી દીધો કે “તેને પકડે અને તલવારથી મારી નાંખે.” આ ઉપરથી મહારાજ અશોક તુરત જ પોતાની સ્થિતિ કળી ગયો. અને જેટલા જોરથી નસાય તેટલા જોરથી નાઠા. એટલે પૂરપાટ દોડયો, કે, થોડી વારમાં તે તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો અને થોડાક કલાકની મજલથી થાકી લોટ પોટ થઇ જઇ, કેઈ પાછળ આવતું નથી એમ ખાત્રી કરી, એક મોટા વૃક્ષની છાયામાં આરામ લેવા બેઠઃ એક તો થાક, બીજી નિરાશા અને ત્રીજી દેહચિંતા એમ અનેક આવરણથી ઘેરાયેલો તે સહજ વારમાં, તે વૃક્ષ તળે જ વનરાજીના પવનની શીતળ લહેરમાં નિદ્રાધીન થઈ ગયો અને નસકોરાં ઘરડવા લાગ્યો. તેટલામાં દૈવયોગે એક મહાન કેસરીસિંહ તે જગ્યાએ વનમાંથી ચાલતા ચાલતે આવી ચડે, અને જાણે તે સૂતેલ પથિકની સાથે ગેલ કરતે હેય, તેમ પૂછડાને ઉલાળ અને વાંક દે, તેના શરીરે વળેલો પરસેવે પોતાની જીભથી ચાટવા મંડ. પૂર ચાટી રહ્યો એટલે સૂતેલ મુસાફરને કાંઈ પણ ઈજા કર્યા વિના તે વનરાજ પિતાના માર્ગે ચાલી નીકળ્યો. પાછળથી મુસાફર-રાજા અશોક જાગ્યો અને આળસ મરડી, નજર નાંખીને જરા દૂર જોયું તે આગળ ચાલ્યા જતાં સિંહરાજને જોયો. પોતે કઈ સ્થિતિમાં મૂકાયો હશે તેને વિચાર તરત જ તેની કલ્પનામાં તરવરી રહ્યા. સિંહરાજ જેવા વિકરાળ પશુએ પિતાને તદ્દન સહી સલામત છેડી દીધેલો જોઈ, નજીકના ભવિષ્યમાં જ પિતાને કેાઈ મહાન લાભ પ્રાપ્ત થવાનું નિર્માયું લાગે છે, એમ હૃદયમાં સંતોષ અનુભવવા લાગ્યો. આ પ્રમાણેના કુદરત પ્રણીત બનાવથી રાજા અશોક ઉત્તેજીત થયો અને પગમાં જેર મળવાથી ઉઠીને ઉતાવળે પગે પિતાના રસ્તે પડઃ કાળે કરીને તે રાજનગરે પહેર્યો. અને ત્યાં તેને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ પ્રમાણે રાજપદ મળ્યા પછી, ગાદી ઉપર અભિષિત થવાની ક્રિયા થવામાં જે ચાર વરસનું ૨૦ અંતર પડયું છે. તેનાં મુખ્ય કારણો શું હતાં–ને હવે સમજી શકાશે અવંતિના સૂબાપદે મગધ દેશના યુવરાજનેજ નીમાવા તરીકે જે ગાદી પહેલાનું ચાલ્યો આવતે હોય, તે કેવા સંજોગોમાં કુમાર અશોકને તે પદે નિયુકત કરી, તે રિવાજો ભંગ કરવામાં આવ્યું હતું તે આપણે તપાસી ગયા છીએ. આ નીમણુક જ્યારે અશોકની પોતાની ઉમર ૧૪ વર્ષની હતી૨૧ ઉતારવામાં આવ્યો છે તે તથા તેની ટીકાઓમાં કરેલું વિવરણ જુઓ ( ૨૦ ) ભાંડારકર કૃત અશોક પૂ. ૧૦:- અશોક નો રાજ્યાભિષેક ચાર વર્ષ લંબાય તે ભાઈઓની કલમાં નહીં, પણ મુદ્દતે નહીં હોય, તેમ પંજાબના સરદારને બેસાડી દેવામાં તથા સિકંદરને સામને કરવામાં પણ ગયા હતા. આ જ મત છે. હી. ક. પુ. ૫. ૧૯૨૯ 'પૃ. ૯ માં બતાવાય છે, ( ૨૧ ) તે સમયે ૧૪ વર્ષની વયને, ઉમરે પહોંચવાની હદ ગણવામાં આવતી. તેના અનેક દષ્ટાંતે ઇતિહાસનાં પાનેથી મળી આવે છે : જેમાંના કેટલાંક નીચે પ્રમાણે ( ૧ ) મહાવીરનું લગ્ન ૧૪ મે વર્ષે થયું હતું. ( ૨ ) શ્રેણિક પિત, અભયકુમારની માતા સાથે બેનાતટ નગર ૧૩ વર્ષેજ પર હતો અને પંદરમાં વરસે ગાદીએ બેઠો હતો. ( ૩ ) બિંદુસાર પણ ૧૪ વરસે પર છે અને ગાદીએ બેઠો છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy