SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ચાણકયજીનો [ ષષ્ટમ ઝરણું, આમ તેમ વાંકા ટૂંકા અફળાતાં પછડાતાં રહીને, કાંઈક મોટું સ્વરૂપ-વહન ધારણ કરે છે, તે પ્રદેશમાં તે આવેલું છે. ત્યાં આગળ સાતપૂડા પર્વતની નાની નાની અલગારરૂપે જે કરડેભેખડો ઉભી રહી છે, તેમાંની કેટલીક “ વેત આરસ ”ની અથવા તે તેની મિસાલના પત્થરની બનેલી છે. એટલે તે આ પ્રદેશ ત–શુકલ રંગને જ દેખાય છે. વળી સાતપુડા પર્વતની ખી હોવાથી, તેને ગિરિકંદરાવાળા પણ કહી શકાય. તેમજ, ત્યાંથી થોડે છેટેજ તે પ્રદેશમાં, સમ્રાટ પ્રિયદર્શિનવાળા રૂપનાથને ખક લેખ આવી રહેલ છે. તેમજ શિશુનાગવંશી રાજા અજાતશત્રુની રાજધાની ચંપાનગરી, ૨૪ કે જે પ્રથમ અંગદેશના રાજા દધિવાહનની રાજ્યધાની હતી૫ અને જેને વત્સાધિપતી રાજા શતાનિકે લૂંટી કરીને ભગ્નાવશેષ કરી નાંખી હતી તથા જે પ્રાચીન સમયે, જૈનેના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યના જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ એમ ચારે બનાવના સ્થાનરૂપ-તીર્થરૂપ-જૈન સંપ્રદાયને માનનીય તીર્થ થઈ પડયું હતું. તે ચંપાનગરીનું સ્થાન ૮ પણ આ પ્રદેશમાંજ આવેલું છે. એટલે વિંધ્યા પર્વતના આ પાર્વતીય પ્રદેશને જૈન, સંપ્રદાયના એક મહાન તીર્થ તરીકે ઓળખવામાં જરાએ સંકોચ વેઠવું પડે તેમ નથી. વળી ચાણકય પોતે જૈન ધર્મી હતું એમ પણ આપણે જણાવી ગયા છીએ. તેમજ તે પ્રદેશ તે સમયે, તેના સ્વામી એવા મગધ સમ્રાટ બિંદુસારની હકુમતમાં પણ આવેલ હતું. એટલે ત્યાં જઈને નિવાસ કરવા માટે તેને કાંઈ અડચણ રૂપ નહતું જ. ઉલટું સર્વ પ્રકારે સગવડતા સચવાય તેમ હતું. એટલે આ સર્વ પ્રકારના સંજોગોને વિચાર કરતાં, એમ લગભગ નિર્ણય ઉપર આવી જવાય છે કે, જે શુકલતીર્થ ચાણકયજીએ પોતાના અંતિમ દિવસ પસાર કર્યા હતા, તે આ સ્થાન જ હોવું જોઈએ. વળી આ સેવાસા ઠરાવ ઉપર આવેલ નિર્ણયને એક બીજી રીતે સમર્થન પણ મળે છે. તે એમ છે કે આ સ્થાન ઉપર એક ગંજાવર કદની મૂતિ-જેને ઇતિહાસકારોએ ઇગ્રેન જીમાં colossal figures-images કહી રહેલી નજરે પડે છે. આ મૂતિ ત્યાં કેણે ઉભી કરી હશે, અને તેમ કરવામાં શો ઉદ્દેશ હશે, તે બધા પ્રશ્નને સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય વર્ણને ચર્ચાવામાં આવશે એટલે ત્યાંથી જોઈ લેવા. હાલ તુરત તે એટલું જ જણાવવું બસ થશે કે, ચાણકયજીએ જે શુકલતીર્થે પિતાને દેહ પાળે હતા, તે સ્થાન, નર્મદા નદીના મૂળ આગળના પ્રદેશમાં, હાલના મધ્ય પ્રાંતના જબલપુર શહેરની પડોશમાં અને સાતપુડા પર્વતના નાનાં નાનાં શિખરમાં જ્યાં સફેદ આરસના પત્થર જેવાં (૬૩) તેના વર્ણન માટે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત આગળ ઉપર જુએ તથા પુ. ૧ પૃ. ૩૭૪, ( ૧૪ ) પુ ૧ ૪. રાજા અજાતશત્રુનું વર્ણન જુઓ પૃ. ૨૯૫. (૬૫) જુઓ પુ. ૧ શું પૃ. ૪૭, ૧૧૪. ( ૧૬ ) પુ. ૧ લું. પૃ. ૧૯૩. ( ૬૭) પુ. ૧ લું. પૂ. ૨૫, ૩૭૪, ૩૪૭. ( ૧૮ ) ઉપરાંત પુ ૧ માં “શું અને કયાં વાળી નામાવળીમાં ચંપાનગરી શબ્દને જ્યાં જ્યાં નિર્દેશ થાય છે તે તે વર્ણન જુએ. ( ૬૯ ) The Bhilsa Topes P. 98:– Bindusara was a follower of Brahamanism & used to feed daily 60,000 Brahamins, Asoka dismissed them = MERUP KALELLY ધર્મને અનુયાયી હતા અને હમેશાં ૬૦૦૦૦ બ્રાહ્મણોને ખવરાવતો હતો. અશોકે તેમને વિદાય કરી દીધા હતા ( શા આધારે તેમણે આ કથન કર્યું છે તે જણાવ્યું નથી). નોટ-કદાચ પ્રિયદર્શિનને લગતી હકીકત પણ હોય, જેમ ઉપરની ટીકા ૪૬ માં જણાવ્યું છે તેમ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy