________________ પરિચ્છેદ ] છતાંયે કાળના ઝપાટામાં 187 સમયમાંના છેલ્લા ત્રણ વખતે, સુદર્શન તળાવવાળાં આ શત્રુંજય તીર્થ સંબંધમાં થયેલ પરિવર્તન જ જેવાં રહે છે. જ્યારે નંબર પહેલાના સમયે મૂળ સ્થિતિ શું હતી તેટલું જાણી લેવું જ બસ થશે. નં. એકના સમયની સ્થિતિને લગતું વર્ણન પહેલું કરી લઈએ. તે સમયે અવસર્પિણિ કાળને ચતુર્થ આ પ્રવર્તમાન હતું. એટલે આ શાસ્વત ગણાતા પર્વતને ઘેરાવો તે સમયે બાર જનથી૮૫ વધારે હતો.૮૬ જેમ મોટા પર્વતને અનેક શિખરે હોય છે તેમ આ પર્વતને મૂળે 108 શિખરે હતાં. તેમાંનાં કેટલાંએ જોકે અદશ્ય થઈ ગયાં હતાં, તે તેની સીમા બતાવતાં કેટલાંક શિખ- રે તે તે સમયે વિદ્યમાન હતાં. તેમાં મુખ્યપણે પશ્ચિમે ઢંકગિરિ અને ઉત્તરે આનંદગિરિ હતાં. આ ઢંકગિરિ જેને હાલ ઢાંક ગામ કહે છે તેની પાસેને ડુંગર જાણો. અને આનંદગિરિ તે હાલના ટિલાના ડુંગરાળ પ્રદેશમાં જ્યાં આણંદપુર ગામ મૌજુદ છે તે સમજવું. જ્યારે તેની દક્ષિણ અને પૂર્વ સીમા તે લગભગ અત્યારની પેઠે જ હતી, અથવા જે ઘટવા પામી હોય તે પણ બહુ જૂજ પ્રમાણમાં ઘટી સમજવી. આ પ્રમાણે પથાર કરીને પડેલ પર્વતનો ઘેરાવો જે આંકવામાં આવશે તે ઉપર બતાવ્યા પ્રમાણે લગભગ આવી રહેશે. એટલે ગ્રંથમાંની હકીકત સત્ય હેવાની ખાત્રી થાય છે. પર્વતનું દેહમાન જ્યારે આ પ્રમાણે હતું, ત્યારે તેની તળેટી આણંદપુર નગરે ગણાતી હતી, અને તે પ્રદેશ ઉપર હકમત જે રાજ્યની હતી, તેની હદ અસ્થિકગ્રામવાળા સ્થળથી થતી હતી. એટલે શ્રી મહાવીરે દીક્ષા લઈને પહેલું ચાતુર્માસ૮ જ્યારથી આ સ્થાને કર્યું હતું, ત્યારથી તે સ્થાનનું નામ, મહાવીરનું મૂળ નામ જે વર્ધમાન હતું, તે ઉપરથી શ્રી વર્ધમાનપુર થઈને પ્રખ્યાતિને પામ્યું હતું. પછી તે કાળ ગમે તે રાજ્યનું પાટનગર આણંદપુરથી ખસીને આ વર્ધમાનપુરે આવ્યું હતું. અને ગુજરાત ઉપર સોલંકી વંશની સ્થાપ્ના કરનાર મૂળરાજના સમયે, આણંદપુર-વર્ધમાનપુરના 89 (84) આવાં ફેરફારામાં જૈન દર્શનને જ સંબંધ છે એટલે તે અત્ર વર્ણવવા કુરસ્ત ધાર્યું નથી. છતાં જીજ્ઞાસુને કાંઈક ખ્યાલ આવે માટે ટૂંકમાં જણાવીશું. વિશેષ હકીકત જાણવી હોય તેમણે તે દશનના જાણકાર પાસેથી માહિતી મેળવવી. મ. સં. 64 = ઇ. સપૂ.૪૬૩ બાદ દશ વસ્તુઓને વિચછેદ થયો છે. તેમાંની એક વસ્તુ શ્રુતજ્ઞાનની ક્ષતિ થતી ચાલી તે પણ છે ( દષ્ટાંતહાથી ગુફાને શિલાલેખ જુઓ ) વળી મ. સ. 470 = ઈ. સ. પૂ. ૫૭ના અરસામાં શ્રતજ્ઞાનની વિશેષ ક્ષતિ થઈ છે. યુરોપમાં મહાપરિવર્તન થઈ ઈસુનું નિમણુ થયું છે. આવાં ઘણાં દૃષ્ટાંત બતાવી શકાય તેમ છે. ( 85) 1 પેજન = 4 ગાઉ 1 ગાઉ = શા માઈલ (કોઈ બે માઇલ પણ લેખે છે. ) એટલે 1 જન = 6 થી 8 માઈલ થયા અને તે હિસાબે 12 + 8 = 96 માઈલ. તેથી પણ અધિક ઘેરા હતા. - ( 81 ) જૈન મતાનુસાર આ પર્વતનું માન એકદમ પ્રાચીન કાળે 80 એજન હતું: પછી ઘટતાં ઘટતાં ચતુર્થ આરાના અંતે 12 જન જણાવાયું છે (એટલે ક્ષીણ થતું જતું હોય તે પ્રમાણમાં, ચોથા આરાની પૂર્વે, બાર યોજનથી વિશેષ હોવું જોઈએ એમ ધારીને મેં 12 થી વધારે લખ્યું છે. ) ( 87) બીજાં હશે. પણ જે સંબંધી અને જણાવવું રહે છે તેનો નિર્દેશ કરૂં છું. ( 88 ) આ વર્ધમાનપૂરીના સ્થાન વિશે મેં સ્વતંત્ર લેખ લખે છે. જુઓ ભાવનગરથી પ્રસિદ્ધ થતા જૈન ધર્મ પ્રકાશમાં સં. 1985 પુ. 45 ના શ્રાવણ માસનો અંક 5. પૃ. 161 થી 174. : વળી હડાળાગામથી મળી આવેલ તામ્ર પત્ર જુઓ. ( 89 ) આવાં આણંદપુર બે ત્રણ હતાં. એક બીજાથી દરેક ઓળખી શકાય માટે, વર્ધમાનપુરની હદમાં આવેલું આણંદપુર એમ દર્શાવવા માટે જ આ શબ્દને–આણંદપુર-વર્ધમાનપુર-પ્રયોગ થતો હતો.