________________
૧૭૮
અર્થશાસ્ત્ર
[ પંચમ
પ્રકારના દંડની જરૂર છે. તેમાં જે જે દંડ તીક્ષણરૂપે હોય. તે જેને તે દંડ ભેગવ પડે તેને ઉદ્વેગ પમાડે, અને તદ્દન મૃદુપણે દંડ હોય તે દંડ કરનાર તરફ તિરસ્કાર પેદા કરે છે. જ્યારે યોગ્ય દંડ હોય છે, તે તે બન્ને પક્ષને માનનીય બને છે. માટે દંડનો અર્થ એકલી શિક્ષાના અર્થ માંજ ન કરતાં અંકશ, મર્યાદા ઇત્યાદિ પ્રકારને પણ દંડ અર્થમાં સમાવેશ કરશે. અને જે નીતિ આવા વિવિધ પ્રકારના દંડની યોગ્ય દોરવણી કરી શકે તેનું નામ દંડનીતિ કહેવાય. આવી વ્યાખ્યા કરી. એટલે નય૨ ( જે નિયમે સમાજને દરવણી રૂપ બને તે દોરવવું) તથા અનયને તેમજ બળ તથા અબળને સમાવેશ દંડનીતિમાં કર્યો છે. આ વાતની પ્રતીતિ એટલા ઉપરથી જ થાય છે કે, ચાણકયે અર્થશાસ્ત્રમાં જે વિવિધ યમ નિયમો લખ્યા છે, તે સર્વે અગર તે તે પૈકી ઘણું ખરા, અધાપિ પણ આપણું જીવનને નિયમિત કરી રહેલા છે ૧૭ તેમજ તેની રચનાકાળના સમયે કે નજીકના કાળે પણ હિંદુસ્તાનના રાષ્ટ્રજીવનમાં તથા પ્રજાજીવનમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ ગયા હતા.
કર્તા પોતે જ જણાવે છે કે “ પૃથ્વીના લાભ અને પાલનના અર્થે પૂર્વ કાળના આચામેં જે બધાં અર્થશાસ્ત્રો રચેલાં છે, તેમાંનાં ઘણું ખરાને ઉપયોગ કરીને આ અર્થશાસ્ત્ર રચેલું છે ” આ ઉપરથી સિદ્ધ થાય છે, કે
અર્થશાસ્ત્રના મૂળ કર્તા પિતે નથી જપણ પૂર્વાચાર્યોએ રચેલા સૂત્રે આધારે, સમયાનુકુળ ફેરફાર કરીને તેણે આ ગ્રંથ બનાવી કાઢયો છે. આખો ગ્રંથ તથા તેમાં ચચેલા વિષયે બારીકાઈથી જોતાં, તુરત જ લાગી આવ્યા વિના રહેશે નહીં, કે તે એક મહાબુદ્ધિવાદી હતો. તે હમેશાં ધર્મન્યાય ( ધર્મશાસ્ત્રમાં ફરમાવેલ ) કરતાં બુદ્ધિગમ્ય ન્યાયને પ્રમાણ ૩૫ ગણતે હ૫૧ તેના આ લેખનમાં કયાંય ફૂટ નીતિ, છળ, કપટ કે ભેદને સ્થાન અપાયું જ નથી. ઉલટું પિતાનું બૂરું ઇચ્છનાર શત્રુના સંબંધમાં, પણ કામ લેવાના નિયમ બનાવતાં “ ખાડે છેદે તે પડે” તે ન્યાયે કામ લેવાનો પિતે ખાસ ઉપદેશ આપે છે.૫૮ “ એટલે કેવળ દુષ્ટતા કરવા કરાવવાની ખાતર જ, કૌટિલ્ય કોઈ પણ ઠેકાણે સૂચન કરેલું હોય, એમ આપણે દેખી શકીએ તેમ નથી. તેમ બીજી તરફથી તેણે કોઈ પણ વિષયમાં ન્યાયનું ઉલ્લંધન કરેલું હોય, એમ પણ આપણે તેની જીવન કથામાંથી કે ઇતિહાસમાંથી૫૯ જોઈ શકતા નથી ” ઉલટું તેણે ભિન્ન ભિન્ન પ્રકારે ચર્ચેલા અને છણાવટ કરેલા વિષયોની સુસ્મિતા જોતાં તે, વિશાખદેવે જે તેને માર: સર્વ શામ તરીકે ઓળખા છે, ૧૦ તે વાસ્તવિક લાગે છે. કેમકે સર્વ કોઈ કબૂલ કરશે, કે રાજનીતિ જેટલા પ્રમાણમાં
(૫૨ ) કૌ. અ. જે. પૃ. ૩૨. રાજકાર્ય કરવામાં પ્રધાનો (મંત્રીઓ, અમાત્ય તથા અન્ય અધિકારીઓ) જે મુદ્દાઓ લક્ષમાં રાખીને, અગર તે જે હેતુઓ મનમાં રાખીને પિતાને કરવાનાં કર્મો કરે છે, તેને નય (જે કાંઇ દેર છે તે ) કહેવામાં આવે છે.
(૫૩) કીં. અ. જે. ઉપદુધાત પૃ. ૧૫. (૫૪) ઉપરનું પુસ્તક પૃ. ૧૨.
(૫૫) કેટલાયે વિદ્વાની માન્યતા એમ છે, કે વર્તમાન રાજનીતિ શાસન મૂળ ઉત્પાદક-પિતા-ચાણકય છે, પણ ગ્રંથકર્તાના પોતાના શબ્દો જ આ વાતને
ઇન્કાર કરે છે. આ બાબતની ચર્ચા માટે ૫.૧ ૫. ૨૬૭ તથા ૩૬૪ જુઓ.
(૫૬ ) કૌ. અ. જે. પૃ. ૩૦ જુઓ.
( ૫ ) તે પુસ્તક પૃ. ૨૮ “કૌટિલ્ય ઉપદેશેલી નીતિ કુટિલતાબેધક છે જ નહીં ”
(૫૮) તેજ પુસ્તક પૃ. ૩૩. (૫૯ ) સરખાવો ઉપરમાં ટી. નં. ૫૬ નું લખાણું (૬૦) તેજ પુસ્તક પૃ. ૨૦.
( ૬ ) પુ. ૧ લું. પૃ. ૨૬૭. નું લખાણ તથા તેને લગતી ટીકા નં. ૨૧ વાંચે, તે