________________
પંચમ પરિચ્છેદ
ચંદ્રગુપ્ત (ચાલુ) ટૂંકસાર
ચાણકયને જન્મ તથા તેને લગતી અભૂત ઘટના–તેના જીવનમાં પ્રથમથી આખર સુધી બનેલ અનેક ઐતિહાસિક બનાવોનું કરેલ ટૂંકવર્ણન–અર્થશાસ્ત્ર રચવા માટે પ્રાપ્ત થયેલ સંયોગ–ચંદ્રગુપ્તને હિંદુશાસ્ત્રમાં “વૃષલ” કહીને સંબોધ્યો છે તેનું કારણુ-કૈટલ્ય નામ કેમ પડયું તેને આખો ઈતિહાસ તથા તેમાં સમાયેલ ભેદનું રહસ્ય–ચાણક્ય, પાણિની અને વરરૂચીની ત્રિપુટીના જન્મ, પ્રદેશ, ગોત્ર વિગેરેની કરી આપેલ કેકારૂપે સરખામણી–અર્થશાસ્ત્ર એટલે શું, તેમાં ક્યા ક્યા વિષયે આવી શકે તથા તેની મહત્તા કેટલી કહેવાય તે સર્વને ટૂંકામાં આપેલે ખ્યાલ–બિંદુસારને જન્મ કેવા સંજોગોમાં થયો હતો તેનું વર્ણન–સમ્રાટ ચંદ્રગુપ્તના જીવનના કેટલાક રંગે–તેના ધર્મ સંબંધી પ્રાથમિક હકીકત-ધર્મમાં દઢ બની, કેવી રીતે યાત્રાને સંઘ કાઢયે હતું તથા તીર્થસ્થાન ઉપર સુદર્શન તળાવ શા કારણે બંધાવ્યું હતું, તેને લગતી તદ્દન નવીનજ માહિતી–તે તીર્થ શાશ્વત કહેવાય છે, છતાંયે તેના ઉપર કાળના કેવા કારમા હાડા પડતા આવ્યા છે તેનું વર્ણન, અને તે ઉપરથી બંધાતાં અનુમાન વડે, અત્યાર સુધી વિદ્વાનોએ બાંધેલ વિચારોથી કેવા ભિન્ન નિર્ણય ઉપર જવાય છે તેનાં દષ્ટાંત-સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી, વિદ્વાને જે એમ માનતા આવ્યા છે કે, સમ્રાટ ચંદ્રગુપ્ત અહિંદી રાહુ સાથે સૌથી પ્રથમ લગ્ન કર્યું હતું, તે બીનામાં સમાયેલો અર્થ ભેદ–ચંદ્રગુપ્ત પોતે પાળતા ધર્મમાં ભજવેલ ભાગ-સામ્રાજ્યની રાજધાની કયા સ્થાને હિતકર કહેવાય તથા તેની મહત્વતા ઉપર તેણે કરેલ વિચાર–તેને અમલ કરવા આદરેલ પત્ન, પણ મળેલી નિષ્ફળતા–છતાં તે તરફ તેણે માંડેલ પગલાંમાં, તેના અનુજોએ કરેલી પૂર્તિ અને આયંદે મળેલી ફતેહ–પં. ચાણક્યને ધર્મ તથા અન્ય નેંધવા લાયક બનાવો– ચંદ્રગુપ્તના રાજ્ય વિસ્તારને સંક્ષિપ્ત ચિતાર-ચંદ્રગુપ્ત કરેલ ગાદીત્યાગનું કારણું, તથા તેના શેષ જીવન ઉપર પાડેલ પ્રકાશ.