________________
સમયના તે હજુ કાંઈકે વધારે મળી આવે છે ખરાં, પણ જે પ્રાચીન કાળને ઈતિહાસ અહીં અપાયે છે તેના સિકકા વર્ણવતાં ગ્રંથે મને તે ત્રણજ માલૂમ પડયાં છે. એટલે તે ત્રણમાંથી આ સમયમાં સમાવિષ્ટ થઈ જાય તેવા સવેને એકઠા કરી, કેઈ પણ જાતની નવીનતા રજુ કરે તેવા જુદા તારવી કાઢી આ પુસ્તકમાં ઉતાર્યા છે. મતલબ કે કઈ પણ જાતને પ્રાપ્ત થતે નવીન તરેહને સિકકે છોડી દેવામાં આવ્યું નથી. અને ધારું છું ત્યાં સુધી ગુજરાતી ભાષામાં સિકકાની હકીકત રજુ કરતું આ પ્રથમ જ પુસ્તક છે. એટલે વાચક વર્ગને તેના વાંચનથી નવીનતા સાથે રસિકતા પણ ઉત્પન્ન થશે.
પુસ્તકના આદિમાં જ આ ત્રણ પરિચ્છેદે કેમ ઉતારવા પડયા તેને ઈતિહાસ આ પ્રમાણે વાચક સમક્ષ ધર પડે છે. તેમના મનમાં કદાચ એક સ્થિતિ એમ બંધાતી જતી હશે કે, આમાં લેખકે જન ધર્મનાં ગુણગાન ગાવાનું જ હાથ ધર્યું લાગે છે. તે ફરી ફરીને પણ અતિ નમ્ર ભાવે જણાવવા રજા લઉ છું કે પ્રથમ પુસ્તકની પ્રશસ્તિમાં જેમ જણાવાયું છે તેમ ઈ. સ. પૂ. ના દશમાં સૈકાથી માંડીને ઠેઠ મૌર્યવંશના વર્ણન સુધી તે જૈન ધર્મ પાળતા રાજકર્તાઓની રાજસત્તા એક ધારી ચાલી આવતી હતી એમ મને જણાયું છે. અને તે પ્રમાણેની મારી માન્યતા મેં વ્યકત કરી હતી. તેમ વળી શિલાલેખના, સિક્કાઓના અને અન્ય સાંપ્રદાયિક તથા વિદ્વાનોનાં બહાર પડેલ ગ્રંથની સાક્ષી તેમજ આધારેને, તેને હવે ટેકો મળતો હોવાથી તે માન્યતા દઢ થતી પણ જાય છે. પછી ફાવે તે મારા ઉપર ધમધતાને કે તેવા કેઈ અન્ય પ્રકારનો દોષ નંખાયા કરે છે તે માટે લાચાર છું. મને તે જે વસ્તુ સ્થિતિ ખરી લાગી તે વર્ણવવી જ પડી છે. અરે ઈ. સ, પૂ. ની પાંચ છ સૈકાની વાત તે ઘરે રાખે, પણ મોહનજાડેરે જેવી ઈ. સ. પૂ. અઢી અઢી હજાર વર્ષ જેટલી પુરાણી સંસ્કૃતિ પણ, જૈન ધર્મને લગતીજ છે એમ જ્યારે ત્યાંથી મળી આવતા શીલેના અને સિક્કાના પુરાવા વડે સંશોધન ખાતા તરફથી પુરવાર થતું જાય છે, ત્યારે આ ગ્રંથના એકલા લેખકના શિરેજ કાં તે બાબતને દેષ ઢળતા રહેવું પડે છે! (મેહનજાડેરેને લગતે એક પારિગ્રાફ દ્વિતીય પરિચ્છેદના અંતે પૃ. ૭૨-૭૩ ઉપર જે છે તે વાંચી જવા વિનંતિ છે).
આ પ્રમાણે ત્રણ પરિચ્છેદ વિશેની પરિસ્થિતિ જણાવી. વીશેષ ભાગમાં શું શું વિશિષ્ટતાએ છે તેને ટૂંક પરિચય હવે આપું છું.
(૧) સૌથી મહત્ત્વની અને ઉપયોગીતાની કોટિમાં ઉત્કૃષ્ટપદે મૂકી શકાય તેવી હકીકત સમ્રાટ પ્રિયદર્શિન અને અશોકને લગતી છે, અત્યાર સુધી આ બન્નેને એક જ વ્યક્તિ ધારી લઈને અશોક સમ્રાટ તરીકે તે બન્નેને ઓળખાવાયેલ છે. તેમજ જે જે પિયદર્શિનની કૃતિઓ છે તે તે સઘળી અશોકની ઠરાવાઈ છે. એટલે સ્વભાવિક છે કે આ કૃતિઓમાંથી–તેવી કૃતિઓ તે અનેક છે, પણ તેમાં ચે–સારી આલમનું ધ્યાન સર્વેથી વિશેષ ધ્યાન ખેંચી રહેલ એવા તેના વિધ વિધ લેખેને (મોટા, તથા નાના ખડક લેખ અને તેવા જ નાના મોટા સ્તંભ લેખોને) સમ્રાટ અશોક જે ધર્મ પાળી રહ્યો હતે તે બૌદ્ધધર્મના દ્યોતકરૂપે ગણી કાઢયા છે. જ્યારે સત્ય સ્થિતિ