________________
પરિછેદ ]
માર્ય પ્રજાને સંબંધ
૧૪૧
કેટલાકને અભિપ્રાય એમ થાય છે કે, ચંદ્ર-
ગુપ્ત તે નવમાનંદને પુત્ર નવમાનંદ સાથે હતેા.૨૭ અને તેથી જ તે તેને સંબંધ તેની પછી મગધ સમ્રાટ
થયો છે. પણ તેમનો અનુમાન, મેં ઉપર જણાવ્યું તેમ, માત્ર પાછળ આવનાર–હોય, તે બહુધા પુત્ર તરીકે જ ગણાય તે પ્રકારની એક પ્રણાલી અનુસારજ છે. પણ નવમાનંદને અને ચંદ્રગુપ્ત મૌર્યને પિતા પુત્રનો ૨૮ (કેટલાક તે વળી જાતજાતના અનુમાન દે જાય છે ) સંબંધ હોઇ જ ન શકે તેનાં સવિશેષ દૃઢ કારણો છે. જેમકે (૧) ઉપર આપણને માલૂમ થયું છે કે, ચંદ્રગુપ્ત પિતે નંદરાજા ઉપર વિજય મેળવીને, પાટલિપુત્રમાં પ્રવેશ કરતા હતા ત્યારે, નંદરાજાની કન્યા ચંદ્રગુપ્ત ઉપર મેહિત થઈને તેને પરણી છે.૨૯ જે નંદને પુત્રજ ચંદ્રગુપ્ત હોય, તે તે નંદકન્યાને-એટલે પિતાની બહેનનેપરણી શકે ખરો ? કઈ એમ પણ દલીલ લાવે કે, ચંદ્રગુપ્ત અને આ નંદકન્યાની જનેતાઓ જુદી હશે. પણ આવી ભ્રાંતિ ઉત્પન્ન કરનાર ભૂલી જતા દેખાય છે કે, લગ્નસંબંધ હમેશાં, ભિન્ન બીજ વચ્ચે ગોઠવાય છે. નહીં કે ભિન્ન ઉત્પાદક ભૂમિ ૩૦
વચ્ચે. અત્યારે પણ જે જે કેમ કે જ્ઞાતિમાં એકજ પિતૃપક્ષના તેમજ, એકદમ નજીકના કોઈવરકન્યાનાં, લગ્ન ગોઠવાય છે, તેમાં પણ અમે નથી જાણતા કે, તેજ બાપથી ઉત્પન્ન થયેલાં બે કુમાર અને કુમારીનાં લગ્ન સંબંધ કરવામાં આવતા હોય. સારાંશ કે નંદકન્યા અને ચંદ્રગુપ્ત પોતે, જે નંદનાં જ સંતાન હોય, પછી તે ભલે ગમે તે રાણીથી ઉત્પન્ન થયેલ હોય, તે પણ તે દંપતિ તરીકે તે નજ જોડાઈ શકે ! (૨) નવમાનંદને વંશ તે નાગવંશ કહેવાય છે, જ્યારે ચંદ્રગુપ્તનો મૌર્યવંશ કહેવાય છે. એટલે બંને વંશની ભિન્નતાથી, તે બંને જુદા વંશનાજ કરે છે. ( ૩ ) નંદરાજાને વંશ તે મલ્લનામક ક્ષત્રિય જાતિને છે. જ્યારે ચંદ્રગુપ્ત વંશ તે મૌર્યનામક ક્ષત્રિય જાતિને છે, કે જે લિચ્છવી ક્ષત્રિયને એક પેટાવિભાગ છે. ખરી વાત છે, કે તે બંને સંત્રીઓ છે અને તેથી ઉચ્ચ ક્ષત્રિય કુળાત્પન્ન ગણાયજ. મૈર્યજાતિ તે ૩૨લિચ્છવીને પેટાવિભાગ છે. એમ આપણે સમ્રાટ પ્રિયદર્શિનના વર્ણનમાં સાબિત કરીશું. ( ૪ ) એટલું ચોક્કસ જ છે કે બંને જુદી જુદી જ્ઞાતિના છે. અને તેથી જ નંદકન્યાને ચંદ્રગુપ્ત પરણેલ છે. પૂર્વે એક શિરસ્ત હતું કે,
( ૨૭ ) જુઓ પુ. ૧ લુ પૃ. ૩૬૮: મૌ. સામ્રા. ઇતિ. પૃ. ૯૪ :- ચંદ્રગુપ્ત અંતિમ નંદકા પૌત્ર થા ( ઢુંઢીરાજ ): ચંદ્રગુપ્તક નંદકા પુત્ર સમજતા હૈ (શ્રીધર ): કથા સરિતસાગર પ્રમાણે તે મહાપદ્મનંદન પુત્ર થાય છે. (તેજ પુસ્તકમાં પૃ. ૫૬૦ ) હમારી સંમતિ મેં ચંદ્રગુપ્ત, સંપ્રતિકા હી દૂસરા નામ યા બિરૂદ થા. | ( ૨૦ ) ઉપરની ટીકાઓ નં. ૨૭ તથા નં. ૧૯ જુઓ.
( ૯ ) જુઓ આગળ.
( ૩૦ ) માતા તે ભૂમિરૂપ ગણાય અને પિતાનું વીર્ય તે બીજ રૂ૫: એટલે કે, બાપ એકજ હોય પણું માતા જુદી હોય તોયે, બધાં ફરજંદો સગેત્રીયજ ગણાય: પણ મા એક હોય, અને પિતા જુદા જુદા હોય
( એટલે કે માતાએ પુનર્લગ્ન કર્યું હોય તે) તો પ્રથમના પતિથી ઉત્પન્ન થયેલ પુત્રનું નેત્ર જુદું ગણાય અને પુનર્લગ્ન બાદ પુત્ર થાય તેનું ગોત્ર જુદુ ગણાય: અને આવા ભિન્ન ગોત્રીઓ વચ્ચે હજુ લગ્ન થઈ શકે (જોકે તેમ પણ નથી જ થતું કારણકે, તેવા પુત્ર અને પુત્રીએકજ ઉદરમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેઓ સહેદરસહેદરા ગણાય; તેથી તે બન્નેના લગ્ન સંબંધને નિષેધ ગણાય છે. )
( ૩૧ ) નંદરાજા તે શિશુનાગવંશી રાજા શ્રેણિ કના પિત્રાઈ હોવાથી, તેનાજ કુળને ઠરે અને શ્રેણિક તો મલ્લ જાતિના હતા એમ આપણે ઠરાવી ગયા છીએ. એટલે નંદરાજા પણ મલ્લ જાતિના જ ક્ષત્રિય ઠર્યા.
( ૩૨ ) જુઓ સિક્કા નં. ૪૯, ૫૦ નું વર્ણન તથા ટીકાઓ રે. . . . ૨ પૃ. ૧૩,