________________
૧૩૬
ૌર્યવંશી
[ ચતુર્થ
સમગ્ર રાજ્યકાળ તેમજ આદિ અને અંતની
તારીખે, જ્યારે પુરાણકારના તેમની સંખ્યા મંતવ્યથી આપણે નિરાળી
જ કરાવવી પડી છે, ત્યારે એતે સ્વાભાવિકજ છે કે, પ્રત્યેક રાજપતિને ખાતે તેમણે નિર્મિત કરેલા વર્ષ તથા સમયની સાલ પણ ફેરવવાંજ પડશે.
આમાં પ્રથમના ચાર મહર્દિક સમ્રાટોના સમય આદિની ચચ તે તેમના વૃત્તાંત નીચેજ કરવામાં આવશે. એટલે તે પ્રશ્ન અત્રે વજી દઇને, શેષ જે પાંચ નામધારી ભૂપતિએ રહ્યા છે, તેને અંગેજ કાંઈ લખવા પ્રયત્ન કરીશું.
પ્રથમના ચારનાં નામ તે સુપ્રસિદ્ધજ છે. એટલે તેમને માત્ર અનુક્રમ જ જણાવીએઃ (૧) ચંદ્રગુપ્ત (૨) બિંદુસાર (૩) અશોકવર્ધન અને (૪) પ્રિયદર્શિન. આ પ્રિયદર્શિનનું મરણ મ. સં. ર૯૦ = ઇ. સ. પૂ. ૨૩ માં થયું છે. (જે તેના વૃત્તાતે જુઓ) અને વંશની સમાપ્તિ ( જુઓ ઉપરનું પૂછ) મ. સં. ૩૨૩ = ઇ. સ. પૂ. ૨૦૪માં
છે. એટલે આ ૩૩ વર્ષના ગાળામાં બાકીના પાંચ રાજાને અમલ ચાલ્યો છે એમ થયું. તેમાં પણ સૌથી છેલ્લા રાજા બૃહદરથને મારી નાંખીને, પુષ્ય મિત્રે શુંગવંશની સ્થાપ્ના કરી છે. એટલે તે નામ, નવમા ભૂપતિનું૧૨ ચોકકસ થયું જઃ જ્યારે મહારાજા પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિના યુવરાજનું નામ વૃષષેણ અથવા ઋષભષેણુક હતું. એમ સ્પષ્ટ રીતે જણાયું છે. એટલે પ્રિયદર્શિનને ઉત્તરાધિકારી પણ તેજ બન્યું હોય, એમ નિશ્ચયપણે કહી શકાય તેમ છે. જેથી તેનું નામ પાંચમા ભૂપતિ તરીકે સાબિત થયું. એટલે બાકી રહ્યા વચ્ચેનાં ત્રણ રાજાઓ નં. ૬, ૭ અને ૮ વાળાનાં નામે. આ નામને નિર્ણય કરવા માટે જુદા જુદા પિરાણિક તેમજ બૌદ્ધગ્રંથમાં તથા અન્ય વિધનોએ જે નામે ગણાવ્યાં છે, તે સર્વેમાંથી જે વિશેષપણાએ દર્શાવાયાં હોય, તે ઠરાવવાં પડશે; અને તેવાં ત્રણ નામો આ પ્રમાણે આવે છે. બૃહસ્પતિમિત્ર, દેવવર્મન અને પુષ્યધર્મો. પછી તેઓને અનુક્રમ આ પ્રમાણેજ હેય, કે ઉલટા
૧૨ વર્ષ છે; અને જૈનમત પ્રમાણે તે ૯૦ વર્ષને છે એટલે જે ૨૨ વર્ષ જૈનમતવાળાએ ઓછા આંકયાં છે તે પુષ્યમિત્રનો સૈન્યાધિપતિ તરીકેને કાળ ગણી, મૌર્ય વંશના રાજકાળમાં આપણે ગણીએ, તે તેને અંત, ઇ. સ. પૂ.૧૮૪-૨૨ = ઈ. સ. પૂ.૧૬૨ માં આવે;
જ્યારે જૈનમત પ્રમાણે તે સાલ ઇ. સ. પુ. ૨૦૩ છે. આમ કઈ રીતે બે મતને સમન્વય કરી શકાતું નથી.
માત્ર એકજ રીતે હજુ સંભવી શકે છે કે જે આંક ૧૩૭ને છે તેમાંને વચલે આંક જે “3” ને છે, તે કોઈ લહીઆએ સરતચૂકથી “છ” ને બદલે “3” લખી દીધું હોય કે, મૂળ પથીના પત્રમાં “છ” અક્ષર ઉપર કૃમિ છીદ્ર પડયું હોય તેને લીધે “3” વંચાઈ ગયા હોય; ને તેથી ૧૭૭ ને બદલે ૧૩૭ લખાઈ જવાયું હેય, (પછી ૧૭૬ અને ૧૭૭ તે તો એકજ કહેવાય )
( ૯ ) જે એકંદર નવ ભૂપતિ ગણો તો શેષ પાંચની અને દશ ભૂપતિ ગણે તો છની સંખ્યા સમજવી:
( ૧૦ ) નં. ૩ વાળે અશોક અને નં. ૪ વાગે
પ્રિયદર્શિન તે બને પુરૂષો, જેમ અત્યાર સુધી મનાતું આવ્યું છે તેમ, એક જ વ્યક્તિ નથી પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે અને એકની પછી બીજે ગાદીએ આવેલ છે, તે બન્ને મુદ્દા અનેક પુરાવા સહિત, તે. તે સમ્રાટેના વૃત્તાંત લખતી વખતે, સાબિત કર્યા છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે.
( ૧૧ ) શૃંગ વંશની સ્થાપના સાધારણ રીતે. તે તે સમ્રાટપણે ગાદીએ બેસે ત્યારથી કહી શકાય. પણ પુરાણકારે એ તે, જ્યારથી તે સૈન્યપતિ બન્યા ત્યારથીજ શુંગવંશની સ્થાપ્ના માની છે; અને તેથી જ તેના ૨૨ વર્ષને કાળ, શુંગવંશના રાજ્ય કાળમાં ગો છે: આ મુદ્દો વિચારમાં લેતાં, રાજા બહદરથને અંતિમ નૃપતિ ન ગણતાં, સંપ્રતિ સમ્રાટ પછી કઈક કાળે માનવો પડશે (અને એમજ ખરી હકીક્ત છે: જુઓ આગળ. )
( ૧૨ ) જુએ ઉપરની ટીકા, (૧૧). ( ૧૩ ) ( જુઓ પુસ્તક ત્રીજામાં તેના વૃત્તાંત )