________________
ચતુર્થ પરિચ્છેદ
મા વશ
ટૂંકસારઃ—
મૌર્ય વંશના સત્તાકાળના આદિથી અંતસુધીના-નિર્ણય: વિધ વિધ ગ્રંથકારોએ આપેલ નામાવળોમાંથી, શુદ્ધ કરીને તારવી કાઢેલી ટીપ–તે વંશના સર્વ રાજાઓની સંખ્યા તથા તે પ્રત્યેકના રાજ્ય અમલના કાળ——
૧૭-અ
મૌર્ય જાતિને કેટલાક શૂદ્ર અને કેટલાક ક્ષત્રિય માને છે. બન્ને પક્ષની દલીલેા ઉપર કરેલ વિવાદ અને છેવટે તે વંશનાં બતાવી આપેલ મૂળ તથા ઉત્પત્તિ-નવમા નંદના અને ચદ્રગુપ્તના પરસ્પર કેવા સંબધ હાઇ શકે તેની દલીલા અને કારણેા–અનેક પુરાવાથી પુરવાર કરી આપેલ ચંદ્રગુપ્તના રાજ્યકાળના ( રાજાપદના તેમજ સમ્રાટપદના ) પાકા નિ ય—તેવીજ રીતે તેનો ઉમરની અને આયુષ્યની ખાંધી આપેલી હદ–ઉમર પરત્વે વિવિધ દૃષ્ટિબિન્દુથી કરેલા ઉહાપાહ–જે હિંદી સમ્રાટને ગ્રીક ઇતિહાસવેત્તાઓએ સેકટસ કહ્યો છે અને જેને ભારતીય ઇતિહાસજ્ઞાએ સમ્રાટ ચંદ્રગુપ્ત ઠરાબ્યા છે, તે હકીકતના અનેક દલીલ અને પુરાવા આપી ઉઘાડા પાડેલ ભ્રમ-તે હકીકતથી હિંદી ઇતિહાસને થયેલ અક્ષમ્ય અન્યાય—