SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૨૫ બીજી –નં. ૯૧ અને ૨ના સિક્કામાં પલા. સ્વસ્તિકની વાત કરીને, ચિત્ય અને તેના ઉપર ચંદ્ર હોવાની હકીકત જણાવી છે. આમાંથી “પિલા રવસ્તિક” વિષેની સમજૂતિ તે મેં તે સિક્કાના વર્ણનમાં જ કરવાનું 5 ધાયું છે, કેમકે તે માત્ર તેટલા સિકકા પરત્વેના સંબંધની જ છે, જ્યારે “ચય અને તેના ઉપર ચંદ્ર”—“ Moon on the hill” વાળા શબ્દો આખા મૌર્યવંશને લગતા છે. તેથી તે સિકકાના વર્ણન કરતાં વિશેષ મહત્ત્વના હોઈ અત્ર તેનું વિવેચન કરવા ધરું છું, પંડિતજી પૃ. ૨૮૪માં જણાવે છે કે “ Moon on the hill ( The most prominent Maurya-symbol ” “ ચિત્ય ઉપર ચંદ્ર હોય તે મૌર્યવંશનાં સૌથી મહત્ત્વનાં સાંકેતિક ચિહ્નો છે.” આ વિચાર તેમણે આખા નિબંધમાં અનેક વાર દર્શાવ્યો છે. કહેવાની મતલબ એ છે કે, “ચિય અને તેના ઉપરનો ચંદ્ર,” તે મૌર્યવંશી સમ્રાટોએ ખાસ પિતાનાં ચિહ્ન તરીકે લેખાવ્યાં છે. અને આ કથનની ખાત્રી આપણને તે વંશના અનેક સિકકાઓ ( આ પ્રકરણમાં જેટલા જેટલા સિકકા મૌર્યવંશના ઓળખાવી ચૂક્યા છે તે ) જેવાથી મળી રહે છે. વળી આ ચિહ્નો જૈનધર્મનાં હોવાનું પણ સાબિત થાય છે, કેમ કે મૌર્યવંશી સઘળા સમ્રાટ-અશોક વર્ધન સિવાય, જેકે પ્રથમ તે પણ જનધમીજ હતો પણ પાછળથી બૌદ્ધ ધર્મી થયો હતો,૦-તે જૈનધર્મ પાળનારા જ હતા. જેકે દરેક વંશના રાજવીઓએ કોઈને કોઈ ધર્મ ચિહ્ન મનપસંદ રીતે ગોઠવ્યું છે, છતાં કહેવું પડશે કે, મૌર્યવંશી સમ્રાટોએ તે ગોઠવવામાં કોઈ વિશિષ્ટ હેતુ ધ્યાનમાં રાખીને જ કામ લીધું છે. પછી તે તેમનામાં વિશેષ દૃઢપણે રહેલી ધર્મભાવનાને લીધે હોય, કે તેમની ધાર્મિક દરવણું કરનાર ગુરૂકૃપા તરફનું ફળ હોય, તે કળી કાઢવું મુશ્કેલ છે. પણ તે ચિહ્ન પ્રથમપણે કેનરાવનાર, તે વંશના આદિપુરૂષ ચંદ્રગુપ્તને માન રહે છે; અને તેની ધર્મભાવનાનો ઇતિહાસ વિચારાય, તે તેનામાં તેવા પ્રકારના સંસ્કાર રેડનાર તેમના ગુરૂશ્રી ભદ્રબાહુસ્વામીને ૧૦ ગણ જોઈએ : અને આ ગુરૂમહારાજનું પદ, જૈન જગતમાં જે પ્રમાણે મનાતું રહ્યું છે, તે સ્થિતિને જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે તે એમ તુરત નજરમાંજ ઉતરી જાય છે, કે તે મહાત્માગુરૂમહારાજનો હાથ તે ચિહ્નની પસંદગી કરવામાં જરૂર હોવો જ જોઈએ. તેને અર્થ શું થાય છે તેનો ખ્યાલ, ધારું છું કે હાલની જૈનપ્રજાને બરાબર હશે તે ખરાજ, છતાં આવશે. જ્યારે જાલૌકની હકીકત, જો આ પુસ્તકનું કદ મોટું નહીં થઈ જાય, તો અંતે પરિશિષ્ટોમાં આવશે, નહી તો તેનો ઉલ્લેખ પણ પુ. ૩ની આદિમાં આવશે. (૫) વંશદશક ચિહ્ન તો “ઘોડા ઉપર કલગી” છે. ( જુઓ સિક્કા નં. ૭૧, ૭૨.) પણ આ Moon on the hill તે આ વંશના રાજાઓએ પોતાના ધાર્મિક ચિહ્ન તરીકે પસંદ કર્યું છે. (ચઠ વંશી ક્ષત્રપોનાં ધાર્મિક ચિન્હ સાથે સરખાવો.) (૬) જુએ પૃ. ૫૭ થી ૬૦ સુધીનું વર્ણન તથા પૃ. ૩૭ થી ૪૫ સુધીમાં જે ત્રણેક ડઝન પ્રશ્ન કર્યા છે તેના ઉત્તર મેળવવામાં આ સર્વ ચિહ્નોને ઉપયોગ કરે. (૭-૮) આ હકીકત સમ્રાટ અશોકના વર્ણનમાં ચર્ચવામાં આવશે. (૯) તેમણે જૈન દીક્ષા લીધી છે તે સુપ્રસિદ્ધ છે: વળી આ વિષય તેના જીવનચરિત્રે જોઇશું. આ ઉપરથી તેની ધર્મભાવનાનું માપ કાઢી શકાશે. (૧૦) દક્ષિણના શ્રવણ બેલગોલ તીર્થે જે પ્રચંડ કાય મૂર્તિ છે તે ગોમટ સ્વામિ ઉફ શ્રી ભદ્રબાહુ સ્વામિની ગણાય છે. વળી વિશેષ સમજૂતિ સમ્રાટ ચંદ્રગુપ્તના વનમાંથી મળી આવશે. શ્રી મહાવીરની કેટલામી પાટે તે થયા છે તે માટે પૃ. ૩૧ની ટીકા નં. ૧૨૬ જુઓ આ શ્રી ભદ્રબાહુને જૈન લોકો છેલા કૃત
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy