________________
સિક્કાની ધાતુ
[પ્રાચીન
“યાવચંદ્ર દિવાકરો ” કહેવાય છે તે સમય સુધી -મતલબ કે સદૈવ, હમેશાં-એમ કહેવાનો ભાવાર્થ છે. આવાં ચિન્હો, ચક્કણવંશી ક્ષત્રિપના સિકકાઓમાં કેતરેલ છે.
(૯) જ એને વિદ્વાને Taurine symbol
ના નામથી અને જેને
Nandipada (The
foot-print of Nandi-a bull)a313 - ખાવે છે. તે કાંઈ ખાસ અન્ય અર્થસૂચક ચિન્હ નથીજ પણ જેમ એક વસ્તુને જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે ચિતરી બતાવાય છે તેવી રીતે “ત્રિરત્ન” અથવા રત્નત્રયના ચિહ તરીકે જે ચિની સમજ આપી છે તેનાંજ માટેનાં આ ચિત્રો પણ હોય એમ સમજાય છે. જેમ આ બે ચિત્રોનું છે તેમ અન્ય પણ કેટલાંક એવાં ચિત્રો છે. કે જેને પણ ભિન્ન ભિન્ન દેશની પ્રચલિત પધ્ધતિ પૂર્વક ચિત્રાયેલાંજ ગણી શકાય. સિકકાઓ ઉપર જે અનેક ચિત્રો છાપવામાં
આવ્યાં છે તેમાંનાં કેટલાંક ચિહ અને ધાર્મિક તત્ત્વનું સૂચન કરનારાં તે કેતરવાના છે એમ આપણે ઉપરનાં પાનાંહેતુઓ માં જણાવી ગયા છીએ. તે
ઉપરાંત બીજી પણ કેટલીક નિશાનીઓ, સંખ્યાબંધ સિકકામાં નજરે પડે છે. એટલે સહજ અનુમાન કરી શકાય કે તે નિશાનીએને, કાંઈક સામાન્ય નિયમ લાગુ પાડીને ચિતરવામાં આવેલી હોવી જોઈએ. જો કે, મિ. રેસનનું
એમ માનવું છે કે, “Very little is known as to the meaning of the symbols which often occur as adjuncts to the main type of Indian coins” પણ પાછું લખે છે કે “Many of them were probably religious in origin and may have been used as sectarian marks"-241 બધાં વર્ણનથી એમ સમજાય છે કે, તેઓ સાહેબે ઉપરના ઉદ્દગારે તો જે ચિન્હ આપણે ઉપર વર્ણવી ગયા છીએ તેને અનુલક્ષીને જ કાઢયા હોવા જોઈએ. છતાં આપણે તે હેતુ સ્વીકારી લઈને પણ તેમના મંતવ્યમાં એટલો જરૂર ભારપૂર્વક સુધારેજ કર રહે છે કે, તે બધાં ચિન્હ કાંઈને કાંઈ હેતુપૂર્વકજ કેતરાયાં છે. જેમ તેનાથી ધાર્મિક મત દર્શાવાય છે તેમ અન્ય ઘણી રાજકીય માહિતી૮ પણ તેનાથી સમજાવવા પ્રયત્ન કરેલ છે. આ પારિગ્રાફમાં આપણે તેવી જ માહીતિનું વર્ણન ટૂંકમાં આપવાનું રહે છે,
મિ. રેસન એક ઠેકાણે લખે છે કે ૪૯ The origin and significance of Indian coin-types are often obscure but it seems possible to determine sometimes whether their use was local, dynastic or personal-that is to say whether they were intended to denote some particular locality, some particular family of rulers or some particular ruler. ખરી વાત છે
ભાગમાં જુઓ.
(6) જુએ સિકકાચીત્રે પટ નં. ૨ માં અંક નં. ૪૨, તથા સમનતિ માટે આગળના પૃષ્ઠ ઉ૫રનું વર્ણન.
(૭) કે, આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૭૪ પારા. ૧૪૭ હિંલા સિકકાઓની મુખ્ય જાતોમાં વારંવાર જે 'જાતનાં ચિન્હ નજરે પડે છે, તેના રહસ્યની ભાળ ભાગ્યેજ જાણુંવામાં આવી છેતેમાંના ઘણે ભાગ તો ધાર્મિક પ્રકારને દેખાય છે
અને તેથી કદાચ સાંપ્રદાયિક તત્વ તરીકે તે વપરાયા હશે.
(૪૮) આવી રાજકીય માહીતિ પ્રત્યેક સિકકાનું વર્ણન કરતાં, તે તે સ્થાને લખવામાં આવી છે. તે વાંચવાંથી આ કથનની ખાત્રી થશે.
(૪૯) કે, આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૬૦-૬૫ પારા ૧૩૯જોકે હિંદી સિકકાઓની બનાવટનાં મૂળ તથા ઉદેશ મુખ્યને અંધારામાં જ છે છતાં એમ માનવાને કારણું છે કે, તે સર્વે સ્થાન, વંશ તથા વ્યકિત સૂચક હશે. એટલે