________________
ભારતવર્ષ ]
તથા ચિન્હો
પ૭
સમય સુધી સવે શ્રી પાર્શ્વનાથનાજ સંધ તરીકે ઓળખી શકાય. અને ત્યાર પછી તે સર્વે શ્રી મહાવીરના ભકતજન તરીકે ગણાતા થાય. એટલે જે રાજકર્તાઓએ ઈ. સ. પૂ. ૫૫૬ પહેલા સિકકા પડાવ્યા હોય તે ઉપર પાર્શ્વનાથનું ચિન્હ જે નાગ 2 અથવા છે તે કાતરાવે ૨૮ અને તે બાદ શ્રી મહાવીરનું ચિન્હ જે સિંહ છે તે કતરાવે. (જુઓકે. એ. ઈ. પટ નં. ૩ અંક ૧ તથા સારનાથનો સ્થંભ ઈત્યાદિ. )
(૩) 8 % . એક ઉપર એક એમ શગ ચડાવીને કરે બનાવાય, તેવી રીતે આ આકૃતિ થાય છે. તે દરેક નાની મોટી આકૃતિના જુદા જુદા અર્થે થઈ શકે છે, તેમાં સિક્કા બનાવનારે શું હેતુ ધ્યાનમાં રાખ્યા હશે તે નક્કી કરી શકાતું નથી. પણ તે સર્વે જૈનધર્મની કેટલીક વિશિષ્ટતા સૂચક તે છે છેને છેજ. ત્રણ ઢગલી હોય તે રત્નત્રય થઈ શકે(નીચે જુઓ).
છ ઢગલી હોય તે- દર્શન સૂચવે છે (જો કે તે સમયે છ દર્શન હતાં કે કેમ તે માહિતી નથી ) અને તે અર્થ એમ થાય છે કે, જનધર્મને જે દષ્ટિએ છ દર્શન જુએ તે દષ્ટિએ તે દરેકને પિતાના દર્શનનું ભાન કરાવી શકે છે. એટલે કે,
જે અપેક્ષાથી જુએ તે અપેક્ષાએ, જૈનધર્મમાં પિતાના દર્શનનો સમાવેશ થતે તે જોઈ શકે છે; મતલબ કે જૈનધર્મ તે વિશ્વધર્મરૂપે હોઈ શકવાનું
સઘળું સામર્થ્ય ધરાવે છે. અથવા ઢગલીના ત્રણ માળ તે ધર્મના ત્રણ મુખ્ય પ્રસ્તાર સૂચવે છે. | દશ ઢગલી હોય તે તે ચાર પંકિત ઉપરાઉપરી ગોઠવવાથી થાય છે અને તે ચારનો અર્થ એમ કરી શકાય છે કે, ધર્મપ્રવર્તક જ્યારે ધર્મોપદેશ દે છે ત્યારે, તેમની બેસવાની જગ્યાએ, દેવલોકના દેવ, સમવસરણ રચે છે. તે સમવસરણને ત્રણ ગઢ હોય છે. તે ત્રણે ગઢમાં જુદી જુદી પર્વદાય બેસે છે. તે ત્રણે ગઢ અને પાર્ષદા એક એકથી ઉચ્ચ સ્થાને આવી રહેલ છે અને સર્વથી ઉપરી સ્થાને ધર્મપ્રવર્તક બેસી દેશના આપે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ સૂચવતું આ દશ ઢગલીનું ચિન્હ છે.
અને ત્રણ, છ અને દશ ઢગલીને સમગ્રપણે ૪૦ વિચારાય તે જૈનધર્મમાં જેને મેરૂપવંત કહે છે અને જેને સમસ્ત પૃથ્વિનું મધ્યબિંદુ ગણવામાં આવે છે, તે સૂચવે છે. એટલે તે સર્વે પ્રકારના ઢગને પ્રથમ દષ્ટિએ પર્વતની ઉપમા તરીકે લેખવા. અને ઢગની શ્રેણિ (બે, ત્રણ, કે ચાર ) ની સંખ્યા પ્રમાણે વિચારાય તે મેરૂ પર્વતની ચૂલિકાઓ ગણવી એમ સૂચવે છે. અને પર્વત જેમ અચળ અને અડગ મનાય છે તેમ, જે વસ્તુઓ ઉપર તેવાં ચિન્હ કરાવાય તે વસ્તુ, યાવચંદ્ર દિવાકરૌપણે કાળની સામે ટક્કર ઝીલતી વિદ્યમંતી રહે એમ નિર્દેશ કરવાને હેતુ રહેલ હોય છે.
(૪) ૪ % + આ ચિન્હ ત્રિ-રત્નનાં છે, જેને રત્નત્રય કહેવાય છે. તેને જૈન
(૩૮) સરખાવો પૃ. ૧૯ ઉપરનું લખાણ તથા તે પાનાનું ટીપણુ નં. ૭૪. , (૩૯) હાલના વિદ્વાનોએ આ ચિન્હને સંધસૂચક સંજ્ઞા હેવાનું માન્યું છે. અને તે પણ એક રીતે યથા
ગૃજ છે. તેમ તે ચિન્હને “ત્ય” નામથી ઓળખાવે છે: શા કારણથી આ નામ તેમણે આપ્યું હશે તે જણાવ્યું નથી. (૪૦) હવે સમગ્રપણે વિચારતાં એટલે કે તેના પ્રસ્તર
(જેને ઈગ્રેજીમાં Tier કહે છે તે) ની સંસ્થાનો વિચાર કરતાં; તેને અનુકમે બે, ત્રણ અને ચાર પ્રસ્તર–શ્રેણિએ છે. તે બે, ત્રણ અને ચાર સંજ્ઞાના પણ જૂદા જૂદા અર્થ થઈ શકે છે. આ બધી જૈનતત્વમાંના પ્રકાર-ભેદ બતાવનારી નિશાની છે. તે વિષય ઇતિહાસને નથી એટલે તેનું વિવેચન કરવાનું અને યોગ્ય કહેવાય નહીં, .. ::
(૪૧) ચૂલિકાને અર્થ નીચે પ્રમાણે છે: આખા પર્વત ઉપર તળેટીથી શિખર ઉપર જતાં, ત્રણે વિભાગ પડે