________________
બીજાની ઉપેક્ષા કરો. સુખી થશો. બીજાની અપેક્ષા વધારશો દુઃખી થશો.
અમારી પાસે કપડા છે પણ દરજીની જરૂરત પડતી નથી. વાળ છે પણ હજામની જરૂર પડતી નથી. દંડાસણ વગેરે છે. ફર્નિચર કે સુતારની જરૂર પડતી નથી.
પૂર્વનો કાળ સરળ હતો. રાગના આટલા બધા ક્ષેત્રો ન હતા. આજના કાળે રાગના ક્ષેત્રો એટલા બધા છે કે વૈરાગ્ય પેદા થતો જ નથી. • સોક્રેટીસને મ્યુઝિયમ જોવાનું થયું. જીવન જરૂરીયાતની ઘણી વસ્તુઓ
જોઇ. આ મ્યુઝિયમ જોતા ત્યાંના માણસોએ પૂછયું કેવું લાગ્યું? એણે જવાબ આપ્યો મારા જીવન માટે બીનજરૂરી વસ્તુઓ આ જગતમાં છે એ જોઈ મને નવાઈ લાગે છે. તમારા પુણ્યનો ઉદય છે. વસ્તુઓ નવી નવી આવતી જાય છે. રાગ ગાઢ બનતો જાય છે. પૂર્વે પ્રવચન આપતા પછી સકળ સંઘ પ્રવચનમાં સાંભળેલી વાતો પર અભિગ્રહ સ્વીકારતો. અમુક વસ્તુના રાગને તોડવા મનને ન પૂછાય. દૂધ લેવા જનારે બિલાડીને મિડીયમ ન બનાવાય. તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા મનને મીડીયમ બનાવશો કદાપિ સફળ નહીં બનો. કપડવંજના રવીન્દ્રભાઇ વકીલ કોઇ પ્રવચને ઊભા થયા અને કહે, જીવનભર પિક્સર ન જોવાના પચ્ચખ્ખાણ આપી દો. બાજુમાં તેમના પિતા બેઠા હતા એ કહે-દીકરા નિયમ સ્વીકારે તેનો મને વાંધો નથી પણ ખબર છે તારું હમણાં વેવિશાળ થયું છે. પરણીને આવનાર કન્યાને પિશ્ચર જોવાનો શોખ હશે ત્યારે તું શું કરીશ? રવીન્દ્ર પિતાને આપેલો જવાબ સાંભળવા જેવો છે. પપ્પા, વેવિશાળ થયું છે તે મને યાદ છે પરણીને આવનાર કન્યા જો મને પરણે તો વાત પણ પિક્સર જોવાના શોખ ખાતર મને પરણે અને એનાથી સંબંધ ટકતો હોય તો ખુશીથી તેમને ના પાડી દેજો. મને જરાય અફસોસ નહીં થાય. ધર્મ કરતા દીકરાદીકરીઓ સાથે પોતાના સંતાનોના વેવિશાળ કરવા આજના મા-બાપ તૈયાર નથી. કંદમૂળ, હોટેલ, પિક્સર કે ફરવાના શોખ ધરાવતા સંતાનો સાથે સંબંધ બાંધવા બધા તૈયાર છે.
iiiiiiiiiitts
E
E
==
૩૮
=
VAR
EII IIIIIN