________________
...ના...કેમ? સિદ્ધચક્રના પૂજનમાં ન બોલાવે તો ન જાવ...?... નડે શું તમને? ... ન બોલાવે તેનું દુઃખ થાય કે ભક્તિ રહી ગઈ તેનું દુઃખ થાય?... અહં નડે છે. અહંકારે નમસ્કારને આપણાથી વંચિત રાખ્યો છે. કષાયના સ્થાનમાં જે કષાય ન કરે એની કષાય મુક્તિ અને કર્મમુક્તિ બંને નજીક છે. એટલે શું? નિમિત્ત વિના કષાય ન કરે તેનો તો મોક્ષ થાય પણ નિમિત્ત મળે છતાં કષાય ન કરે તે વહેલો મોક્ષે જાય. સંસારના સંબંધોની ઈમારત ભય અને સ્વાર્થના થાંભલા પર ઊભી છે. પ્રેમ કયાંય દેખાતો નથી. ધર્મના ક્ષેત્રોમાં આમંત્રણ વગર જાવ તો આવા પ્રસંગોમાં કે લગ્ન પ્રસંગમાં કેમ નહીં. માળી સાથે મેળ ન પડે તો બગીચો છોડવાનું કામ ન કરતા. સંસારમાં ભય અને સ્વાર્થનું જ ગણિત છે. ભગવાન અનાર્ય દેશમાં પોતે ગયા. કોઈએ તેમને આમંત્રણ નહોતું આપ્યું. કર્મ ખપાવવા હોય તો સામે ચાલીને જજો. કદાચ એમના તમારાથી ન બને તો કોઈ કર્મ તોડવાના પ્રયત્ન કરે તો સમાધિ રાખજો. છોકરાના હાથમાં પત્રિકા આવી. એ ગુસ્સામાં આવી ગયો. બાપાને વાંચવા આપી. બાપા કહે “સરસ પત્રિકા છે. હું ખૂબ ખૂશ થયો. આ પ્રસંગે તો હું જઈશ” “પણ આપણને આમંત્રણ નથી આપ્યું.” “તો પણ હું જઈશ.” “ન જવાય આપણાથી.” એ તો જેના લગ્ન હોય તેને આમંત્રણ પત્રિકા ન હોય. તારે ન આવવું હોય તો કાંઈ નહીં .હું તો જઈશ.'
સમાધિમાં રહેવું છે તેને માટે કોઈ પ્રસંગ ખરાબ નથી. સંકલેશમાં રહેવું છે તેને માટે કોઈ પ્રસંગ ઉત્તમ નથી.
દીકરો કહે “આમંત્રણ વિના તમે જશો તો હું પણ સાથે આવીશ. બંન્ને નીકળ્યા. ભત્રીજો મંડપની બહાર બધાનું હસતે મુખે સ્વાગત કરતો હતો. જેવા એ બાપ-દિકરાને જોયા કે મંડપની અંદર ચાલ્યો ગયો. (સહન કરવાની હદ નક્કી કરે તેને કર્મસત્તા બેહદ હેરાન કરે છે) દીકરો કહે, “જોયું આપણને જોઈને અંદર ચાલ્યો ગયો.' બાપા કહે, “બીજાને રીસીવ કરાય, ઘરના માણસને રીસીવ ન કરાય!” મંડપની અંદર પણ એજ વર્તન રહ્યું. બાપ-દીકરો જમવા બેઠા ને ભત્રીજો બધાને પગે લાગી જમવા બેસાડે. પણ આ બાપ દીકરાને ન પૂછે. દીકરો અંદરથી ધૂંઆપૂંઆ થયા કરે.
(ચાર ગતિના દુઃખનું વર્ણન કરતા કહે છે અનંતી વાર ઉપરથી ગયો. અહંકારને પ્રાયોરીટી આપી માટે ઠેકાણું નથી પડ્યું. આ લોકમાં મિત્ર રાખતા કષાયો આવતા ભવના એ કાતિલ દુમનો થશે અને આ ભવનો
અથાણા 2:ass in hiY imiss You
૧૫
Is As Yesterdiseas
e s