________________
બન્નેમાંથી વધુ ભયંકર કોણ? દૃષ્ટિની મલિનતા વધારે ખતરનાક છે. મલિનતા વધારે ગલત દર્શન કરાવે છે. મર્યાદા દર્શન થવા જ ન દે. જ્ઞાનીની દૃષ્ટિના સભ્યદર્શનમાં મર્યાદા હોય કેવળજ્ઞાનીથી પમાયેલું દર્શન ફીટ પણ મિથ્યાત્વી માટે તો મલિનતા. સ્પષ્ટ દર્શન અને સત્યદર્શનમાં દૃષ્ટિની મર્યાદા જેટલી બાધક નથી બનતી તેટલી બાધકની મલિનતાથી આવે છે. પહેલે ગુણસ્થાનકે મલિનતા છે જ્યારે ચોથે ગુણસ્થાનકે મર્યાદા છે. ચોથા ગુણસ્થાનકની નજીક આવો કે સ્પષ્ટ દેખાય. માલકૌશ સહિત ૬૪૦૦ રાગમાં દેશના ચાલતી હોય વાઘ-સિંહ બધા બેઠા હોય દેશના સાંભળે અને સમજે પ૬૩ પાખંડી સમવસરણની નજીક હોય તોય તેને લેવા દેવા નહિ. ભગવાન સાથે એટેચ્ચે થતા મલિનતા રોકે છે. અનિતી માટે જ્ઞાનીની દષ્ટિ શું? જીવનના નિર્ણયો તમારી દૃષ્ટિએ કે જ્ઞાનની દૃષ્ટિએ? રાત્રિ ભોજન તમારી દૃષ્ટિએ કરો કે જ્ઞાનીની દૃષ્ટિએ? અનીતિના આવેલા પૈસા ભવાંતરમાં દરિદ્રતાનું રીઝર્વેશન છે. ચાર મહિનાની ગોળ ખાવાની વાત કરી પણ સાથે ચાર માસ માત્ર કારેલા ખાવાની વાત હોય તો? ગોળ કારેલાની તાકાત તોડી નાખે છે. તો યતના પાપક્રિયાની તાકાતને તોડી નાખે છે. ગોળની વાત આવી ચાલો ખાઈ લઈએની ભાવના આવે. આખી જિંદગી આખી સમજવામાં પૂરી થઈ તો આચરવાનું ક્યારે? જે બુદ્ધિએ તમને બગાડ્યા છે તે હજી એજ બુદ્ધિએ તમો ચાલવા માંગો છો? એને જ જજ બનાવી બેઠા છો. જેમ ડોક્ટરની દવા છતાં રોગ ન મટે તો દવા બદલવી પડે પણ ડોક્ટર બદલ્યા કરો તો? ભગવાનને સમર્પિત થવામાં રોકે છે કોણ? બુદ્ધિએ આંખ જ્ઞાનીની નથી માંગી, દૃષ્ટિ જ્ઞાનીની છે. આંધળાને પણ કેવળજ્ઞાન પણ જો દૃષ્ટિનો ઉઘાડ હોય તો, કષાય કરવાની બુદ્ધિ સાધુને જાગે તો તેમાં મોતનું દર્શન કરવું કષાયને અગ્નિ તરીકે જોજે. અમે ચારિત્ર લીધું અમારી દષ્ટિથી કે જ્ઞાનીની તત્વ દૃષ્ટિથી અનુભવ્યું. સમ્યક્રદર્શન અને તત્વદૃષ્ટિ પેરેલલ ચાલે છે. સિદ્ધચક્ર પૂજનમાં પણ તત્વદૃષ્ટિરૂપાયની વાત છે ને? ચાલવાથી, પડવાથી, બોલવાથી, ખાવાથી થતાં પાપકર્મના બંધથી બચવાની વાત પહેલાં. બંધની વાત પછી. દશવૈકાલિકમાં પણ આજ માર્ગદર્શન છે. તેરમે ગુણસ્થાને પણ પાપ થયા કરશે, પાપના બંધ ત્યાં સુધી મોક્ષમાં નહીં જવા દે. દરેક ક્રિયા, બોલો જયણાપૂર્વક, ચાલજો યતનાપૂર્વક, સૂવામાં કર્મબંધ ન થાય તે
રીતે. • સોમચંદ્રસૂરિજીને વિહારમાં સાપ કરડ્યો. શરીર લીલુંછમ થઈ ગયું. જાણકાર