________________
નક્કી અને પરલોક સુધરી જશે. • ચાર ભાગીદાર હતા. કપાસના ગોડાઉન હતા. દરેક ભાગીદારમાં અંતર પડ્યું.
સંસારમાં ક્યાંય વિશ્વાસ નથી. ગમે ત્યારે દગો થાય, જ્યાં વિશ્વાસ નથી ત્યાં વિશ્રામ નથી. ધર્મ પરનો વિશ્વાસ વિશ્રામમાં લઈ ગયા વગર ન રહે. સંસાર ખરાબ કેમ છે? કારણ સંસારમાં વિશ્વાસ નથી. અમે રાતના સંથારા પોરસી ભણાવીને સૂઈએ. સૌથી નશ્વર ગણાતા શરીરનો ભરોસો શું? સંસારના ભરોસે બેઠા છો. પાછો એ વિશ્વાસ અડીખમ કર્યો છે. તમો પોતે કેટલાના વિશ્વાસ તોડ્યા ને તમારા કેટલા તૂટ્યાં? ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધના ક્ષેત્રે ત્રણ કલંક મૂક્યા. ૧) કાળ ભયંકર છે. ૨) આયુષ્ય અસંસ્કાર્ય છે. ૩) શરીર ઘસાતું જાય છે. કાળ ભયંકર એટલે આજે જે ચીજ પર બહુ રાગ હોય તે ચીજમાં સમય જતાં અણગમો થાય છે. તમામ પદાર્થના આકર્ષણને તોડવાનું કામ કાળ કરે છે. અણગમો પેદા કરવાનું કામ પણ કાળ કરે છે. કાળનું કામ? કાળ રસ ચૂસી લે છે અને આકર્ષણ ખતમ કરે છે. સમય નહીં પણ સમયનું કાર્ય ભયંકર છે. વીતરાગતા તરફ લઈ જાય તે વૈરાગ્ય અને દ્વેષ તરફ લઈ જાય તે તિરસ્કાર. પત્ની ખાતર માબાપ છોડવા તે જુદું અને પરમાત્માની ખાતર મા-બાપ છોડવા તે જુદું. શત્રુંજય તીર્થે પ્રસંગે ઘણા સાધુ ભગવંતો પધાર્યા. સ્વાભાવિક પૂછ્યું આ આખો સંસાર છોડવાનું મન કેમ થયું? તમે તો પસ્તી, ઘઉંની ગુણી, તેલ-ઘી ડબ્બો પણ એમને એમ છોડતા નથી. મુનિવરે જવાબ આપ્યો. જે ગામે જવાનું નથી તેનું નામ લેવું નહીં. દીક્ષા લીધા પછી ઘર યાદ આવે? હા રોજ દરેક ક્રિયામાં યાદ આવે. કારણ? ચારિત્રના માર્ગે ચાલી નીકળનાર આત્મા મા-બાપને વિશ્વાસ આપે છે કે આ જન્મનો તારો ઉપકાર ચૂકવી શકાય તેમ નથી પણ જન્મોજનમ જેનો માર્ગ મારા ઉપર ઉપકાર છે તેની સેવા માટે જઈએ છીએ માટે રજા આપો. ઉપાધ્યાયજી મહારાજ લખે છે દીક્ષા લેતી વખતે મા-બાપને આપેલું વચન દીક્ષા લીધા પછી મા-બાપ કરતાં વધુ સેવા ગુરુની, શાસનની ન કરે તો તે દ્રોહી છે. તેને વિશ્વાસઘાતનું પાપ લાગે છે. સિંહ મારી મારીને કેટલાને મારે? પોલિસ ફાયરીંગ કરે એકને મારે તો તમો બધા ભાગો કારણ એ એકમાં બધાની પોતાની જાત મૂકી છે. હું તો ઠાર નહીં થઉં ને? આખા સંસારમાં વિશ્વાસ પેદા નહીં થાય તો વૈરાગ્ય પેદા નહીં થાય. ઓછા વધારે સંસારમાં દગો કરનાર કોણ? પત્ની, પૈસા, શરીર એ તો પેટા વિભાગ છે પણ હેડ ઓફિસ આપણું પુણ્ય છે. પુણ્યના દગાએ જ વધુ જાય છે.