________________
મુંબઈમાં એક છોકરો મળ્યો કહે મારા બાપુજીનો સ્વભાવ અતિ ખરાબ છે. આટલી હદે કોઈનો ખરાબ ન હોય. ૨૪ કલાક ખરાબ બોલ્યા કરે છે. એ દીકરાને પૂછ્યું આટલી હદે ખરાબ બોલનારને તમે સાચવો છો? સાહેબ તેમને સાચવવાનું મન થાય છે. કારણ તેમની પાસે ગત જન્મનું પુણ્ય લઈ આવ્યા છે. આ જન્મમાં સુખી કોણ? જેના જીવનમાં ફરિયાદ ઓછી છે તે. જેની નજર બીજી તરફ છે તે કદાચ સુખી બની શકતો હશે પણ ધર્મ ન બની શકે. ધર્મી બનવા શરત છે. બીજેથી નજર ઉઠાવો દૃષ્ટિ પોતા પર રાખો. સંસારમાં સાચો સાધક એ છે કે સંસારમાં રહેવા છતાં સંસાર સાથે મનમેળ ન રાખે તે સાધક છે. પ્રશંસાથી પર થઈ પુરુષાર્થથી યુક્ત બની પરિણતિને આત્મસાત કરવાની ભૂમિકા “અનાત્મ પ્રશંસા' દ્વારા લાવો.
છે મારું સત્કાર્ય બીજાઓ જાણે... મારા ગુણો બીજા જાણે, મને સજ્જન સમજે આવી ઇચ્છા, અભિલાષા સ્વપ્રશંશા માટે મનુષ્યને પ્રેરે છે. ભૂલ સમજાતી નથી. મહામહેનતે ગુણો આત્મામાં પ્રગટે છે. તેનું સંરક્ષણ ન કરાય તો સમજવું કે ગુણોનું મૂલ્યાંકન ભૂલી ગયા છીએ. અભિમાનનો વાયુ ગુણોનો નાશ કરે છે. જમાલિ કેમ ભવમાં ભટક્યો? દંભ ન કરો. સહજ બનો.
-કાનનનનનના કારખાનામાં નાનામકાન ના વીકાસ કાર