________________
સંસ્કારો અને સંયોગોની એન્ટ્રી સુખની આધારશિલા જો પૂર્વજન્મના સુકૃતોથી ઊભું થયેલું પુણ્ય છે. તો | ગુણોની આધારશિલા વર્તમાન જીવનમાં આદરેલા સુકૃતો અંગેનો પુરુષાર્થ છે.
સુખ જાય છે પુણ્યની અલ્પતાના કારણે અને ગુણ જાય છે પુરુષાર્થની અલ્પતાના કારણે. જેની નજર અન્ય તરફ જ છે એ કદાચ સુખી બની શકે પણ ધર્મી બનવું એના
માટે મુશ્કેલ છે. • પુણ્ય પરનો વિશ્વાસ ઘટ્યો છે એના કારણે અસમાધિ વધી છે.
બેદરકારી છતાંય સુખ ટકાવવામાં કોઈ વાંધો નથી પણ જાગૃતિ વિના ગુણ
ટકી ન રહે એવી કોઈ શક્યતા નથી. • પાપનો ઉદયકાળ એવો વિચિત્ર કાળ છે. એમાં શરીર થાકે છે અને મન કંટાળે
• પુરુષાર્થના વૃક્ષ પર સફળતાના ફળો ન લાગતા હોય તો એનો અર્થ એટલો જ
છે કે પુણ્યના મૂળીયા કાં તો સુકાઈ ગયા છે કાં તો કમજોર બની ગયા છે. • જ્ઞાનીઓ ખૂનીઓને પામીનેય પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા તો આપણે
કમસે કમ મુનિઓને પામીને આત્મકલ્યાણ અકબંધ કરી લઈએ.
બીજાએ ગ્રહણ કરેલા પોતાના ગુણરૂપ દોરડાઓ હિત માટે થાય છે. આશ્ચર્ય છે કે તે પોતે ગ્રહણ કરેલા હોય તો ભવસમુદ્રમાં પડે છે.
અનંત કલ્યાણકારી, હિતકારી ઉપાધ્યાયજી “અનાત્મ પ્રશંસા અષ્ટકમાં અનાદિ ડાળની નબળી કડીઓની વાત કરે છે. તારા ગુણની પ્રશંસા કરી લોકો તરી જશે પણ તું જ તારી પ્રશંસા કરીશ તો ડૂબી જઈશ.
અહંકારના બે સ્થાન છે.
સુખનું સ્થાન અને ગુણનું સ્થાન હોય તો અહંકાર કરે. વર્તમાનનું સુખ ગત જન્મના સુકૃતનું ફળ છે. માટે અહંકાર કરવાનું કોઈ કારણ નથી. ગત જન્મે પરમાત્માની ભક્તિ થઈ તેના કારણે આ સુખ છે. હવે ભૂતકાળ છે નહિ તેથી અહંકાર કરવાનું કારણ નથી. જ્યાં અહં પેદા થાય તે અઈની એન્ટ્રી પાડી દે.
પુરુષાર્થ અત્યારે તમે કર્યો છે પણ ફળ આપવાનું કાર્ય ગત જન્મના સુકૃત કર્યું છે. આ જગતમાં વિજયના નાથ બનવા બધા તૈયાર છે પણ પરાજય તો અનાથ છે. સુખમાં યશ લેવું દુઃખનો પણ ઉપકાર માનવો જરૂરી છે. સુખનો સંબંધ ભૂતકાળના