SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિની વાત આવતા વ્યક્તિ નજર સામે આવે. તરત ગુણદોષ નિર્માણ થાય. ગુણવાને દોષિત સામે ન આવવું. દોષિત દષ્ટિ જ આપણા અપૂર્વકરણને રોકે છે. ગમે તેવા અનાદિના સંસ્કારો છે. પણ મારે દોષ મુક્ત થવું જ આ સત્વનો સત્કાર કરો. - દુનિયામાં બે પ્રકારના માણસો છે. • એકલો ઊભો હોય તોય મોટો અને ક્યારેક મોટાઈ પુરવાર કરવા બાજુમાં ૨-૪ ને ઉભા રાખવા પડે. કેવળી જંગલમાં, ઝૂપડામાં, શહેરમાં, સર્વ જગ્યાએ મોટા જ હોય. કેટલાકને મોટાઈ પુરવાર કરવા નાનાને બાજુમાં લાવવા પડે છે. બે વાંદરા ભેગા થાય તે એકબીજાને ખણ્યા કરે પણ બે માણસો ભેગા થાય તો એકબીજાની ખોડ્યા કરે. તમારી પાસે શસ્ત્ર ન હોય તો પશુ કરતાંય કમજોર છો. ત્રણ તબક્કાની વાત જાણી લો. સામી વ્યક્તિ અપૂર્ણ જણાય તો માત્ર તેના પર તમારો રાગ છે. • સામી વ્યક્તિ અપૂર્ણ જણાય છતાં દોડે તો પ્રેમ છે. અપૂર્ણતા દેખાય અને પૂર્ણ બનાવવામાં પ્રયત્નો કરે તે કરુણા છે. ડુંગર દૂરથી રળિયામણા જ લાગે. નજીકથી વાસ્તવિક દર્શન દૂરથી ઉપરનો નજારો કાંઈક જુદો જ હોય. નજીક આવ્યા પછી માણસ દૂર થાય છે દોષ દર્શનની વૃત્તિને કારણે. ફોરેનમાં ચોપાટી, વાલકેશ્વરના ફોટા મોકલે અને તે અહીં ઝૂંપડપટ્ટી જુએ ત્યારે શું થાય? નજીક આવ્યા પછી મુંબઇય ગોબરૂ લાગે છે. મુંબઈ ખરાબ છે કે કલ્પના ચિત્ર તૂટે છે માટે લાગે છે! નિકટ આવ્યા પછી ગુણદર્શન થાય તો ફાવી જશો. પ્રવચન સાંભળી આકર્ષાઈ જાઓ પછી નજીક જવાનું થાય ને દોષ દેખાય. ગુરૂમાં બે વિશેષણો છે. ૧) ગુરુ છદ્મસ્થ પણ છે, ૨) ગુરુ તારક પણ છે. ચંડરુદ્રાચાર્ય દીક્ષાર્થીનો લોચ કરી નાખ્યો. મશ્કરી કરનારાનું મસ્તક મૂંડી નાખ્યું. આ પ્રતિપાતી જ્ઞાનથી રસ્તો દેખાય છે. લોહીથી સ્નાન કર્યું હોય એવું શિષ્યનું માથું/શરીર છે. આ સ્થિતિમાં શિષ્ય કયો એંગલ પકડ્યો? છvસ્તાનો કે તારકતાનો? બન્ને હતા છતાં પકડ્યો તારકતાનો. તમારી દુકાનમાં જે પાર્ટનર છે, સાત વ્યવસનવાળો છે પણ ૫૦ લાખનો નફો કરાવે છે. તો શું ધ્યાનમાં રાખો? સાહેબ! અમો કોઇના અંગત વ્યવહાર જોતા નથી. ગુરુની છદ્મસ્થમાં ઉછળી પડીએ છીએ. છાપે ચડાવો છો એક વાત બીજાના દોષો જોવા છતાં સદ્ભાવ ટકાવવાની પાત્રતા ન હોય તો નજીક જવાનું, મળવાનું ခံခဲ့ခြင်းခြင့် XXXXXXXXXX0
SR No.032474
Book TitlePravachan Parikamma Part 02
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy