________________
તે ચેતન બને જ નહિ. આ આપત્તિને નિવારવા શુદ્ધ નિશ્ચયનય આત્માને સ્વભાવનો પણ કર્તા માનતો નથી. આમ, શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા શુદ્ધ સ્વભાવનો કર્તા નથી, કિંતુ માત્ર શુદ્ધ સ્વભાવ ધારણ કરનારો છે.
શુદ્ધપર્યાય (શબ્દ) નયથી આત્મા શુદ્ધ સ્વભાવનો કર્તા છે. એ નયનું કહેવું છે કે દરેક દ્રવ્ય પોતપોતાના ભાવોનો કર્તા છે, પણ પરદ્રવ્યના ભાવોનો કર્તા નથી. જો એક દ્રવ્ય પરદ્રવ્યના ભાવોનો કર્તા બને તો તે ૫રદ્રવ્યમય બની જાય. હવે એવો નિયમ છે કે જે દ્રવ્ય અન્યદ્રવ્યમય બની જાય તે દ્રવ્યનો નાશ થઈ જાય. આથી જો આત્મા પુદ્ગલના ભાવોનો કર્તા બને તો તેનો નાશ થવાની આપત્તિ આવે. માટે આત્મા પુદ્ગલાદિ ભાવોનો કર્તા નથી, કિંતુ માત્ર પોતાના શુદ્ધ ભાવોનો કર્તા છે. શુદ્ધ નય પર્યાયાર્થિક નય હોવાથી શુદ્ધ ક્ષણોના પર્યાયોને આશ્રયીને વિચાર કરે છે. પર્યાય તો પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશશીલ છે. આથી આત્મા પ્રતિક્ષણ પોતાના શુદ્ધ ભાવોનો કર્તા છે. પ્રસ્તુત શ્લોકમાં આ નયની દૃષ્ટિએ આત્માને પરભાવોનો અકર્તા કહ્યો છે.
ઋજુસૂત્ર નયથી આત્મા રાગાદિક વિભાવોનો પણ કર્તા છે. તેનું કહેવું છે કે, આત્મા સ્વયં જયારે જયારે જે જે ભાવને પરિણમાવે છે, ત્યારે ત્યારે તે તે ભાવોનો કર્તા આત્મા કહેવાય. આમ ઋજુસૂત્ર નય આત્મામાં પોતાના જ ભાવોનું કર્તૃત્વ સ્વીકારે છે, પણ પૌદ્ગલિક ભાવોનું કર્તૃત્વ સ્વીકારતો નથી.
પ્રશ્ન : આત્મામાં પૌદ્ગલિક ભાવોનું કર્તૃત્વ સ્વીકારવામાં આવે તો શી આપત્તિ આવે?
ઉત્તર : જો આત્માને પોતાના અને પરના ભાવોનો કર્તા માનવામાં આવે તો એક જ આત્મા બે ક્રિયા (એક સ્વભાવોને ક૨વાની અને બીજી પરભાવોને કરવાની) થવાની આપત્તિ આવે. જિનેશ્વર દેવોને એક જ દ્રવ્યમાં બે ક્રિયા સંમત નથી.
પ્રશ્ન : જો આત્મા પર પૌદ્ગલિક ભાવોનો કર્તા નથી તો કર્મનો પણ કર્તા નથી એ સિદ્ધ થયું. કારણકે કર્મ પુદ્ગલ છે. હવે જો આત્મા કર્મનો કર્તા નથી તો આત્માને કર્મબંધ કેમ થાય છે?
ઉત્તર ઃ સંસાર અવસ્થામાં આત્મા પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોને
LLLLL015B1M_-ATENT/DWM (ABC)UTC) ALLL L LL nirstising sive even Ye're
૩
F1W1NIC)(CC (2) CINEMIC ATTAINJAL disinve||NEW CivetingYRTCUTE