________________
વિના બધા નો પ્રત્યે સમભાવ રાખે છે તે મહામુનિ મધ્યસ્થ છે.૨
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ।।४।। (૪) ના:-મનુષ્યો સ્વ-કર્મ-ત-માવેશT:-પોતપોતાના કર્મમાં જેણે આગ્રહ કર્યા છે એવા, અર્થાત્ સ્વકર્મવશ (અને) સ્વર્વ-વર્ષ-મુન:-પોતપોતાના કર્મને ભોગવનારા છે તેવું-તેવા મનુષ્યોમાં અધ્યસ્થ:-મધ્યસ્થ પુરુષ રા -રાગને છતિપામતો નં-નથી અને તે દ્વેષને માપ-પણ છતિ-પામતો –નથી.
(૪) પોતપોતાના કરેલા કર્મને વશ બનેલા, અને પોતપોતાના કર્મના ફળને ભોગવનારા મનુષ્યોમાં મધ્યસ્થ પુરુષ રાગ-દ્વેષ કરતો નથી.
मनः स्याद् व्यापृतं, यावत्परदोषगुणग्रहे ।
कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ।।५।। () વવ-જ્યાં સુધી મન:-મન પર-ટોપ-જુન-પ્રદે-પારકા દોષ અને ગુણને ગ્રહણ કરવામાં ગામૃત-પ્રવર્તેલું ચા-હોય તાવ-ત્યાં સુધી મધ્યસ્થન-મધ્યસ્થ પુરુષે (મનને) માત્મભાવને-આત્મધ્યાનમાં વ્યગ્રં-આસક્ત વર્ષ-કરવું વર-શ્રેષ્ઠ છે.
(૫) જેટલો સમય પારકાના દોષ અને ગુણ ગ્રહણ કરવામાં મન રોકાયેલું રહે છે, તેટલો સમય તેને મધ્યસ્થ પુરુષે આત્મધ્યાનમાં રત રાખવું સારું છે.
પ્રશ્ન - બીજાના દોષો જોવા, વિચારવા કે બોલવા એ દોષરૂપ છે. પણ બીજાના ગુણો વિચારવા જોવા કે બોલવા એ તો ગુણ છે. આથી પારકાના ગુણો શા માટે ગ્રહણ ન કરવા?
ઉત્તર-મગનું પાણી અને દૂધ બંને પૌષ્ટિક અને ઉત્તમ છે. છતાં રોગીને તો મગનું પાણી જ લાભ કરે, પણ નિરોગી માણસને આ બેમાં કોનાથી વધારે લાભ મળે? મગનું પાણી લે તો તેને નુકશાન નથી, પણ દૂધ-પાનથી મળતા અધિક લાભથી વંચિત રહી જાય છે. સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો આમાં નુકશાન પણ છે. અધિક લાભથી વંચિત રહેવું એ જેવું તેવું નુકશાન નથી. રોગી પ્રાથમિક અવસ્થામાં મગના પાણીનું સેવન કરીને નિરોગી બની જાય અને દૂધનું સારી રીતે પાચન કરવાની શક્તિ આવી જાય, છતાં મગનું પાણી જ પીવાનું ચાલુ રાખે તો શું એ પૂર્ણ શક્તિ મેળવી શકે? પછી તો એ ધીમે ધીમે મગના પાણીના સ્થાને દૂધનું સેવન કરે અને અંતે મગનું પાણી સર્વથા છોડી કેવળ દૂધનું જ સેવન કરે. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં પરગુણગ્રહણ મગના પાણી તુલ્ય અને આત્મધ્યાન દૂધ સમાન છે. નીચલી કક્ષાના સાધક માટે પરગુણગ્રહણ લાભદાયી છે, પણ ઉચ્ચ કક્ષાના સાધકને પરગુણગ્રહણથી થતા લાભની અપેક્ષાએ આત્મધ્યાનથી અધિક લાભ થાય છે. આથી જ પ્રસ્તુત ગ્રંથકાર મહાત્માએ બાલાવબોધ