SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મહામંત્ર રક્ષક બને છે! ‘કદમ-કદમ દમ-દમ હરદમ પર જહાં લોહીકે આંસુ ઉમડે! આવાં કંટક-કંકર છાયાં રાહ પર ડગ ભરનારો જવાંમર્દ કહેવાય છે.’ ‘વિરાટ’ પણ આવો જ એક જવાંમર્દ હતો. અને ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.' જેનામાં શૌર્ય હોય, હિંમત હોય, જવાંમર્દી હોય, એવાં જવાંમર્દોની વહારે તો ખુદા પણ ધાય છે, વિરાટમાં શૌર્ય હતું. જવાંમર્દી હતી. તો પછી એનું રક્ષણ મહામંત્ર કરે, એમાં શું આશ્ચર્ય!!! વિસનગર એનું હમવતન! ઉમ્મર માત્ર પંદર વર્ષની! વિરાટ હજી તો ઊગીને ઊભો થયો હતો! શૈશવનો શણગાર હજી તો એના દેહ પરથી ઊતર્યો યે ન હતો! છતાં ય એના દિલદિમાગમાં મહામંત્ર નમસ્કાર પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી! એ મહામંત્રનો અનન્ય ભક્ત હતો.! મહામંત્રના ભક્તિ-ગીતો એના દિલમાં સદા ય ગૂંજ્યા કરતાં! પંદર વર્ષની વયે એક વાર વિરાટના દિલમાં તિર્થાધિરાજ શત્રુંજયની મહાયાત્રા કરવાના અરમાન જાગ્યા. એના સ્મૃતિ-પટ પર ભગવાન આદિનાથની અલબેલી પ્રતિમા ખડી થઈ. ‘દાદા’નું એ ભવ્ય મુખારવિંદ! એ વિશાલ કાયબિંબ એ અનોખી અસ્મિતાથી ઓપતાં અધર! અને એ કારુણ્ય રેલાવતાં એ નયન યુગલ ! એની મીઠી યાદ વિરાટની યાદદાસ્તમાં અંકાઈ ગઈ, શત્રુંજય જાણે વિરાટને સાદ દઈ રહ્યો હતો. એના ઉરનું ` ઊર્મિ-તંત્ર પણ જાણે યાત્રા કાજે નિસરવા એને હાકલ દઈ રહ્યું હતું! અને ઉરના ઊર્મિ-તંત્રની હાકલને કોણ જાકારો દઈ શક્યું છે કે વિરાટ એ હાકલને જાકારો દે! -ને એક 'દિ વિરાટે શત્રુંજયની યાત્રા કાજે પ્રયાણ આદર્યું, ભગવાન આદિનાથનાં મિલન 5 કાજે સુરતાં એના તન-મન કંઈક આશાયેશ અનુભવી રહ્યા. પંદર વર્ષની વયે એકલો ને અટૂલો વિરાટ યાત્રા કાજે નીસર્યો! વિસનગરથી શત્રુંજ્ય ભણી આગે બઢનારી ટ્રેનમાં એણે પોતાની બેઠક જમાવી. ટ્રેન એક પછી એક સ્ટેશનને વટાવીને આગે ધપી રહી હતી! વિરાટનું માનસ પણ કોઈ સોહામણી સ્વપ્નસૃષ્ટિની સફરે ઉપડી ગયું હતું! ટ્રેનમાં બેઠો બેઠો પણ વિરાટ શત્રુંજયની માનસિક યાત્રા કરતો હતો! એના માનસપટલ સમક્ષ શત્રુંજયનો એ ભૂરો-ભૂરો પહાણ ખડો થતો ને વિરાટ એના કંકર-કંકરને ભક્તિભર્યા દિલે નમી પડતો! એનું દિલ તિર્થાધિરાજની પગથાર ચઢીને ભગવાન આદિનાથના રમણીય રંગમંડપમાં પહોંચી જતું ને ઝૂકી પડતું. દાદાના અશરણ-શરણ ચરણમાં!!! બસ, આમ ટ્રેન આગે બઢતી હતી ને વિરાટની એ રંગીન સ્વપ્નોની વણઝાર પણ આગે ધધ્યે જતી હતી! એક પછી એક સ્ટેશનને વટાવીને આગે ધપતી ટ્રેન ‘સોનગઢ' સ્ટેશને ઊભી રહી. વિરાટ જે ડબ્બામાં બેઠો હતો, એ ડબ્બામાંથી એક ટોળું નીચે ઊતર્યું ને એક અજ્ઞાત દિશા ભણી ચાલવા માંડ્યું; એ ટોળાંની પાછળ વિરાટ પણ ટ્રેનમાંથી નીચે ઊતર્યો. આજુબાજુ નજર ફેરવી ને એની આંખ આગળ ‘સોનગઢ’નું પાટિયું ખડું થયું! વિરાટ સાશ્ચર્ય વિચારવા લાગ્યો : ‘હું કેમ ડબ્બામાંથી નીચે ઊતરી ગયો? મારી મંઝિલ તો શત્રુંજય છે! અને એ ડબ્બામાં બેસવા પાછો વળ્યો; પણ આ શું! એના કદમ જાણે એ ડબ્બા ભણી પાછા ફરવાની સાફ ના સુણાવી રહ્યાં હતાં અને પેલું ટોળું જે દિશા ભણી ધપતું હતું, ત્યાં જવાને સુરતાં હતાં. મહામંત્ર પારસ રૂમો, લોખંડ સમો છે જીવ; સ્પર્શ થતાં પારસતણો, જીવ જ થાયે શિવ.’-૧૮ 5 ૭૭
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy