________________
નમસ્કાર એ જ ચમત્કાર
ઝુકાવનાર મળે, ત્યાં ઝુકી જનારી દુનિયા ભલે એમ બોલતી સાંભળવા મળે છે, જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર! પણ જેને નમસ્કારને સમજવો છે, જેને નમસ્કારમાં નિષ્ઠા છે અને નમસ્કારની દુર્લભતા જેના દિલ-દિમાગમાં આરપાર ઉતરી ગઈ છે, એ તો એમ જ બોલવાનો કે, ભાઈ! આપણને નમસ્કાર મળ્યો. એ જ ચમત્કાર છે! યોગ્ય પૂજ્યની સામે અક્કડ રહેવામાં રાચનારી દુનિયા ઘણી મોટી છે. આ દુનિયા વચ્ચે વસવા છતાં આપણને નમસ્કાર મંત્ર મળ્યો અને સુદેવ, સુગુ, સુધર્મના ખોળે બિનશરતી શરણાગતિ મેળવવાની વિનયશીલતા સાંપડી, આનાથી ચડિયાતો બીજો વળી ચમત્કાર થયો હોઈ શકે! આમ, જગત અને જનતામાં ભલે “ચમત્કાર ત્યાં નમસ્કાર!'નો મહિમા હોય, પણ જૈનશાસન અને જૈન સંઘમાં તો “નમસ્કાર એ જ ચમત્કાર!'ની શ્રદ્ધાનો જ ગુંજારવ હોવો જોઈએ. આવો ગુંજારવ જેના વાચનથી વધુ દઢ બને, એવા અર્વાચીન આ પાંચ પ્રસંગોના લેખન પાછળ એ જ ભાવના રહી છે કે, સૌ નમસ્કારને જ ચમત્કાર ગણવાની શ્રદ્ધામાં વધુ મજબૂત અને મક્કમ બનવાનું બળ મેળવે.
મુનિ પૂર્ણચન્દ્રવિજય ગણિ
-
પાંચે પદને ભાવથી, કરે વંદના જેહ, અપૂર્ણપણે તેનું ટળે, પૂર્ણ પદ પામે તેહ.'-૩
!