SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંસ્કારોની રખેવાલ માતાના પણ મીઠા ઉપાલંભ ઘણા આવતા, પણ ‘બંધા ઞાત બારસી, વહેરા ઞાત્ત ગીત' ની જેમ કર્મના કઠોર કાઠિયાએ પાષણ-હૃદયી બનાવી દીધેલ. મને કંઈ અસર ન થઈ! પણ ભાવીના ગર્ભમાં શું છુપાયું હશે? તે તો સર્વજ્ઞ પ્રભુ વિના કોણ જાણી શકે!!! ઈ. સ. ૧૯૬૧ ના જાન્યુઆરીના પ્રારંભથી સામાન્ય તાવ અને કમરના દર્દની શરૂઆત થઈ. તાત્કાલિક સામાન્ય ઉપચારો કર્યા, આર્થિક કમાણીના તડાકા સાથે મોટા પગારની માનવંતા ડૉક્ટરની કામગીરીમાં ઉપેક્ષા કરતો ગયો, ધીમે ધીમે દર્દ જોર પકડતું ગયું. મારા ઉપરીના ડૉક્ટરની સલાહ લઈ લોહીની તપાસ, એકસરે-સ્ક્રીનિંગ વગેરે કરાવ્યું, પણ બધામાં નોર્મલ જ આવ્યું. કંઈ ખાસ દર્દનું કા૨ણ ન પકડાયું. છેવટે છઠ્ઠી ફેબ્રુઆરીએ દર્દો વધુ ઉગ્ર રૂપ લીધું, શરીરનું ઉષ્ણતામાન વધ્યું, તાવ વધ્યો, કમરનું દર્દ પણ અસહ્ય બન્યું. અમારા ડિપાર્ટમેન્ટના ઉપરી ડૉ. ખાનને તાત્કાલિક બોલાવ્યા. મેં તે વખતે શ્રાવિકાને કહેલ કે– ‘આ દર્દની અમુક દવા છે, તેનું મને રીએક્શન આવે છે. માટે ડૉ. ખાનનું ધ્યાન ખેંચજે!' આમ ભલામણ કરેલી છતાં ડૉ. ખાન બાર વાગ્યા છતાં ન આવ્યા, તેથી શ્રાવિકા નિત્યક્રમ પતાવવા બાથરૂમમાં ગઈ અને ડૉ. ખાન આવી ગયા. વેદનાથી વિશ્વવલ બનેલા મને તપાસ્યો. જે દવાનું મને રીએક્શન આવતું, તે જ દવા ભાવીયોગે મને આપી. એકાદ કલાકમાં જબ્બર રીએક્શન આવ્યું. દર્દે માઝા મૂકી. રહેવાય નહીં, નાકીના જેવી વેદનાની ભયંકર ચક્કીમાં પીસાઈ ગયો. રાડો પાડવા માંડી, ઉલટીઓથી આંતરડાં ખેંચાવા માંડ્યાં, મારી પિરચર્યામાં રહેલ ડૉક્ટરો વગેરે પણ ગભરાઈ ગયા. મારા ડિપાર્ટમેન્ટના સૌથી વડા ઉપરી ડૉ. ગિબ્સનને તાત્કાલિક બોલાવ્યા, અમારી હૉસ્પિટલના સારા માનદ ડિગ્રીવાળા ડૉક્ટરોની કોન્ફરન્સ થઈ, સૌએ મને તપાસ્યો, પણ મારા દર્દનું નિદાન જ તેઓ કંઈ કરી ન શક્યા. આ જીવનમાં અત્યંત આસક્તિપૂર્વક ભોગવેલ વિષયો અને અભક્ષ્ય ભોજનાદિથી ઉદીરાયેલ તીવ્ર પાપકર્મના ઉદયે સહુને ભુલાવ્યા, સહુ બેબાકળા બન્યા, મારી કારકિર્દી, હસમુખો સ્વભાવ અને પુણ્યાઈના બળે ઈંગ્લેંડ જેવી ધરતી પર પણ ભારતીય છતાં પણ મારા તરફ સહુની પ્રબળ લાગણી હતી. પરિણામે સહુ કેસની ગંભીરતા નિહાળી મારી શ્રાવિકા અને બે કોમળવયની દીકરીઓના ભાવીના વિચારથી ગભરાઈ ગયા, ડૉ. ગિબ્સને તુર્ત લંડનની સૌથી મોટી પ્રખ્યાત થી હેમરસ્મીથ હૉસ્પિટલ (The Hammersmith Hospital) માં ફોન કર્યો, ત્યાં સારામાં સારી ટ્રીટમેન્ટનાં સાધનો છે. તે વિના આ દર્દનું નિદાન શક્ય નથી. આવું લાગવાથી ત્યાં દાખલ કરવાનો ઝડપી નિર્ણય લીધો, પણ પાપકર્મ વચ્ચે આવ્યું. સામેથી ફોન આવ્યો કે એક પણ ખાટલો ખાલી નથી વેઇટિંગ લીસ્ટ (Waiting List) તો ઘણું લાંબું હતું. હવે શું? પણ પાછું પુણ્યે જોર કર્યું. ડૉ. ગિબ્સને લાગણીથી હિંમત ન હારતાં ધીરજથી હૉસ્પિટલના સૌથી વડા અધિકારી પ્રો. સ્કેન્ડિંગ (PROF. SCANDDING) ને જાતે બધી વાત સમજાવી. વડા અધિકારીએ કહ્યું “વાત સાચી! પણ કાયદેસર બધું કામ થાય. કાયદાનો ભંગ કરી લાગવગથી અનુચિત કરવા મારી તૈયારી નથી.” પણ લાગણીવશ બનેલ ડૉ. ગિબ્સનની વધુ પડતી આજીજી ભરી વાતથી નરમ બનેલ વડા અધિકારીએ કહ્યું કે-“એક ઉપાય છે! કોશિષ કરી જુઓ. આપણા પ્રાઇમ મિનિસ્ટર (PRIME MINISTER) માટેનો એક રૂમ ખાલી છે, પણ તેમની સંમતિ વિના તે રૂમ મળે નહીં.” તુર્ત જ ડૉ. ગિબ્સન, પ્રો. સ્કેન્ડિંગ અને બીજા ત્રણ મિત્રો જેઓ (M.P.=Members of Parlia _‘મહામંત્ર નવકારનું, શરણ ગ્રહે ભવિ કોઈ; જન્મ મરણ તેના ટળે, સંશય ન તેમાં કોઈ.’-૩૨ ૪૬
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy