SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ હતા)ની સુપુત્રી મંજુલાની સાથે થયાં. તે મારા આજના ધાર્મિક જીવનના પ્રારંભ માટેની એક મહત્ત્વની કડી રૂપ છે. જો સુશ્રાવિકા તરીકે મારી પત્ની રૂપે સંસ્કારી મંજુલા ન હોય તો મારું જીવન આજે ક્યાં હોત? તેનો વિચાર જ મને કમ-કમાટી ઉપજાવે છે. એકંદર સ્થાનકવાસી સંપ્રદાયમાં જે અમુક શ્રાવક જીવનને લગતી પ્રભુપૂજા, વીતરાગ પ્રભુની ભક્તિ, ભક્ષ્યાભક્ષ્ય વિવેક, વિશિષ્ટ તપશ્ચર્યા અને જીવનને વિરતિ-ધર્મના પંથે લઈ જવા માટેની સફળ કૂંચીઓની ખામી હતી, તે સઘળી દેરાવાસી માતા-પિતાના કુળના સંસ્કારોથી સમૃદ્ધ, વિવેકી, વિનયી, સુશીલ, સંસ્કાર-સંપન્ન, મંજુલા જેવી સુશ્રાવિકાને પત્ની તરીકે પૂર્વના પુણ્યોદયે મેળવી પાપના અફાટ દરિયામાં ધસમસી રહેલ મારી એ જીવન-નાવ ટર્નિંગ પૉઇન્ટ મેળવી આજે પ્રભુશાસનની યથાશક્ય-આરાધનાના પંથે ધપી રહી ભવસાગર તરવા માટે પ્રયત્નશીલ બની રહી છે, તે બધો પ્રતાપ ખરા અર્થમાં સાધર્મિક શ્રાવિકા રૂપ સંસારી પત્ની રૂપ મંજુલાનો છે. આ વાત નિર્વિવાદ છે. વળી ભાવિના સંકેત પ્રમાણે સાંપ્રદાયિક મમત્વને લીધે દેરાવાસીની કન્યા કેમ લેવાય? એ પ્રશ્ને ઉગ્ર રૂપ લેવા છતાં મારા ભાવી પુણ્યોદયની પ્રેરણા મુજબ મને એવું વલણ લેવાની સૂઝ થયેલ કે બસ! પરણું તો આની સાથે જ!” છેવટે માતૃવાત્સલ્યે કુટુંબીઓની ઇચ્છા સંપ્રદાય ભેદના કારણે ઓછી છતાં મારી ઇચ્છા પૂરી થઈ. જેના પરિણામે મારા જીવનના વિકાસમાં ખૂટતા તત્ત્વોની પૂર્તિ માટેની તક મને આકસ્મિક રીતે મળી!!! આ વાત આગળ જણાવતી મારા જીવનની સત્ય ઘટનાથી વધુ સ્પષ્ટ થશે. સમયના વહેણ સાથે ૨૨ વર્ષની ચઢતી યુવાનીએ M.B.B.S. થઈ M.D. (Part 1) ઈ. સ. ૧૯૫૩માં પાસ થયો. આ વખતે માતાજીના વધુ પડતા આગ્રહથી ઈ. સ. ૧૯૫૪ની સાલમાં મંજુલાની સાથે મારાં લગ્ન થયાં. નવપરણેતર રૂપે આવેલ મંજુલાએ સુશ્રાવિકારૂપે ફરજ સમજી મારા જીવનને સંસ્કારી દિશામાં વાળવા માટે મારો સાઇકીક અભ્યાસ ખંતથી કર્યો. તે અરસામાં મારી ઇચ્છા પ્રવૃત્તિને અનુકૂળ રહી M.D. માં (Part 2) વધુ સારા માર્કે પાસ થવામાં મને ખૂબ સહયોગ મળ્યો. (ઈ. સ. ૧૯૫૬) સામાન્ય રીતે દુર્લભ ગણાતી (M.R.C.P.) (લંડન)ની ડિગ્રી મેળવવાની તમન્નાને પૂરી કરવા વધુ અભ્યાસાર્થે ઇંગ્લેંડ જવાની વાત કુટુંબીઓ સમક્ષ રજૂ કરી, તો બધાંએ આર્થિક ધોરણે, સામાજિક પ્રતિષ્ઠાના ધોરણે મારી વાત મંજૂર કરી, પણ મારા જીવનની સાચી પહેરેદાર મારી માતાએ ઘોર વિરોધ કર્યો. મુંબઈ જેવી મોહ ઘેલછાવાળી નગરીમાં સંસ્કારોનું નિકંદન થઈ જવાની દહેશત (કે જે મારા જીવનમાં તો હકીકતમાં સાચી જ થયેલી) ધરાવનાર મારી માતાએ વિચાર્યું કે મારી કુક્ષિએ અવતરેલ સંતાન વધુ પૈસા કમાઈને કદાચ દુનિયામાં નામ કાઢનાર બનીને કે ફોરેન-રિટર્ન બની વધુ પ્રતિષ્ઠા કમાઈને યશકીર્તિ મેળવે! પણ ઇંગ્લેંડ જેવા સાવ સંસ્કારવિહીન મ્લેચ્છ પ્રદેશમાં રહેવાના પરિણામે મારું સંતાન સંસ્કાર સંપત્તિથી કંગાળદરિદ્ર થઈ જાય તેનું શું!!! ઘણા મહિના સુધી ધર્મસંસ્કારના વિમળ ધબકારવાળા હૈયાવાળી માતાએ દીકરાની ભૌતિક ‘‘અખંડ જ્યોત’’ પુસ્તકમાં ડૉ. સુરેશભાઈ ઝવેરીનાં ધર્મપત્નીનું નામ ‘શાન્તા’’ લખેલ છે. પરંતુ વાસ્તવિકમાં નામ ‘‘મંજુલા’’ છે. જ્યારે ‘‘શાન્તા’’ નામ મંજુલાબેનનાં ઓરમાન માતાનું છે એમ ડૉ. સુરેશભાઈ પાસેથી જાણવા મળ્યું છે... પાર્શ્વનાથ ભગવાનને, સહાય થયો નવકાર; નવ ભવમાં સાથે ૨હી, દશમે કર્યા ભવપાર.'-૩૦ ૪૪
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy