________________
ה4
ગમે તેવી સારી ચીજ મળે, તોય નવકાર મળ્યાનો જે આનંદ છે તેનાથી અધિક આનંદ થાય તેમ નથી. શા કારણે એ આનંદ અધિક છે, એ કદાચ અમે વિગતથી વર્ણવી શકીએ નહિ, તોય અમારા મનમાં આ ઠસી ગયું છે અને એમે જેમ જેમ સમજતા જઇએ છીએ, તેમ તેમ અમારી આ શ્રદ્ધા દઢ બનતી જાય છે.’ આવી શ્રદ્ધા હોય તો અરિહંતાદિને નમતાં કેવો આનંદ આવે ? અને હૈયે કેવો ભાવ પ્રગટે ? ‘મારે તે જ જોઇએ છે, જે નવકારમાં છે, એ સિવાયનું કાંઇ જ મારે જોઇતું નથી.’ એમ થાય ને
નમતાં નમતાં કેવલજ્ઞાન !
નવકાર મંત્ર શ્રેષ્ઠ કેમ છે ?એમાં પંચ પરમેષ્ઠિ બેઠા છે માટે ! પરમેષ્ઠિ કોણ ? યોગ્યતાથી ને પુરુષાર્થથી અરિહંત બન્યા તે ! એના ફળસ્વરૂપ સિદ્ધો પણ બેઠા છે. એની આજ્ઞાના પાલન ખાતર દિ’ ને રાત મહેનત કરનારા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પણ બેઠા છે. આ બધા એમાં બેઠા છે, માટે જ નવકાર મંત્ર મહાન છે ! એ પાંચને કરાતા નમસ્કારમાં એ સામર્થ્ય પણ છે કે, નમતાં નમતાં જો ભાવ વધી જાય,શ્રેણી મંડાઈ જાય, તો નમનારો કેવલજ્ઞાની બની જાય એવુંય બને.
જો આટલું સમજાઈ જાય તો !
તમારે મન આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ કીમતી કેમ ? એટલા માટે કે, એ મચી રહ્યા છે દિ’ ને રાત અ રિહંતની આજ્ઞાના પાલન માટે ! એમને આ સંસારની સાથે જરાય સંબંધ નહિ ને ? કેમ કે એમને મોહની જાળને મૂળમાંથી છેદવી છે અને મોહની જાળને છેદીને જ્યાં અરિહંતાદિ પહોંચ્યાત્યાં પહોંચવા માટે તે તલપાપડ બન્યા છે ! એટલે એમને દિલનો સંબંધ અરિહંતો સાથે, અરિહંતના શાસન સાથે અને અરિહંતના શાસનની આરાધનાનાં સાધનો સાથે ! આવા અરિહંતાદિ પાંચને જેમાં નમસ્કાર છે, એ નવકાર મંત્ર સર્વશ્રેષ્ઠ ગણાય, કીમતીમાં કીમતી કોટિનો ગણાય, એમાં નવાઇ પામવા જેવું શું છે ? જો આ સમજાય તો નવકાર મંત્ર મળ્યા પછી, નવકાર
મંત્રમાં જે છે તે સિવાયનું સંસારનું બીજું કંઇ મેળવવા જેવું લાગે ખરું ?
એટલા માત્રથી જ રાજી ન થઇ જવાય !
‘નમો અરિહંતાણં’ બોલનારને જિનની મૂર્તિનું દર્શન કરતાં શું થાય ? નમસ્કાર કરતાં શું થાય ? કેટલાક તો વળી ભગવાનની મૂર્તીને ઠેઠ પગે માથું લગાડે છે. જોનારને થાય કે, કેટલી બધી ભક્તિ ઉભરાઈ ગઈ હશે. એને પૂછીએ કે ‘તું આટલો બધો નમે છે,તો તારે આવા થવું છે ને ? અને આવા થવાય એ માટે વહેલી તકે સાધુ થવાની તારી ભાવના છે ને ?' તો મોટા ભાગે ના પાડનારા મળશે. કહેશે કે ‘હજી વાર છે. હમણાં તો મારે બીજું બીજું જોઇએ છે.’ કેમ ? ગુણ જેટલા ગમવા જોઇએ તેટલા ગમ્યા નથી.
બાકીનવકા૨તો મહામંત્રછે.એનાથી મિથ્યાત્વનું ઝેર ઊતરે, વિષયનું ઝેર ઊતરે અને કષાયનું ઝેર પણ ઊતરે. બધાં ઝેર નીકળી જાય અને આત્મા વીતરાગ બની જાય. પણ એનો જેને ખપ નથી ને એમાં બાધા ઉપજાવનારા સંગનો જેને ખપ છે, તેનાં ઝેર ઊતરે શી રીતે ?
હમણાં આ ભાઇએ કહ્યું કે, નવકાર મંત્રનું સ્મરણ કરવાના પ્રતાપે અમુકનો કેન્સરનો રોગ મટી ગયો. અમુકને ક્ષયનો રોગ હતો તે મટી ગયો, અમુકને દમનો રોગ હતો તે મટી ગયો અને અમુકની દરિદ્રતા મટી ગઈ. એટલું તો થયું, પણ પછી શું ? નવકાર મંત્રનો જે મહાપ્રભાવ છે, તે જોતાં આ બધું
તો
તુચ્છ છે. જેનાથી મિથ્યાત્વાદિ ઝેર જાય, તેનાથી શું ન થાય ? પણ રોગ જાય, દરિદ્રતા જાય, એટલા માત્રથી જ જે રાજી થઇ જાય, તેનું શું થાય નવકારમાં જે છે, તે એનાથી ભૂલાઈ જાય, તો એની દશા શી થાય ?
૨૧૮
નવકાર સ્મરણના પ્રતાપે હવે હું... રોગાદિ જાય એટલે બધું સુખ આવી મળ્યું ? નવકારથી બધાં દુઃખનો નાશ થાય, પણ નવકાર ગણનારો જીવ અટકે ક્યાં ? રોગાદિને દૂર કરવા,