________________
આંતરિક અનુભવના ઓડકાર
સંગ્રાહક : સંપાદક
૫. પૂ. પંન્યાસ પ્રવરશ્રી અભયસાગરજી મ. સા.એ અધ્યાત્મયોગી ૫. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. પર માર્ચ ૧૯૭૭માં લખેલ પત્ર..
—આપશ્રીની પસાથે આ સેવકાણુ નક્કર રીતે આત્મસાધનની દિશામાં પગલાં ભરી રહ્યો છે. એ આપની અનહદ મંગળકૃપાનો આભારી છું.
–પંચ પરમેષ્ઠીઓના શરણે વૃત્તિઓનું શમન વિશિષ્ટ રીતે થવા પામેલ છે.
—મોહમાયા કે વિકારો શ્રી નવકારના તેજ આગળ ઊભા નથી રહી શકતા, એનો પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે.
–આંતરિક આત્મશાંતિના પગથાર પર દૃઢતાથી ટકી રહેવાનું બળ આપની વરદ કૃપાથી આ તુચ્છ સેવક-પામર જીવને પણ પ્રાપ્ત થઈ રહ્યું
છે.
– ચિંતન મનનના અનેક અદ્ભુત સત્યો સાક્ષાત અનુભવી જીવનને ધન્ય-કૃતાર્થ અનુભવી રહ્યો છું. સ્વ-કલ્યાણની નિષ્ઠાએ પર કલ્યાણ સ્વતઃ થવા પામે છે.
- કરવાની વૃત્તિઓ હવે શમી ગઈ છે. પરમેષ્ઠીઓની આજ્ઞા એ જીવનનો મહામંત્ર બની રહ્યો છે.
卐
૧૯૩
-કંઈ ઈચ્છવા જેવું હવે નથી રહ્યું. –સંસારની ઘટમાળ ઔદયિક ભાવજન્ય હર્ષશોક કે રાગ-દ્વેષ ઉપજાવી શકતી નથી. -સંયમનો અપૂર્વ આનંદ-અનુત્તર વિમાનવાસીઓ પણ રાંક તુલ્ય ભાસે તેવી અજબ મસ્તીની ઝાંખી થવા પામી છે. તે પરમેષ્ઠીઓનો અને આપ જેવા ગુરુ ભગવંતોનો પુણ્ય પ્રતાપ છે. –નિરાસક્તભાવસ્થિતપ્રજ્ઞતા અને વૃત્તિગતધીરતા હવે સુસ્પષ્ટ રીતે જીવનના પ્રત્યેક ચક્રમાં પરોવાઈ જતી અનુભવાય છે. બાહ્ય દૃષ્ટિએ કદાચ મારી આસપાસ અનેક પ્રવૃત્તિઓનાં જાળાં, તાણાવાણાની માફક વળગેલા કે વણાયેલા દેખાય પણ અંદરથી ભેદજ્ઞાનની રેખાની ઉપર-વટ વૃત્તિઓ જવા સાહસ નથી કરતી. પરમેષ્ઠીઓની વ૨દકૃપા અંતર હુંકાર પૂર્વક પ્રતિક્ષણ અશુભ અધ્યવસાયોની ભૂમિકાથી ભાવોને પલટાવી રહેતી હોય તેવું અનુભવાય છે. આ બધો આપની નિષ્કારણ કરુણાનો પ્રતાપ છે. આશીર્વાદ પાઠવવા કૃપા...